Get The App

'સરકાર બધા સાથે નહીં પરંતુ બ્રિજ ભૂષણની સાથે છે': કપિલ સિબ્બલે PM મોદીના મૌન અંગે ઉઠાવ્યા સવાલ

Updated: Jun 3rd, 2023


Google NewsGoogle News
'સરકાર બધા સાથે નહીં પરંતુ બ્રિજ ભૂષણની સાથે છે': કપિલ સિબ્બલે PM મોદીના મૌન અંગે ઉઠાવ્યા સવાલ 1 - image

                                                                              Image Source: Twitter

- કપિલ સિબ્બલે સરકાર પર આકરા પ્રહારો કર્યા

નવી દિલ્હી, તા. 03 જૂન 2023, શનિવાર

દેશના પહેલવાનો WFIના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહના રાજીનામાની માંગ કરી રહ્યા છે. ત્યારે હવે રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. સિબ્બલે પીએમ મોદી અને બીજેપીના મૌન પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો પર વડાપ્રધાન મોદી અને બીજેપી મૌન છે પરંતુ બ્રિજભૂષણ શરણ સિંહ પરના આરોપો આ મામલાની તપાસ કરવા માટે પૂરતા છે.

સુપ્રીમ કોર્ટમાં કુસ્તીબાજોનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ સિબ્બલે ટ્વિટર પર લખ્યું કે, આ મામલાની તપાસ કરનારાઓ માટે આ મેસેજ પૂરતો છે. બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ પુરાવા સતત વધી રહ્યા છે તેમની સામે લોકોનો આક્રોશ પણ વધી રહ્યો છે પરંતુ તે પછી પણ તેમની ધરપકડ કરવામાં નથી આવી અને પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અને આરએસએસ ચૂપ છે. આ સાથે કપિલ સિબ્બલે સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, સરકાર બધાની સાથે નથી પરંતુ બ્રિજ ભૂષણની સાથે છે.

28 એપ્રિલના બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ બે FIR નોંધવામાં આવી હતી. બંને FIRમાં આઈપીસી કલમ 354  354A, 354D અને 34નો હવાલો આપવામાં  આવ્યો છે. આ આરોપોમાં એકથી ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ છે.

પ્રથમ એફઆઈઆરમાં છ પુખ્ત પહેલવાનો સામેના આરોપો સામેલ છે. આમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના સેક્રેટરી વિનોદ તોમરનું પણ નામ છે. બીજી એફઆઈઆર સગીરના પિતાની ફરિયાદ પર નોંધવામાં આવી છે. આ POCSO એક્ટની કલમ 10 હેઠળ છે જેમાં પાંચથી સાત વર્ષની સજાની જોગવાઈ છે.



Google NewsGoogle News