VIDEO: આ ત્રણ મંદિર અમને આપી દો, તો કોઈ મસ્જિદ સામે જોઈશું પણ નહીંઃ ગોવિંદ દેવ ગિરિ મહારાજ
ગોવિંદ દેવ ગિરિ મહારાજે મુસ્લિમોને હાથ જોડીને અપીલ કરી
Govind Dev Giri Maharaj: શ્રી રામ જન્મભૂનિ તીર્થ ક્ષેત્રના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરિ મહારાજે કાશી, મથુરાને લઈને કહ્યું કે, 'અયોધ્યા પછી જો જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ મંદિર મુસ્લિમ બિરાદરો અમને આપી દે તો અમે કોઈ મસ્જિદ સામે જોઈશું પણ નહીં.'
રવિવારે પૂણેમાં એક પત્રકાર પરિષદમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ગોવિંદ દેવ ગિરિ મહારાજે કહ્યું કે,'મેં પહેલેથી જ કહ્યું છે કે, 'ત્રણ મંદિરો શાંતિપૂર્ણ રીતે મળ્યા બાદ અમે અન્ય મસ્જિદ સામે જોઈશું પણ નહીં, કારણ કે આપણે ભવિષ્યમાં જીવવાનું છે. દેશનું ભવિષ્ય સારું હોવું જોઈએ, જો અમને આ ત્રણ મંદિરો (અયોધ્યા, કાશી, મથુરા) પ્રેમથી મળી જાય, તો બાકીની બધી બાબતો ભૂલી જઈશું.'
દેશમાં શાંતિ ડહોળવા દઈશું નહીં
અન્ય એક પ્રશ્નના જવાબમાં ગોવિંદ દેવ ગિરિ મહારાજે કહ્યું કે, 'તે લોકો(મુસ્લિમ)ને પ્રેમથી સમજાવીશું. આ બધા સ્થળો માટે એક વાત કહી શકાય નહીં. જ્યાં જેવી સ્થિતિ છે, તેવી રીતે લોકોને સમજાવવાનો પ્રયાસ કરો. અમે દેશમાં શાંતિ ડહોળવા દઈશું નહીં.'
ગોવિંદ દેવ ગિરિ મહારાજનો 75મો જન્મદિવસ
પૂણેમાં ગોવિંદ દેવ ગિરિ મહારાજના 75મા જન્મદિવસે ગીતા પરિવાર દ્વારા ગીતા ભક્તિ અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત 4થી 11મી ફેબ્રુઆરી દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આરએસએસના વડા મોહન ભાગવત અને શ્રી શ્રી રવિશંકર સહિત અન્ય મહાનુભાવો પણ ભાગ લેશે.