Get The App

જાતિ નહીં આર્થિક આધારે અનામત આપે સરકાર, કોઈ SC-ST નહીં બધા હિન્દુ જ છે: રામભદ્રાચાર્યની માગ

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
જાતિ નહીં આર્થિક આધારે અનામત આપે સરકાર, કોઈ SC-ST નહીં બધા હિન્દુ જ છે: રામભદ્રાચાર્યની માગ 1 - image


Image: Facebook

Jagadguru Ramanandacharya Swami: જયપુરમાં કથા કહેવા આવેલા જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું કે, 'સરકારે જાતિના આધારે અનામત ખતમ કરીને આર્થિક આધારે આપવી જોઈએ અને આ ટૂંક સમયમાં થવાનું છે. અમે સવર્ણ સમાજમાં જન્મ લઈને પાપ કર્યું નથી.

100 ટકા મેળવીને સવર્ણનું બાળક જૂતા સીવે અને ચાર ટકા લાવીને એસસીનું બાળક નોકરી મેળવે. આને ખતમ કરવું જ પડશે અને આ થશે જ. કોઈ SC, ST, OBC નહીં બધા હિંદુ એક છે, બધાં ભારતીય એક છે. આર્થિક આધારે અનામત કરી દો. ત્યારે આ જાતિ વાળું ગૃહ યુદ્ધ આપમેળે ખતમ થઈ જશે. '

આ પણ વાંચો: PM મોદીની યાદશક્તિ જતી રહી લાગે છે, અમે જે બોલીએ એ જ...: મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીનો કટાક્ષ

રાજસ્થાનના સીએમને લઈને કર્યો ચોંકાવનારો દાવો

સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું, 'બ્રાહ્મણ મુખથી નીકળ્યા છે, ક્ષત્રિય હાથથી, વૈશ્ય જાંઘથી અને શુદ્ર ચરણથી. ચરણ પર માથું ઝૂકે છે તો તે અપવિત્ર કેવી રીતે થઈ ગયું. હિન્દુઓમાં કોઈ અછૂત નથી. દેશમાં 80 ટકા હિન્દુ કરવા પડશે પછી તમામ સમસ્યા ખતમ થઈ જશે.'

રામભદ્રાચાર્યએ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સામે કહ્યું, 'જાણો છો જ્યારે મુખ્યમંત્રીની ચર્ચા ચાલી રહી હતી કે રાજસ્થાનના સીએમ કોણ બનશે તો મે ઉપર વાત કરી અને કહ્યું કે રાજસ્થાનના મુખ્યમંત્રી બ્રાહ્મણને બનાવો. તમામે કહ્યું કે કેવી રીતે શક્ય બનશે? વસુંધરાજી કેવી રીતે માનશે? ત્યારે મે કહ્યું કે તેમના જ મોઢે કહેવડાવો અને આ રીતે મારી સમજથી રાજસ્થાનને પહેલા બ્રાહ્મણ મુખ્યમંત્રી મળ્યા.' આ અવસરે જગદગુરુ રામભદ્રાચાર્યએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાની પણ અપીલ કરી. 


Google NewsGoogle News