યુપીનો અજબ કિસ્સો, ઘૂંઘટ ઊઠાવતા જ વરરાજાના હોંશ ઊડી ગયા, મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો
Uttar Pradesh Groom Marries Bride Mother: મેરઠના બ્રહ્મપુરી વિસ્તારમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક યુવકના છેતરપિંડીથી પોતાની થનારી દુલ્હનની માતા સાથે નિકાહ કરાવી દીધા. હવે આ મામલે 22 વર્ષીય મોહમ્મદ અઝીમે પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, મારા લગ્ન શામલી જિલ્લાની રહેવાસી 21 વર્ષીય મંતાશા સાથે નક્કી થયા હતા. આ સંબંધ અઝીમના મોટા ભાઈ નદીમ અને ભાભી શૈદા દ્વારા નક્કી કરાવવા આવ્યો હતો.
ઘૂંઘટ ઊઠાવતા જ વરરાજાના હોંશ ઊડી ગયા
લગ્ન 31 માર્ચે થયા હતા. નિકાહની વિધિ દરમિયાન મૌલવીએ દુલ્હનનું નામ 'તાહિરા' લીધુ, જેનાથી અઝીમને શંકા ગઈ. ત્યારબાદ જ્યારે નિકાહ ઘૂંઘટ ઊઠાવ્યો તો અઝીમ પોતાની સામે એક 45 વર્ષીય વિધવા મહિલાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, જે મંતાશાની માતા તાહિરા હતી. અઝીમે આરોપ લગાવ્યો કે લગ્નમાં 5 લાખ રૂપિયાનો વ્યવહાર પણ થયો હતો. જ્યારે તેણે આ છેતરપિંડીનો વિરોધ કર્યો તો તેના ભાઈ અને ભાભીએ તેને ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો કહેર, આભ ફાટતાં અનેક મકાન ધરાશાયી, 3 લોકોના મોત
બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું
છેતરપિંડીનો ભોગ બન્યા બાદ અઝીમે ગુરુવારે પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. આ કેસની તપાસ સીઓ બ્રહ્મપુરી સૌમ્યા અસ્થાના કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, હવે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે અને અઝીમે પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. તેમણે એમ પણ કહ્યું છે કે હું હવે આ મામલાને આગળ વધારવા નથી માંગતો. આ મામલો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.