2023માં રૂ. બે લાખ કરોડની જીએસટી ચોરીનો પર્દાફાશ : મંત્રાલય

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
2023માં રૂ. બે લાખ કરોડની જીએસટી ચોરીનો પર્દાફાશ : મંત્રાલય 1 - image


- 2023માં જીએસટી ચોરીના કુલ 6323 કેસો પકડાયા

- ડીજીજીઆઇએ ઓનલાઇન ગેમિંગ, કેસિનો, વીમા સહિતના સેક્ટરમાં મોટા પાયે જીએસટી ચોરી પકડી

-2023માં 140 માસ્ટરમાઇન્ડની ધરપકડ, રૂ. 28,362 કરોડની સ્વૈચ્છિક ચુકવણી

નવી દિલ્હી: જીએસટી ઇન્ટેલિજન્સ યુનિટે ૨૦૨૩માં ૧.૯૮ લાખ કરોડ રૂપિયાથી વધુની જીએસટી ચોરી પકડી પાડી છે અને આ સંદર્ભમાં ૧૪૦ માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. 

૨૦૨૩માં ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ)એ ઓનલાઇન ગેમિંગ, કેસિનો, ઇન્સ્યુરન્સ અને માનવશક્તિ સેવાઓની આયાત સહિતના વિવિધ સેક્ટરમાં મોટા પાયે જીએસટી ચોરીને પર્દાફાશ કર્યો છે. 

મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ડીજીજીઆઇ દ્વારા પકડવામાં આવેલા જીએસટી ચોરીના કેસોમાં મોટા પાયે વૃદ્ધિ જોવા મળી છે. ૨૦૨૩માં ડીજીજીઅઆઇએ જીએસટી ચોરીના કુલ ૬૩૨૩ કેસોનો પર્દાફાશ કર્યો છે. 

૨૦૨૩માં જીએસટી ચોરીમાં સંડાવાયેલા ૧૪૦ માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી છે. જો કે ૨૦૨૩માં ૨૮,૩૬૨ કરોડ રૂપિયાની સ્વૈચ્છિક ચુકવણી કરવામાં આવી હતી. 

૨૦૨૨ની વાત કરવામાં આવે તો જીએસટી ચોરીના કુલ ૪૨૭૩ કેસ પકડાયા હતાં. જેમાં કુલ ૯૦,૪૯૯ કરોડ રૂપિયાની જીએસટી ચોરી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં ૯૭ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ૨૨,૪૫૯ કરોડ રૂપિયાની સ્વૈચ્છિક ચુકવણી કરવામાં આવી હતી.

મંત્રાલયના જણાવ્યા અનુસાર વાર્ષિક ધોરણે જીએસટી ચોરીની રકમમાં ૧૧૯ ટકાનો વધારો અને સ્વૈચ્છિક ચુકવણીમાં ૨૬ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. 

ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)ના બોગસ દાવાઓ પકડવા માટે ડીજીજીઅઆઇએ વિશેષ અભિયાન શરૂ કર્યુ છે. આ માટે બોગસ આઇટીસી ક્લેઇમ દ્વારા સરકારી તિજોરીને નુકસાન પહોંચાડનારાઓને પકડવામાં આવી રહ્યાં છે. 

આ અભિયાનને પગલે આઇટીસી છેતરપિંડીના ૨૩૩૫ કેસો પકડવામાં આવ્યા છે. આ કેસોમાં કુલ ૨૧૦૭૮ કરોડ રૂપિયાની આઇટીસી છેતરપિંડી પકડવામાં આવી હતી અને ૨૬૪૨ કરોડ રૂપિયાની સ્વૈચ્છિક ચુકવણી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં ૧૧૬ માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી હતી.

૨૦૨૨ની વાત કરવામાં આવે તો આઇટીસી છેતરપિંડીના ૧૬૪૬ કેસ પકડવામાં આવ્યા હતાં. આ કેસોમાં કુલ ૧૪૪૭૧ કરોડ રૂપિયાની આઇટીસી છેતરપિંડી કરવામાં આવી હતી અને ૧૬૦૪ કરોડ રૂપિયાની સ્વૈચ્છિક ચુકવણી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં ૮૨ માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી હતી.


Google NewsGoogle News