Get The App

મણિપુરમાં CMના રાજીનામાં બાદ રાજ્યપાલનો વધુ એક મહત્ત્વપૂર્ણ આદેશ,આજે શરૂ થવાનું હતું વિધાનસભા સત્ર

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News

મણિપુરમાં CMના રાજીનામાં બાદ રાજ્યપાલનો વધુ એક મહત્ત્વપૂર્ણ આદેશ,આજે શરૂ થવાનું હતું વિધાનસભા સત્ર 1 - image

Governor cancels order to convene assembly session in Manipur : એન. બિરેન સિંહે ગઈકાલે મણિપુરના મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું. હવે મણિપુરના રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ 10 ફેબ્રુઆરીથી શરુ થનારા વિધાનસભા સત્ર પહેલા એક આદેશને રદ કરી દીધો છે. વિધાનસભા કાર્યાલય દ્વારા કાલે મોદી રાત્રે એક નોટિફિકેશન જાહેર કેરીને આ અંગે જાણકારી આપી હતી.    

વિધાનસભા સત્રને બોલવવાનો આદેશ રદ

આ નોટિફિકેશનમાં ભારતના બંધારણના અનુચ્છેદ 174ની કલમ (1) અંતર્ગત રાજ્યના રાજ્યપાલનાં આદેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં 24 જાન્યુઆરી, 2025ના રોજ જાહેર કરવામાં આવેલા આદેશને રદ કરી દેવામાં આવ્યો છે. આ આદેશ વિધાનસભા સત્રને બોલવવા અંગેનો હતો.

બજેટ સત્રના એક દિવસ પહેલા બિરેન સિંહે આપ્યું રાજીનામું 

હકીકતમાં એન. બિરેન સિંહે પોતાની કેબિનેટ સાથે રાજ્યના ભાજપના અધ્યક્ષની સાથે ગઈ કાલે રાતે રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. રાજ્યમાં ભાજપ સરકારનું નેતૃત્વ કરનાર એન. બિરેન સિંહે વિધાનસભાના બજેટ સત્ર શરુ થવાના એક દિવસ પહેલા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેને લઈને રાજ્યમાં રાજકીય રાજકીય અનિશ્ચિતતા પેદા થઇ ગઈ હતી. કારણ કે, છેલ્લા બે વર્ષથી રાજ્ય વંશીય હિંસાથી ગ્રસિત છે.  

આ પણ વાંચોઃ મણિપુરમાં નવા CM કે પછી રાષ્ટ્રપતિ શાસન? સંબિત પાત્રાના શિરે ખાસ જવાબદારી, આ 3 નામ રેસમાં

વિધાનસભ્યોએ આપી હતી બિરેન સિંહને ધમકી 

આવામાં કહેવાઈ રહ્યું છે કે, વિધાનસભ્યોના એક મોટા વર્ગે મુખ્યમંત્રી સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ધમકી આપી હતી. આગાઉ બિરેન સિંહે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ભાજપના સાંસદ સંબિત પાત્રા, રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોની સાથે લઈને બિરેન સિંહે મણિપુરના રાજ્યપાલને રાજીનામું સોંપ્યું હતું.મણિપુરમાં CMના રાજીનામાં બાદ રાજ્યપાલનો વધુ એક મહત્ત્વપૂર્ણ આદેશ,આજે શરૂ થવાનું હતું વિધાનસભા સત્ર 2 - image



Google NewsGoogle News