Get The App

સરકારનો મહત્વનો નિર્ણય, હવે 14 માર્ચ સુધી આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકાશે

તમારું આધાર ઓનલાઈન અપડેટ કરવા ઈચ્છો છો, તો તેના માટે કોઈ ચાર્જ લાગશે નહીં, અપડેટ કરવા માટે મફત સુવિધા ફરી એકવાર લંબાવવામાં આવી છે

UIDAIએ આપેલી માહિતી મુજબ અપડેટ કરવા માટે મફત સુવિધા ફરી એકવાર લંબાવીને 14મી માર્ચ સુધી કરવામાં આવી છે

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
સરકારનો મહત્વનો નિર્ણય, હવે  14 માર્ચ સુધી આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકાશે 1 - image


Aadhar Card Update: આધાર કાર્ડ બાબતે સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે જે લોકો આધાર કાર્ડ અપડેટ કરવા માટે મફત સુવિધા મેળવવા માંગે છે. તેઓ 14 માર્ચ સુધી ફ્રીમાં અપડેટ કરી શકશે. UIDAI એ My Aadhar Portal દ્વારા આધાર વિગતોના મફત અપડેટ માટે ફરીથી સમયમર્યાદા લંબાવી છે. UIDAI એ 11 ડિસેમ્બર, 2023 ના રોજ ઓફિસ મેમોરેન્ડમ જારી કર્યું છે. જેના આધારે આ સુવિધાને વધુ 3 મહિના એટલે કે 15 ડિસેમ્બરથી 14 માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

14 માર્ચ સુધી મળશે મફત સુવિધા 

આ નિર્ણય પછી, myAadhaar પોર્ટલ https://myaadhaar.uidai.gov.in/ દ્વારા દસ્તાવેજ અપડેટની સુવિધા 14 માર્ચ સુધી મફત રહેશે. નોંધનીય બાબત એ છે કે આ ફ્રી સુવિધા માત્ર ઓનલાઈન અપડેટ માટે જ ઉપલબ્ધ છે. જો તમે દસ્તાવેજો અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્રો પર જાઓ છો, તો તમારે 25 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

આધારને અપડેટ શા માટે રાખવું જોઈએ?

જેમણે છેલ્લા 10 વર્ષથી પોતાનાનું આધાર અપડેટ નથી કરાવ્યું તેમને UIDAI અપડેટ કરાવવાની સલાહ આપે છે. જેથી આધાર સંબંધિત છેતરપિંડી રોકી શકાય. વસ્તી વિષયક માહિતી માટે પણ આધાર અપડેટ કરવું જરૂરી છે. નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, ફોન નંબર અને ઈમેલ આઈડી જેવી માહિતી ઓનલાઈન અપડેટ કરી શકાય છે. જયારે ફોટો, આઇરિસ અથવા અન્ય બાયોમેટ્રિક માહિતી પણ અપડેટ કરી શકાય છે. આ માટે તમારે આધાર કેન્દ્રમાં જવું પડે છે. 

myAadharમાં અપડેટ કઈ રીતે કરી શકાય?

-https://myaadhaar.uidai.gov.in/ નામની સાઈટ પર જવાનું રહેશે 

- ત્યારબાદ તમારા આધાર નંબર કે એનરોલમેન્ટ નંબરની મદદથી લોગીન કરીને 'નામ/ સરનામું/ જન્મ તારીખ અપડેટ' બટન પર ક્લિક કરવું 

- ત્યારબાદ 'અપડેટ આધાર ઓનલાઈન' બટન પર ક્લિક કરવું 

- ઓપ્શન્સમાંથી જે અપડેટ કરવાનું છે તે પસંદ કરીને 'આધાર અપડેટ કરવા આગળ વધો' બટન પર ક્લિક કરો 

- એડ્રેસ અપડેટના કિસ્સામાં, વ્યક્તિએ એડ્રેસ પ્રૂફ જેવા અપડેટેડ પુરાવાની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે

-આ બધી સુવિધા હાલ મફતમાં મળી રહી છે. પરંતુ 14 માર્ચ 2024 પછી અપડેટ માટે 25 રૂપિયાનું પેમેન્ટ ઓનલાઈન લેવામાં આવશે

- આ પછી એક નવું વેબપેજ ખુલશે અને તેના પર 'સર્વિસ રિક્વેસ્ટ નંબર (SRN)'હશે. ભવિષ્યના સંદર્ભ માટે તેને સાચવવું જોઈએ. 

સરકારનો મહત્વનો નિર્ણય, હવે  14 માર્ચ સુધી આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકાશે 2 - image


Google NewsGoogle News