સરકાર સનાતન બોર્ડ બનાવે અથવા વક્ફ બોર્ડ ખતમ કરે, મહાકુંભમાં અગ્નિ અખાડાના સચિવનું નિવેદન
Maha Kumbh Mela 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળો શરૂ થઈ ગયો છે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને અનેક હસ્તિઓ જોડાઈ રહ્યા છે. ત્યારે અગ્નિ અખાડાના સચિવ સ્વામી સંપૂર્ણાનંદજીએ પણ મહાકુંભના પહેલા અમૃત સ્નાન કરવા પધાર્યા હતા. કુંભમેળામાં મોદી અને યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની સંપૂર્ણાનંદજી મહારાજે પ્રશંસા કરી છે અને આ કાર્યક્રમને દિવ્ય અને ભવ્ય ગણાવ્યો છે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું છે કે, જો સનાતન બોર્ડની રચના ન થાય તો વક્ફ બોર્ડને પણ નાબૂદ કરી દેવું જોઈએ.
આ પણ વાંચો : મહાકુંભ મેળામાં બીમાર પડ્યા સ્ટીવ જોબ્સના પત્ની, કહ્યું- મેં આવી ભીડ ક્યારેય જોઈ નથી
મોદી અને યોગી સરકારની કુંભમેળાની વ્યવસ્થા પ્રશંસાને પાત્ર
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળામાં અગ્નિ અખાડાના સચિવ સ્વામી સંપૂર્ણાનંદજી પણ શાહીસ્નાન કરવા પહોંચ્યા હતા. મહાકુંભના પહેલા અમૃત સ્નાનમાં ભાગ લેનારા અગ્નિ અખાડાના સચિવ સ્વામી સંપૂર્ણાનંદજી મહારાજે મેળામાં કહ્યું કે, 'મોદી અને યોગી સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની પ્રશંસાને પાત્ર છે, ખરેખર આ કાર્યક્રમ દિવ્ય અને ભવ્ય કહી શકાય.'
જો સનાતન બોર્ડની રચના ન થાય તો વકફ બોર્ડ પણ નાબૂદ કરી દો
આ સાથે તેમણે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત વિપક્ષી નેતાઓ પર નિશાન સાધ્યું છે, તેમણે કહ્યું કે, 'સોશિયલ મીડિયા પર મહાકુંભની ખામીઓને વાયરલ કરતાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત વિપક્ષ નેતાઓને ટારગેટ કરતાં કહ્યું કે, મહાકુંભના નામે રાજકારણ કરનારાઓએ પહેલા અહીં આવવું જોઈએ અને અહીંની વ્યવસ્થાનો અભ્યાસ કરવો જોઈએ. એ પછી જ કંઈક કહેવું જોઈએ. આ ઉપરાંત તેમણે કહ્યું છે કે, જો સનાતન બોર્ડની રચના ન થાય તો વક્ફ બોર્ડને પણ નાબૂદ કરી દેવું જોઈએ.'
આ પણ વાંચો : પ્રયાગમાં મહાકુંભમાં સ્નાન કર્યા પછી કાશી વિશ્વનાથના દર્શન કરવા છે? જાણો નવા નિયમો
પોષ પૂર્ણિમા સ્નાન મહોત્સવના સફળ સમાપન પછી, પ્રયાગરાજ મહાકુંભ સોમવારથી શરૂ થયો. આ પછી, મંગળવારથી 'શાહી સ્નાન' પણ શરૂ થયું છે, જેને આ વર્ષે સરકારે 'અમૃત સ્નાન' નામ આપ્યું છે. અખાડાઓએ આ 'અમૃત સ્નાન' માટે શોભાયાત્રા શરૂ કરી દીધી છે. 'અમૃત સ્નાન' માટે સનાતન ધર્મના 13 અખાડાના સંતો પહેલા પવિત્ર સ્નાન કર્યુ હતું.