VIDEO: જાન મંડપે પહોંચીને ઘોડી બેઠેલા વરરાજાને આવ્યો હાર્ટ એટેક, થયું મોત
Madhya Pradesh News: મધ્યપ્રદેશના શ્યોપુરમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક લગ્ન દરમિયાન વરરાજા અચાનક મોત થઈ ગયું. ત્યારબાદ લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ. વર-વધૂના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો. સમગ્ર શહેરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની ગઈ છે અને શોકની લહેર છવાઈ ગઈ છે. વરરાજાના મોતનું કારણ સાઇલેન્ટ એટેક માનવામાં આવી રહ્યું છે.
આ દુઃખદ ઘટના ગત શુક્રવાર(14 ફેબ્રુઆરી, 2025) રાત્રે મધ્યપ્રદેશના શ્યોપુર શહેરના પાલી રોડ સ્થિત જાટ હોસ્ટેલમાં આયોજિત વિવાહ સમારોહમાં બની છે. લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી હતી અને વરઘોડો ધૂમધામથી લગ્ન સ્થળે પહોંચી ચૂક્યો હતો. વરરાજા પ્રદીપ જાટ ખુશી ખુશી ઘોડી પર સવાર થઈને સ્ટેજ તરફ આગળ વધી રહ્યા હતા. આ વચ્ચે અચાનક તેમની તબિયત બગડવા લાગી. શરૂઆતમાં કોઈને કંઈ સમજમાં ન આવ્યું કે શું થઈ રહ્યું છે, પરંતુ જ્યારે વરરાજાનું સંતુલન બગડવા લાગ્યું તો જાનમાં અફરાતફરી મચી ગઈ.
ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો
તાત્કાલિક વરરાજાને ઘોડી પરથી નીચે ઉતરવામાં આવ્યો અને જિલ્લા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો. જો કે, હોસ્પિટલના ડૉક્ટરોએ પ્રદીપ જાટને મૃત જાહેર કર્યો. ડૉક્ટરોના અનુસાર, સંભાવિત કારણ સાઇલેન્ટ હાર્ટ એટેક હોઈ શકે છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જ મોતનું કારણ સામે આવશે.