Get The App

એક જ બેઠક પર દાદા અને પૌત્ર સામસામે: હરિયાણામાં ફરી ચૌટાલા પરિવારમાં ઘમસાણ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
એક જ બેઠક પર દાદા અને પૌત્ર સામસામે: હરિયાણામાં ફરી ચૌટાલા પરિવારમાં ઘમસાણ 1 - image


Chautala vs Chautala in Hariyana Election: હરિયાણા ચૂંટણી માટે રાજકીય રંગમંચ જામી રહ્યો છે. વિધાનસભા ઈલેક્શનમાં એક બેઠક પર દાદા અને પૌત્ર વચ્ચે ચૂંટણી જંગ ખેલાવા જઈ રહ્યો છે. અહિં વાત થઈ રહી છે સિરસા જિલ્લાની રાનિયાન વિધાનસભા બેઠકની. આ બેઠક પર ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)એ પાર્ટીના મહાસચિવ અભય સિંહ ચૌટાલાના પુત્ર અર્જુન સિંહ ચૌટાલાને ઉમેદવાર બનાવ્યા છે. રસપ્રદ વાત એ છે કે તેમના દાદા રણજીત સિંહ ચૌટાલા પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડવા માટે તૈયાર છે.

આ સંભવિત ઉમેદવારો સાથે ફરી એકવાર ચૌટાલા પરિવાર વચ્ચે જ ચૂંટણી જંગ જામશે. અગાઉ લોકસભા ચૂંટણી દરમિયાન પણ હિસાર લોકસભા સીટ પર ચૌટાલા પરિવાર વચ્ચે રાજકીય રણસંગ્રામ જામ્યો હતો. ત્યારે રણજીત ચૌટાલા ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં હતા અને નૈના ચૌટાલા JNKPની ટિકિટ પર અને સુનૈના ચૌટાલા INLDની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યાં હતા. હિસાબ બેઠક પર દેરાણી, જેઠાણી અને સસરા વચ્ચેની રાજકીય લડાઈ છેડાઈ હતી.

ચૌટાલા પરિવાર માટે લોકસભા ચૂંટણીના પરિણામો ખૂબ જ ખરાબ હતા કારણ કે નૈના ચૌટાલા અને સુનૈના ચૌટાલા બંનેને 22 હજારથી થોડા વધુ વોટ મળ્યા હતા. આ સિવાય રણજીત ચૌટાલા પણ ચૂંટણી હારી ગયા હતા. રણજીત ચૌટાલા હિસારમાં લગભગ 63 હજાર મતોથી હાર્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી.

દેવીલાલનું છે આખું પરિવાર :

હવે આપણે આ સંબંધોને સરળતાથી સમજીએ તો દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી દેવીલાલનો પરિવાર છે. દેવીલાલને ચાર પુત્રો હતા. તેમના નામ છે ઓમ પ્રકાશ ચૌટાલા, પ્રતાપ ચૌટાલા, રણજીત ચૌટાલા અને જગદીશ ચૌટાલા. ઓમપ્રકાશ ચૌટાલાને બે પુત્રો છે - અભય ચૌટાલા અને અજય ચૌટાલા. મોટા પુત્ર અજય ચૌટાલાની પત્નીનું નામ નૈના ચૌટાલા છે જ્યારે રવિ ચૌટાલાની પત્નીનું નામ સુનૈના ચૌટાલા છે. પરિવારમાં મતભેદને કારણે, અજય ચૌટાલા અને તેમના બે પુત્રો દુષ્યંત ચૌટાલા અને દિગ્વિજય ચૌટાલાએ 2018માં INLDથી અલગ થઈને જનનાયક જનતા પાર્ટી (JJP) બનાવી હતી.

રણજીતની ટિકિટ પર કોઈ નિર્ણય નહિ :

રણજીત ચૌટાલાએ છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં રાનિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. બાદમાં તેમણે તત્કાલિન ભાજપની મનોહર લાલ ખટ્ટર સરકારને સમર્થન આપ્યું હતું અને રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી પણ મળ્યું હતુ. રણજીત ચૌટાલા આ વર્ષે લોકસભા ચૂંટણી પહેલા માર્ચમાં જ ભાજપમાં જોડાઇ ગયા હતા.

ભાજપે આ ચૂંટણીમાં હરિયાણા લોકહિત પાર્ટી (HLP) સાથે ગઠબંધન કર્યું છે. હાલોપાના સુપ્રીમો ગોપાલ કાંડા ઇચ્છે છે કે તેમના ભત્રીજા ધવલ કાંડા રાનિયા બેઠક પરથી ચૂંટણી લડે. હાલોપા અને ભાજપ વચ્ચે સીટ વહેંચણીને લઈને વાતચીત ચાલી રહી છે અને રિપોર્ટ્સ અનુસાર આ સીટ હાલોપાના ખાતામાં જઈ શકે છે. આવી સ્થિતિમાં રણજીત ચૌટાલા અહીંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે કે કેમ તે હવે સમય બતાવશે.

અર્જુન ચૌટાલા 2019ની લોકસભા ચૂંટણીમાં કુરુક્ષેત્ર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ માત્ર 60,679 મત સાથે પાંચમા સ્થાને રહ્યા અને અંતે ડિપોઝીટ પણ ગુમાવવી પડી હતી. આ બેઠક પરથી હરિયાણાના વર્તમાન મુખ્યમંત્રી નયાબ સિંહ સૈની જીત્યા હતા. હવે જોવાનું એ રહે છે કે વિધાનસભાની ચૂંટણીમાં તેઓ તેમના દાદાને કેટલી કાંટાની ટક્કર આપી શકે છે.


Google NewsGoogle News