EPSના લાખો સભ્યો માટે ખુશખબર, પેન્શનને લઈને સરકારે નિયમોમાં કર્યા મોટા ફેરફાર
EPS New Rule: શુક્રવારે કેન્દ્ર સરકારે એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ, 1995માં ફેરફાર કર્યા છે. હવે 6 મહિનાથી ઓછા સમયથી કામ કરનાર કર્મચારી પણ EPSથી પૈસા ઉપાડી શકે છે. આ ફેરફારના કારણે લાખો કર્મચારીઓને ફાયદો થશે.
EPS શું છે?
EPS એટલે કે એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ એક પેન્શન યોજના છે. જે અંતર્ગત 10 વર્ષ સુધી કોન્ટ્રીબ્યુશન આપવાનું રહેતું હતુ. ત્યારબાદ તમે નિવૃત્તિ પછી પેન્શનનો લાભ મેળવી શકતા હતા.
કંપની અને કર્મચારી બંને EPF ફંડમાં કર્મચારીના પગારના 12% જેટલું યોગદાન આપે છે. જો કે, સમગ્ર કર્મચારીનું યોગદાન EPFમાં જાય છે અને કંપનીનો હિસ્સો 8.33% એમ્પ્લોયી પેન્શન સ્કીમ (EPS)માં જાય છે અને 3.67% દર મહિને EPFમાં જાય છે. ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી અને નિવૃત્તિ પછી પેન્શન લાભો આપવામાં આવતો હતો.
દર વર્ષે 7 લાખથી વધુ EPS સભ્યોને ફાયદો
કર્મચારી પેન્શન યોજના 1995 અંતર્ગત 10 વર્ષ સુધી યોગદાન આપનારને જ પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવી હતી. જયારે હવે કેન્દ્ર સરકારે શુક્રવારે એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS), 1995માં ફેરફાર કર્યા છે. આ ફેરફાર બાદ 6 મહિના માટે EPSમાં યોગદાન આપનારા કર્મચારીઓને પણ પૈસા ઉપાડવાની સુવિધા આપવામાં આવશે. આ નવા સુધારાથી દર વર્ષે 7 લાખથી વધુ EPS સભ્યોને ફાયદો થશે.
સરકારે આ નિયમ બદલ્યો
કેન્દ્ર સરકારે કર્મચારી પેન્શન યોજનામાં સુધારો કરવા માટે, EPS વિગતોમાં પણ સુધારો કર્યો છે. હવે ઉપાડ સભ્યએ કેટલા મહિના સેવા આપી છે અને પગારમાંથી કેટલી રકમ EPSમાં જમા કરાવે છે તેના પર આધાર રાખે છે. આ નિયમ ઉપાડને સરળ બનાવશે. આ ફેરફારથી 23 લાખથી વધુ EPS સભ્યોને ફાયદો થશે.
પહેલા નિયમ શું હતો?
આ પહેલા સેવાનો સમયગાળો અને EPSમાં જમા કરાવેલી રકમના આધારે નક્કી કરવામાં આવતું. તેમજ જે સભ્યો સ્કીમ પૂરી થયા પહેલા જ જો સ્કીમ છોડી દે તો તેમને ઉપાડનો કોઈ લાભ મળતો ન હતો.