Get The App

ટીચર અડપલાં કરે છે...' 42 વિદ્યાર્થીનીઓના જાતીય સતામણીના આરોપથી તંત્રમાં દોડધામ

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News
ટીચર અડપલાં કરે છે...' 42 વિદ્યાર્થીનીઓના જાતીય સતામણીના આરોપથી તંત્રમાં દોડધામ 1 - image


42 Students Accused the Teacher of Sexual harassment : એક સરકારી શાળામાં 42 વિદ્યાર્થીનીઓએ શિક્ષક પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ મામલો તમિલનાડુની એક સરકારી શાળાનો છે, જ્યાં ગણિતનો વિષય ભણાવવા માટે આવતાં શિક્ષક પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. વિદ્યાર્થિનીઓએ ચાઈલ્ડ હેલ્પલાઈન પર જિલ્લા કલેક્ટર કચેરીમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરેક વિદ્યાર્થીનીઓ 9મા અને 10મા ધોરણમાં અભ્યાસ કરે છે. સરકારી શાળાની 42 વિદ્યાર્થીનીઓના જાતીય સતામણીના આરોપથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. 

હકીકતમાં જિલ્લા કલેક્ટર કચેરીને ચાઇલ્ડ હેલ્પલાઇન દ્વારા ફરિયાદ મળી હતી કે, એક સરકારી શાળાના શિક્ષક ધોરણ 9 અને 10ની વિદ્યાર્થીનીઓનું જાતીય સતામણી કરે છે. ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક એક ટીમ બનાવીને તપાસ અર્થે શાળામાં મોકલવામાં આવી હતી.

મુથુ કુમારન પપ્પનાડુની એક સરકારી કન્યા શાળામાં ગણિતના શિક્ષક છે. તપાસ કરનાર ટીમે રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા શિક્ષણાધિકારીને સુપરત કર્યો છે. તેમજ તત્કાલ આરોપી શિક્ષકને શાળામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ આરોપી શિક્ષકની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ બાદ શિક્ષકની પોક્સો એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસે આ મામલે તપાસ ચાલુ કરવામાં આવી છે. 

POCSO એક્ટ શું છે?

POCSO નું પૂરું નામ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ છે, એટલે કે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012. 

આ કાયદો બાળકોના જાતીય સતામણીના ગુનાઓથી બચાવવા માટે એક મહત્ત્વપૂર્ણ છે. આ કાયદાનો હેતુ બાળકોને જાતીય સતામણી અને અશ્લીલતા સંબંધિત ગુનાઓથી બચાવવાનો છે. આ કાયદા હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર થતી જાતીય સતામણી માટે છે અને બાળકો વિરુદ્ધના ગુનાઓ માટે કડક સજાની જોગવાઈ છે.

પહેલા આ POCSO કાયદામાં મૃત્યુદંડની જોગવાઈ ન હતી, પરંતુ 2019થી આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને મૃત્યુદંડની જોગવાઈ પણ કરવામાં આવી. તેમજ આ કાયદા હેઠળ આજીવન કેદની સજા આપવામાં આવે છે, તો દોષિતને આખી જીંદગી જેલમાં પસાર કરવી પડશે. એટલે કે ગુનેગાર જેલમાંથી જીવતો બહાર આવી શકે નહીં.


Google NewsGoogle News