VIDEO: ફરી ખેડૂત આંદોલન! ખેડૂતોને દિલ્હી જતા રોકવા કોંક્રિટની દીવાલ, લોખંડની જાળી, રોડ પર ખીલા અને બંદોબસ્ત...
Farmers Movement At Shambhu Border : ખેડૂતોના મુદ્દાઓને લઈને શંભુ બોર્ડર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનનો 12મો દિવસ શરૂ છે. ખેડૂત નેતા સરવન સિંહ પંધેરે કહ્યું કે, 'ખેડૂતો સાથે થઈ રહેલી ક્રૂરતાને લઈને હવે ચૂપ બેસવામાં આવશે નહીં.' તેમણે ઘોષણા કરી કે બુધવારના બપોરના 12 વાગ્યે 101 ખેડૂતોનું એક જૂથ શાંતિપૂર્વક દિલ્હી જવા રવાના થશે. સરવન સિંહે પંધેરે કહ્યું કે, 'અમારી ભુખ હડતાલના 12માં દિવસમાં પ્રવેશ કરી લીધો છે. આ સંઘર્ષ અમારા અધિકારો અને ન્યાય માટેનો છે. ખેડૂતોનું જૂથ શાંતિપૂર્વક આગળ વધશે અને કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે નહીં.' જ્યારે સરકારે ખેડૂતોને દિલ્હી જતા રોકવા કોંક્રિટની દીવાલ, લોખંડની જાળી, રોડ પર ખીલા અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ખેડૂતોને રોકવા માટે સરકારનો પ્રયાસ
સરવન સિંહે પંધેરે કહ્યું કે, 'શંભુ બોર્ડર પર ગત શુક્રવારે હરિયાણા પોલીસ સાથે અથડામણમાં 16 ખેડૂતો ઈજાગ્રસ્ત થયા છે અને આશરે 25 જેટલાં લોકો સામાન્ય ઈજાઓ પહોંચી છે.' બીજી તરફ, સરકારે પંજાબના ખેડૂતોની દિલ્હી કૂચને રોકવા માટે હરિયાણા-પંજાબ બોર્ડર પર બીજા દિવસે પણ સતર્કતા જાળવી રાખી હતી. જેમાં અંબાલા, હરિયાણા અને દિલ્હી-હરિયાણાની શંભુ બોર્ડર પર મોટાપાયે સુરક્ષા તૈનાત કરી દેવામાં આવી રહી છે. જેમાં ખેડૂતોને રોકવા માટે કોંક્રિટની દીવાલ, લોખંડની જાળી, રોડ પર ખીલા અને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જો કે, બોર્ડર પર બીજા દિવસે પણ ખેડૂતોની હલચલ ન થવાથી રસ્તો બંધ કરાયો નથી, પરંતુ કોઈપણ પરિસ્થિતિને નિવારવા માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
ખેડૂત આંદોલનનું રૂપ બદલાયું
આ વખતે ખેડૂત આંદોલનનું રૂપ બદલાઈ રહ્યું છે. ગઈ વખતે ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલી લઈને દિલ્હી જવા માંગતા હતા, પરંતુ આ વખતે થોડા કેટલાક દિવસથી હરિયાણા પંજાબની શંભુ બોર્ડર પર રહેલા ખેડૂતો ચાલીને જવા માટે દિલ્હી કૂચ કરવાનું એલાન કર્યું છે. જો કે, આ ખેડૂતોને દિલ્હીમાં આંદોલન માટે અનુમતિ મળી નથી. જ્યારે બોર્ડર પર બંને તરફથી વાહનોની અવરજવર શરુ છે.
આ પણ વાંચો: કોંગ્રેસમાં મોટા ફેરફારની તૈયારીઓ! યુપીની જેમ તમામ રાજ્યોમાં ભંગ થઈ શકે છે તમામ સમિતિઓ
હરિયાણાના ડીજીપીએ પંજાબના ડીજીપીને એક ચિઠ્ઠી લખીને જણાવ્યું હતું કે, મીડિયા કર્મીઓને પ્રદર્શન સ્થળથી ઓછામાં ઓછા એક કિલોમીટર દૂર રાખવા જેથી સુરક્ષા જળવાઈ અને કાયદો-વ્યવસ્થા પણ જળવાઈ રહે. જ્યારે ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખીને આજે શનિવારે એસપી રાજેશ કાલિયાએ પંજાબ બોર્ડર પર નિરીક્ષણ કર્યું હતું. જેમાં એસપી રાજેશે પોલીસકર્મીઓ અને અધિકારીઓને કાયદો-વ્યવસ્થા જાળવવા સૂચના આપી હતી. આ સાથે ફરજ પર હોય ત્યારે, પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને હેલ્મેટ, બોડી પ્રોટેક્ટર, કેન-શીલ્ડથી સજ્જ રહેવા નિર્દેશ કર્યો.
આ પણ વાંચો: ખાન સરની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, BPSC ઉમેદવારોના સમર્થનમાં કરી રહ્યા હતા પ્રદર્શન
આઠ મહિના બાદ ફરીથી ખેડૂતોને રોકાવાયાં
ફેબ્રુઆરીમાં ખેડૂતોને રોકવા માટે હરિયાણા-પંજાબ બોર્ડર પર નક્કર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમયે ઘગ્ગર નદી પુલ પર ખેડૂતોને રોકવા માટે નદીના પુલ પર કિલ્લા, સળિયા, સિમેન્ટના ભારી બ્લોક, બુલડોઝર, રોડ રોલર અને બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું હતું. જ્યારે દોઢ મહિના બાદ રસ્તો ખોલવામાં આવ્યો હતો. જેમાં હવે આઠ મહિના બાદ ફરીથી ખેડૂતોને રોકવાની સ્થિતિ ઊભી થઈ છે, ત્યારે બોર્ડર ફરીથી સુરક્ષા વધારી દેવાઈ હતી. જ્યારે પંજાબ તરફથી ખેડૂતોની કોઈ હલચલ નથી.