ડુંગળી રડાવે તે પહેલાં સરકારે કમર કસી! બફર સ્ટોક માટે 2 લાખ ટન ડુંગળી ખરીદવાનો નિર્ણય

નિકાસ પર 800 ડૉલર પ્રતિ મેટ્રિક ટન MEP નક્કી કરી

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
ડુંગળી રડાવે તે પહેલાં સરકારે કમર કસી! બફર સ્ટોક માટે 2 લાખ ટન ડુંગળી ખરીદવાનો નિર્ણય 1 - image


Onion Price News | ડુંગળીના વધતાં ભાવને કાબૂમાં રાખવા માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારે ઘરેલુ માગને પહોંચી વળવા માટે ડુંગળીની નિકાસ પર 800 અમેરિકી ડૉલર પ્રતિ મેટ્રિક ટનનું લઘુત્તમ નિકાસ કિંમત (MEP-Minimum Export Price)  નક્કી કરી દીધી છે. સરકારે બફર સ્ટોક માટે વધારાની 2 લાખ ટન ડુંગળી ખરીદવાનો નિર્ણય પણ લીધો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય તથા જાહેર વિતરણ મંત્રાલય તરફથી આ માહિતી આપવામાં આવી હતી. 

ડુંગળી રડાવે તે પહેલાં સરકારે કમર કસી! બફર સ્ટોક માટે 2 લાખ ટન ડુંગળી ખરીદવાનો નિર્ણય 2 - image


Google NewsGoogle News