સેનામાં મેડિકલ ઓફિસર બનવા માંગતા લોકો માટે મહત્ત્વના સમાચાર, આવતીકાલથી અરજી કરી શકાશે

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
Government Jobs

Image: Envato



AFMS Medical Officer Vacancy: ભારતીય સેનામાં મેડિકલ ઓફિસર તરીકે સેવા આપવા ઈચ્છુકો માટે નોકરીની તક આવી છે. આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસિઝે મેડિકલ ઓફિસર માટે ખાલી પડેલ 450 જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. લાયક ઉમેદવારો 16 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે. જેમાં પસંદગી પામેલ ઉમેદવારને માસિક ધોરણે રૂ. 85000નો પગાર આપવામાં આવશે.

લાયકાત

એમબીબીએસ અને પીજી ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ પદ માટે અરજી કરી શકશે. જેમાં એમબીબીએસ અને પીજી ડિપ્લોમા માટે વયમર્યાદા 30 વર્ષ અને પીજી ડિગ્રી માટે વયમર્યાદા 35 વર્ષ છે. ઓનલાઈન અરજી માટે રૂ. 200 ફી ચૂકવવાની રહેશે. 

પસંદગી પ્રક્રિયા

મેડિકલ ઓફિસરની પસંદગી માટે ઓનલાઈન અરજીમાંથી પસંદગી કરવામાં આવશે. બાદમાં ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઈન્ટરવ્યૂમાં પસંદગી પામેલ ઉમેદવારનો મેડિકલ ટેસ્ટ થશે. બાદમાં નોકરી પર હજાર થવાનું રહેશે. જોબ પોસ્ટિંગ ભારતમાં કોઈપણ સ્થળે થઈ શકે છે.

એસબીઆઈ, બીઓબી સહિત ત્રણ સરકારી બેન્કોમાં નોકરી મેળવવાની તક, આ રીતે કરો અરજી

અરજી પ્રક્રિયા

આર્મી એએફએમએસ એસએસસી મેડિકલ ઓફિસર નોટિફિકેશન 2024માં થઈ લાયકાત ચકાસી તેની સત્તાવાર વેબસાઈટ https://amcsscentry.gov.in/ ની મુલાકાત લઈ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ રજિસ્ટ્રેશન નંબર અને ઓટીપીની મદદથી લોગઈન કરો. બાદમાં ખાલી પડેલ જગ્યા પર ક્લિક કરી અરજી ફોર્મ ભરવાનું રહેશે. જેમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા બાદ અંતે ફી ચૂકવવાની રહેશે. ફી ભર્યા બાદ જ તમારી અરજી માન્ય ગણાશે. આ ભરતી વિશે વધુ માહિતી તેની સત્તાવાર જાહેરાત પરથી મેળવી શકાશે.


  સેનામાં મેડિકલ ઓફિસર બનવા માંગતા લોકો માટે મહત્ત્વના સમાચાર, આવતીકાલથી અરજી કરી શકાશે 2 - image


Google NewsGoogle News