મહારાષ્ટ્રમાં નવા CMના શપથગ્રહણની તૈયારી જોરશોરથી શરૂ, 22 રાજ્યના CMને આમંત્રણ, જાણો કોણ-કોણ આવશે
Maharashtra Chief Minister's Swearing-in Ceremony Update : મહારાષ્ટ્રમાં આગામી 5 ડિસેમ્બરના રોજ આઝાદ મેદાન ખાતે મુખ્યમંત્રીનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 40 હજારથી વધુ ભેગા થવાની શક્યતા છે. જેમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહેશે. આ સાથે કાર્યક્રમમાં દેશભરના 22 રાજ્યોના મુખ્યમંત્રી પણ આવશે. આ ઉપરાંત, મહારાષ્ટ્રની લાડલી બહેનો, આંગણવાડી કાર્યકરો અને વિવિધ વિસ્તારની મહિલાઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. લગભગ 2,000 VVIP પાસ જારી કરવામાં આવશે અને 13 ખાસ ડિઝાઇન કરાયેલા બ્લોકમાં મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.
ત્રણ સ્ટેજ બનાવાશે
આ કાર્યક્રમને સુવિધાજનક બનાવવા માટે ત્રણ સ્ટેજ બનાવાશે. જેમાં એક મુખ્ય સ્ટેજ અને તેની બંને બાજુમાં બે નાના સ્ટેજ તૈયાર કરાશે. આ સાથે વિવિધ ધર્મોના સંતો અને મહંતો માટે અલગ સ્ટેજની વ્યવસ્થા કરાશે. જ્યારે સાંસદો, ધારસભ્યો અને મહાયુતિ કાર્યકર્તાઓ માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: શિંદેને ભાજપનો જોરદાર ઝટકો! ગમે તે થાય પણ આ પદ આપવા તૈયાર નહીં
ભાજપના નેતાએ શું કહ્યું?
ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે, 'મહાયુતિની બેઠક 6 ડિસેમ્બરે યોજાશે. જ્યારે 5 ડિસેમ્બરે માત્ર મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી શપથ લેશે, કારણ કે પોર્ટફોલિયો મહાયુતિ બેઠકમાં તૈયાર કરાશે. આ શપથ સમારોહમાં અનેક સાધુ-સંતો સહિત ઉદ્યોગપતિને પણ આમંત્રણ આપવામાં આવશે. જ્યારે ઉદ્ધવ ઠાકરે સહિત તમામ વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવશે જેઓ વિધાનસભામાં નેતા છે. તેઓ આવે કે ન આવે, એ એમની મરજી. કેન્દ્રીય નિરીક્ષક 3 ડિસેમ્બરની સાંજે મુંબઈ આવશે. જેમાં 4 ડિસેમ્બરે વિધાન ભવનના સેન્ટ્રલ હોલમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળશે અને તેમાં નેતા નક્કી કરવામાં આવશે.'
આ પણ વાંચો: CMની ખુરશી નહીં, આ ખાસ પદ પર છે શિંદેની નજર: ઠાકરે મુખ્યમંત્રી હતા ત્યારે પણ કરી હતી જીદ
બેઠકને લઈને મુનગંટીવારે કહ્યું કે, 'અજિત પવાર ખાનગી કાર્યક્રમમાં હોવાથી દિલ્હી ગયા છે. પોર્ટફોલિયોને લઈને મહાયુતિની બેઠકમાં બધુ નક્કી કરવામાં આવશે. મહાયુતિમાં કોઈ નારાજગી નથી. હેવ ભાજપ કેન્દ્રીય નેતૃત્વથી મિટિંગની જરૂરત નથી, કારણ કે અમિત શાહની બેઠકમાં બંને સહયોગીઓને શું મળશે તને લઈને જાણકારી આપી છે. જ્યારે મહિલાઓએ અમને 'લાડલી બહેન' બનીને ખૂબ આશીર્વાદ આપ્યાં હોવાથી તેમને ખાસ આમંત્રિત કરાશે.'