Get The App

Grammy Award 2024માં ભારતનો દબદબો, શંકર મહાદેવન-ઝાકિર હુસૈનને મળ્યો એવોર્ડ

માઇલી સાયરસે બેસ્ટ પોપ સોલો પરફોર્મન્સ માટે તેનો પ્રથમ ગ્રેમી એવોર્ડ જીત્યો હતો

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
Grammy Award 2024માં ભારતનો દબદબો, શંકર મહાદેવન-ઝાકિર હુસૈનને મળ્યો એવોર્ડ 1 - image
Image:Twitter

Grammy Awards 2024 : લોસ એન્જલસમાં ગઈકાલે 66મો ગ્રેમી એવોર્ડ યોજાયો હતો. આ દરમિયાન, ગાયક ટેલર સ્વિફ્ટ, ઓલિવિયા રોડ્રિગો, માઇલી સાયરસ અને લાના ડેલ રેએ ઘણા ગ્રેમી એવોર્ડ જીત્યા હતા. આ ઉપરાંત ગ્રેમી એવોર્ડ્સ 2024માં ભારતીય સંગીતકારોનો પણ દબદબો જોવા મળ્યો હતો. ગાયક શંકર મહાદેવન અને તબલાવાદક ઝાકિર હુસૈન સહિત ચાર સંગીતકારોએ આ એવોર્ડ જીત્યો હતો.

'ધીસ મોમેન્ટ' માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો

શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ શક્તિએ 'ધીસ મોમેન્ટ' માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો હતો. ગ્રેમીએ એક્સ પર પોસ્ટ શેર કરીને લખ્યું, 'બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ વિજેતા - 'ધીસ મોમેન્ટ' શક્તિને અભિનંદન.' ભારતીય સંગીતકાર અને ગ્રેમી વિજેતા રિકી કેજે સ્ટેજ પર તેમના સ્વીકૃતિ ભાષણનો વીડિયો શેર કરીને બેન્ડને અભિનંદન પાઠવ્યા હતા.

કેજે પોસ્ટ શેર કરી અભિનંદન પાઠવ્યા

કેજે તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, 'શક્તિએ ગ્રેમી જીત્યો. આ આલ્બમ દ્વારા 4 તેજસ્વી ભારતીય સંગીતકારોએ ગ્રેમી એવોર્ડ જીત્યો!! જસ્ટ અમેઝિંગ. ભારત દરેક દિશામાં ચમકી રહ્યું છે. શંકર મહાદેવન, સેલ્વાગણેશ વિનાયાક્રમ, ગણેશ રાજગોપાલન, ઉસ્તાદ ઝાકિર હુસૈન. ઉસ્તાદ ઝાકિર હુસૈન ઉત્કૃષ્ટ વાંસળી વાદક રાકેશ ચૌરસિયા સાથે બીજો ગ્રેમી જીત્યો.”

શંકર મહાદેવને પત્નીનો માન્યો આભાર

શંકર મહાદેવને તેમના ભાષણમાં તેમની પત્નીને સતત સાથ આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું, “ભગવાનનો આભાર, પરિવાર, મિત્રો અને ભારતનો આભાર. અમને તમારા પર ગર્વ છે ભારત. સૌથી છેલ્લે, હું આ એવોર્ડ મારી પત્નીને સમર્પિત કરવા માંગુ છું, જેને મારા સંગીતનું દરેક સ્વર સમર્પિત છે.” આ દરમિયાન માઇલી સાયરસ, ડોજા કેટ, બિલી ઇલિશ, ઓલિવિયા રોડ્રિગો અને ટેલર સ્વિફ્ટને પછાડી તેના હિટ ફ્લાવર્સ માટે બેસ્ટ પોપ સોલો પરફોર્મન્સ માટેનો પ્રથમ ગ્રેમી એવોર્ડ જીત્યો હતો.

Grammy Award 2024માં ભારતનો દબદબો, શંકર મહાદેવન-ઝાકિર હુસૈનને મળ્યો એવોર્ડ 2 - image


Google NewsGoogle News