ચૂંટણીનું શેડ્યૂલ જાહેર થાય તે પહેલાં મોટો ફેરબદલ, જમ્મુ-કાશ્મીરમાં એકસાથે 200 અધિકારીઓની બદલી

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
200-civil-and-police-officers-transferred in jammu-kashmir
Image : Pixabay

Jammu Kashmir: ભારતીય ચૂંટણીપંચ દ્વારા આજે (16 ઓગસ્ટ) એક મહત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરીને જમ્મુ-કાશ્મીરના ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરશે. જો કે આ જાહેરાત પહેલા જ રાજ્યમાં મોટા પાયે વહીવટી તંત્રમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. સરકારે લગભગ 200 સિવિલ તેમજ પોલીસ અધિકારીઓની બદલી કરી છે. 

ગુરુવારે વિવિધ 88 અધિકારીઓની બદલી કરી હતી

સરકારે ગુરુવારે (15 ઓગસ્ટ) સાંજે વિવિધ વિભાગોના 88 આઈએએસ અને કેએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જ્યારે આજે (16 ઓગસ્ટ) આઈજીથી લઈને એસએસપી સુધીના 33 પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં આઈજી સીઆઈડી, રેન્જ ડીઆઈજી અને જિલ્લા એસએસપીનો સંપૂર્ણ ચાર્જ સામેલ છે. સૂત્રોનું કહેવું છે કે આગામી 3 કલાકમાં ટ્રાન્સફરની બીજી યાદી જાહેર થવાની શક્યતા છે.

અધિકારીઓની બદલી બાદ ઓમર અબ્દુલ્લાએ કરી પોસ્ટ

આ અધિકારીઓની બદલી અંગે જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ (JKNC)ના નેતા ઓમર અબ્દુલ્લા (Omar Abdullah)એ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે 'જમ્મુ-કાશ્મીર પ્રશાસને આ મોટા પાયે ફેરબદલનો આદેશ આપવા માટે સ્વતંત્રતા દિવસ પર કામ કરવા માટે સચિવાલય અને પોલીસ હેડક્વાર્ટરમાં અધિકારીઓને બોલાવવા પડ્યા, મને જાણવા મળઅયું છેકે આ અધિકારીઓને બિલકુલ ખ્યાલ નહોતો કે ચૂંટણી પંચ આજે ચૂંટણીની તારીખો જાહેર કરશે. એક વધુ મોટું કારણ છેકે ચૂંટણી પંચે આ ટ્રાન્સફર ઓર્ડરને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીના પરિપ્રેક્ષ્યથી જોવી જોઈએ.' નેશનલ કોન્ફરન્સને શંકા છે કે લેફ્ટનન્ટ ગવર્નરના ઈરાદા પક્ષપાતી રહ્યા છે.

આ પણ વાંચો : 'પહેલા વિધાનસભાની ખાલી 24 બેઠકો ભરો પછી પાકિસ્તાન...' યોગી સામે અખિલેશના શાબ્દિક બાણ

જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી દેવાયું

2019માં કલમ 370 રદ કરાયા બાદ જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી દેવાયું હતું. ત્યારથી ત્યાં રાજકીય પક્ષો રાજ્યનો સંપૂર્ણ દરજ્જો પરત કરવાની માગ કરી રહ્યા હતા. સરકાર તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું હતું કે પહેલા ચૂંટણી યોજાશે અને તેના પછી રાજ્યનો દરજ્જો મળશે. ચૂંટણી પંચના સૂત્રો અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં ત્રણથી ચાર તબક્કામાં મતદાન યોજાઈ શકે છે. સપ્ટેમ્બરમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી ચાલુ મહિનાના અંત સુધીમાં પરિણામો જાહેર કરવામાં આવી શકે છે.

ચૂંટણીનું શેડ્યૂલ જાહેર થાય તે પહેલાં મોટો ફેરબદલ, જમ્મુ-કાશ્મીરમાં એકસાથે 200 અધિકારીઓની બદલી 2 - image


Google NewsGoogle News