Get The App

બેરોજગાર યુવકના નામે રૂ. 250 કરોડનું જીએસટી કૌભાંડ : પોલીસ દોડતી થઈ

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
બેરોજગાર યુવકના નામે  રૂ. 250 કરોડનું જીએસટી કૌભાંડ : પોલીસ દોડતી થઈ 1 - image


- ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરની ઘટના

- નોકરી અપાવવાના બહાને પીડિત પાસેથી દસ્તાવેજો લઈને તેના નામે લાઇસન્સ મેળવી દસ્તાવેજ કરાવી કૌભાંડ આચરાયું

મુઝફ્ફરનગર : ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરનો જીએસટી ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બેરોજગાર યુવકના નામે રુ. ૨૫૦ કરોડનું જીએસટી ફ્રોડ આચરવામાં આવ્યું છે. આ યુવકને તેની ખબર તેને ત્યાં જીએસટીની ટીમ આવી ત્યારે પડી હતી. તેની સાથે જ તેના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય તેવી તેની સ્થિતિ થઈ હતી. કૌભાંડીઓએ તેના દસ્તાવેજોનો ઉપયોગ કરી કૌભાંડ કર્યુ હતું. 

આ બેરોજગાર યુવકના ઘરે જીએસટી વિભાગના અધિકારીઓ પહોંચ્યા અને દરવાજો ખખડાવ્યો. યુવક બહાર આવ્યો અને તેને બતાવવામાં આવ્યું કે તેના નામે એક કંપની ચાલી રહી છે. આ કંપનીમાં લગભગ ૨૫૦ કરોડ રુપિયાની જીએસટી ઇ-વે બિલિંગની લેવડદેવડ થઈ છે તે સાંભળી તેના હોશ ઉડી ગયા હતા. 

મુઝફ્ફરનગર જિલ્લાના રતનપુરી પોલીસ સ્ટેશનમાં બડસૂ ગામમાં રહેતા ેબરોજગાર યુવક અશ્વનીકુમારને થોડા દિવસ પહેલા વોટ્સએપ પર કોલ આવ્યો હતો. કોલ પર તેને નોકરી આપવાની વાત કહેવામાં આવી હતી. નોકરીની લાલચમાં અશ્વનીએ તેઓએ માંગેલા તેના દસ્તાવેજ જેવા કે લાઇટબિલ, પાનકાર્ડ અને આધારકાર્ડ તેને વોટ્સએપ પર મોકલી આપ્યા હતા.

અશ્વનીનું કહેવાનું હતું કે આ દસ્તાવેજો સાથે તેણે ૧,૭૫૦ રુપિયા રોકડા મોકલ્યા હતા, પરંતુ તેને નોકરી મળી ન હતી. હવે અશ્વનીના નામે બનાવટી એકાઉન્ટ ખોલીને લગભગ અઢીસો કરોડ રુપિયાનું ઇ-વે બિલિંગ ફ્રોડ કર્યુ છે.અશ્વનીએ જણાવ્યું હતું કે તેણે ૧,૭૫૦ રુપિયા મોકલ્યા હતા, પરંતુ તેને હજી સુધી રુપિયા મળ્યા નથી. આમ કંપનીઓએ તેની સાથે ફ્રોડ કર્યું છે. 


Google NewsGoogle News