Get The App

'મહાગઠબંધનમાં કામ થઈ રહ્યું નહોતું...' રાજીનામા બાદ નીતીશ કુમારની પ્રથમ પ્રતિક્રિયા

નીતીશ કુમારે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
'મહાગઠબંધનમાં કામ થઈ રહ્યું નહોતું...' રાજીનામા બાદ નીતીશ કુમારની પ્રથમ પ્રતિક્રિયા 1 - image

image : Twitter



Nitish Kumar and Bihar Politics News | નીતીશ કુમારે કહ્યું કે અમે ચારે તરફનો અભિપ્રાય સાંભળીને અમે આજે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે.  I.N.D.I.A ગઠબંધન વિશે તેમણે કહ્યું કે અહીં લોકો મહેનત નહોતા કરી રહ્યા. તેમાં કોઈ અપડેટ આવી રહી નહોતી જેના લીધે બંને તરફથી લોકોને તકલીફ થઇ રહી હતી. તેમણે કહ્યું કે મહાગઠબંધનમાં પણ કોઈ કામ કરવા દેતું નહોતું. તેમનું આ નિવેદન સીધી રીતે આરજેડી તરફ માનવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે જેને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય કર્યો છે. હવે હું નવા ગઠબંધનમાં જઇ રહ્યો છું. 

તમે અવસરવાદી છો? તેવા સવાલ પર શું બોલ્યા નીતીશ? 

નીતીશ કુમારે કહ્યું કે આરજેડી અને કોંગ્રેસ સાથે ગઠબંધનમાં સરકારમાં કોઈ કામ થઇ રહ્યું નહોતું અને અમને કામ કરવા પણ દેવામાં આવી રહ્યું નહોતું. એટલા માટે અમે પાર્ટીની વાત માની. આજે અમે ગઠબંધનથી અલગ થઇ રહ્યા છીએ. હવે બીજા પક્ષોએ નિર્ણય કરવાનો છે કે હવે નવી સરકાર ક્યારે બનાવવી. તેમણે કહ્યું કે ગઠબંધનની સ્થિતિ સારી નહોતી. 

'મહાગઠબંધનમાં કામ થઈ રહ્યું નહોતું...' રાજીનામા બાદ નીતીશ કુમારની પ્રથમ પ્રતિક્રિયા 2 - image



Google NewsGoogle News