‘વિનેશ ફોગાટને ભારત રત્ન આપો અથવા રાજ્યસભામાં સાંસદ બનાવો’ TMC સાંસદની માંગ
Paris Olympics-2024 Vinesh Phogat Controversy : ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિકમાં મહિલા કુશ્તીની ફાઈનલ મેચ પહેલા વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)થી લઈને વિપક્ષના તમામ નેતાઓ વિનેશ ફોગાટની અયોગ્યતા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ (TMC) અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી (Abhishek Banerjee)એ માંગ કરી છે કે, કુસ્તીબાજ વિનેશ ફોગટને ભારત રત્ન આપવામાં આવે અથવા રાજ્યસભાના નામાંકિત સાંસદ બનાવવામાં આવે. ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે રાજ્યસભા સીટ માટે નોમિનેટ થવું જોઈએ.
ઓછામાં ઓછું આપણે વિનેશ ફોગાટ માટે આ કરી શકીએ
અભિષેક બેનર્જીએ આગળ લખ્યું, “વિનેશ ફોગાટ માટે આપણે ઓછામાં ઓછું કરી શકીએ તે એ છે કે તેણે જે અસાધારણ હિંમત દર્શાવી છે, તેણે કેટલો સંઘર્ષ કર્યો છે. કોઈ ચંદ્રક તેની સાચી સંભાવનાને સંપૂર્ણપણે પ્રતિબિંબિત કરી શકતું નથી."
ગીતા અને બબીતા ફોગાટે માંગણી કરી હતી
પેરિસ ઓલિમ્પિકની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવ્યા બાદ ગીતા અને બબીતા ફોગાટે તેને સિલ્વર મેડલ આપવાની માંગ કરી હતી. અમેરિકન રેસલર જોર્ડન બુરોઝ પણ વિનેશના સમર્થનમાં સામે આવ્યા છે. વિનેશને સિલ્વર મેડલ આપવાની સાથે તેણે યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિયમોમાં ફેરફારની પણ માંગ કરી હતી.
પીટી ઉષાએ એક ચોંકાવનારો કિસ્સો જણાવ્યો
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવ્યા બાદ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ પ્રતિક્રિયા આપી હતી. પીટી ઉષાએ વિનેશ ફોગાટની ગેરલાયકાતને ચોંકાવનારી ગણાવી છે. આ સાથે તેમણે કહ્યું કે IOA તેને તબીબી સહાય પૂરી પાડી રહી છે. વિનેશે મંગળવારે તેના ત્રણ મુકાબલા જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ, અંતિમ મુકાબલાના કલાકો પહેલા વિનેશને 50 કિલોની મહત્તમ મર્યાદા કરતાં વધુ વજન માટે ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
આ પણ વાંચો : વિનેશ ફોગાટ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર થતા હોબાળો, જુઓ રાજકારણના દિગ્ગજોની પ્રતિક્રિયા