Get The App

સરકારે પછાત વસ્તીનો પક્ષ લેવો જોઈએ...', CJI ચંદ્રચૂડે અલ્પસંખ્યકોને લઈને આપ્યું મોટું નિવેદન

Updated: Dec 3rd, 2023


Google NewsGoogle News
સરકારે પછાત વસ્તીનો પક્ષ લેવો જોઈએ...', CJI ચંદ્રચૂડે અલ્પસંખ્યકોને લઈને આપ્યું મોટું નિવેદન 1 - image


Image Source: Twitter

- જો કોઈ લોકતંત્ર પોતાના તમામ લોકોની જરૂરિયાતો વિશે ચર્ચાની રક્ષા ન કરી શકે  તો તે તેના વચનોથી પાછળ છે

નવી દિલ્હી, તા. 03 ડિસેમ્બર 2023, રવિવાર

CJI ડીવાય ચંદ્રચુડે શનિવારે કહ્યું હતું કે, લોકતંત્રમાં તમામ નાગરિકોને સ્વતંત્રતા હોવાનો અનુભવ કરાવવા માટે સરકારે પછાત વસ્તીનો પક્ષ લેવો જોઈએ, જે સંખ્યાત્મક અથવા સામાજિક અલ્પસંખ્યક હોઈ શકે છે. CJI ચંદ્રચુડે કહ્યું કે, લોકતંત્રમાં લોકોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે વિવિધ મંતવ્યો અને નાગરિક સમાજના સંગઠનો વચ્ચે સતત સંવાદની જરૂર હોય છે.

CJI ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, લોકતંત્રની સુંદરતા નૈતિક ભાવનામાં છે. લોકતંત્રમાં બહુમતનો પોતાનો રસ્તો હશે પરંતુ અલ્પસંખ્યકોને પણ પોતાની વાત કહેવાનો અધિકાર મળવો જોઈએ. CJIએ કહ્યું કે, લોકતંત્ર એ માન્યતા પર આધારિત છે કે, અધિકારનો કોઈ એવો પ્રાકૃતિક સ્ત્રોત નથી જે વ્યક્તિઓ પર શક્તિઓનો પ્રયોગ કરી શકે. એટલા માટે લોકો સ્વતંત્ર છે અને સમાન અધિકાર ધરાવે છે. 

લોકતંત્ર હજુ પણ અસ્ત-વ્યસ્ત 

CJI ચંદ્રચુડે ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (દેહરાદૂન)માં જસ્ટિસ કેશવ ચંદ્ર ધુલિયા મેમોરિયલ એસ્સે કોમ્પિટીશન કાર્યક્રમમાં કહ્યું કે, લોકતંત્ર હજુ પણ અસ્તવ્યસ્ત અને અપૂર્ણ છે પરંતુ તેમાં ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતો જડિત છે.

તેમણે આગળ કહ્યું કે, સહભાગી લોકતંત્રમાં માત્ર એક એવું લોકતંત્ર સામેલ છે જે વિચાર-વિમર્સને પ્રોત્સાહન આપે છે. જો કોઈ લોકતંત્ર પોતાના તમામ લોકોની જરૂરિયાતો વિશે ચર્ચાની રક્ષા ન કરી શકે  તો તે તેના વચનોથી પાછળ છે.


Google NewsGoogle News