મોદી સરકાર માટે ખુશખબરી, જુલાઈ-2024માં GST કલેક્શનમાં ધરખમ વધારો, જુઓ આંકડો

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
GST Collection

GST Collection For July 2024: જુલાઇ 2024માં કુલ જીએસટી કલેક્શન 10 ટકા વધીને 1.82 લાખ કરોડ રૂપિયા રહ્યું છે જે જુલાઇ 2023માં 1.65 લાખ કરોડ હતું. ગત વર્ષના સમાન મહીનાની સરખામણીમાં જુલાઇ 2024માં 10.3 ટકા જેટલુ વધારે GST ક્લેક્શન થતાં સરકારના ભંડોળમાં ધરખમ વધારો થયો છે. જૂન 2024માં 1.74 લાખનું ક્લેક્શન થયું હતું.તેમ સૂત્રોએ આજે જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, 1 જુલાઇ, 2024ના રોજ નાણા મંત્રાલયે જીએસટી ક્લેક્શનનો ડેટા જાહેર કર્યું નહોતું. જો કે, આ મહિને જીએસટી કાઉન્સિલે તેના પોર્ટલ પર આ ડેટા અપલોડ કર્યું છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ (એપ્રિલ-જૂલાઇ)માં અત્યાર સુધી કુલ જીએસટી કલેક્શન 7.39 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જૂલાઇ, ૨૦૨૪ના 1.82 લાખ કરોડ રૂપિયાના કુલ જીએસટી કલેક્શનમાં ઇન્ટેગ્રેટેડ જીએસટી 47,009 કરોડ રૂપિયા અને સ્ટેટ જીએસટી 40,289 કરોડ રૂપિયા રહ્યું છે. એપ્રિલ, ૨૦૨૪માં જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ ૨.૧૦ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. ચાલુ નાણાકિય વર્ષ 2024-25ના એપ્રીલ મહિનામાં 2.10 લાખ કરોડ જીએસટી ક્લેક્શન થયું હતું જે રેકોર્ડ છે.

નાણા મંત્રાલયે નિવેદન જાહેર કરી જણાવ્યું કે, ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સનો માસિક ડેટા હવેથી જીએસટીની વેબસાઇટ https://www.gst.gov.in ન્યૂઝ એન્ડ અપડેટ્સ સેક્શનમાં ઉપલબ્ધ થશે. હવેથી જીએસટી ક્લેક્શનનો ડેટા આ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જુલાઇ, ૨૦૨૪ના જીએસટી કલેક્શનના આંકડા મજબૂત અર્થતંત્રમાં તેજી દર્શાવે છે. જીએસટીમાં વૃદ્ધિ માટે ટેક્સ વિભાગની સાથે વ્યવસાય જગતની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કલેકશનમાં ઉલ્લેખનીય વૃદ્ધિથી જીએસટી સુધારાઓને આગળ વધારવાની આશા છે. 


Google NewsGoogle News