Get The App

ના હોય! આ રાજ્યની સરકાર આપી રહી છે મફત ગાય-ભેંસ! પશુપાલનનો 90 ટકા ખર્ચ પણ ઉઠાવશે

સરકારના નિર્ણયની માહિતી મધ્ય પ્રદેશ પશુપાલન વિભાગે તેના ઓફિશિયલ ટ્વિટર હેંડલ પર આપી છે

રાજ્યના દરેક જિલ્લામાં પસંદગીની 3 થી 4 બેંક શાખાઓ દ્વારા લોન આપવામાં આવશે

Updated: Feb 26th, 2023


Google NewsGoogle News
ના હોય! આ રાજ્યની સરકાર આપી રહી છે મફત ગાય-ભેંસ! પશુપાલનનો 90 ટકા ખર્ચ પણ ઉઠાવશે 1 - image

image : Wikipedia 


તા. 26 ફેબ્રુઆરી 2023, રવિવાર

ખેડૂતોની સાથે સાથે સરકાર પણ હવે આ માને છે કે ગ્રામીણ વિસ્તારમાં પશુપાલન આવકનો એક સૌથી મજબૂત સ્ત્રોત છે. પશુપાલનની મદદથી સરકાર ખેડૂતોની આવકમાં વધારો કરવાનો પ્રયાસ કરી રહી છે. હવે મધ્યપ્રદેશ સરકાર પણ આ દિશામાં આગળ વધતા આદિવાસી સમાજના બેરોજગાર લોકોને પશુપાલન સાથે જોડવાનું કામ કરી રહી છે. મધ્ય પ્રદેશ સરકાર દ્વારા આદિવાસી સમાજને ગાય અને  ભેંસ એમ બે પશુ મફત આપવામાં આવશે.

મફત મળશે ગાય-ભેંસ

મધ્ય પ્રદેશમાં આદિવાસી સમાજના લોકોની સંખ્યા ઠીકઠાક છે. આ સમાજને વધુ સહાયતા આપવા સરકાર આદિવાસી યુવાઓને પશુપાલન વ્યવસાય સાથે જોડવા જઈ રહી છે. સરકાર દ્વારા રાજ્યના બૈગા, ભારિયા અને સહરિયા સમાજના લોકોને પશુપાલન સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સમાજના પરિવારોને બે પશુ ગાય અથવા ભેંસ મફત આપવામાં આવશે. આ સિવાય આ પશુઓના ઘાસચારાથી લઈ તેમનાં પર ખર્ચ થતી રકમના 90 ટકા સરકાર આપશે. સરકારના નિર્ણયની માહિતી મધ્ય પ્રદેશ પશુપાલન વિભાગે તેના ઓફિશિયલ ટ્વિટર હેંડલ પર આપી છે.

આદિવાસી સમાજની આર્થિક સ્થિતિમાં થશે સુધારો

માનવામાં આવી રહ્યું છે કે સરકારના પગલાથી રાજ્યમાં ન ફક્ત પશુપાલનમાં વૃદ્ધિ થશે પણ તે સિવાય આદિવાસી લોકોની બેરોજગારીની સમસ્યા પણ દુર થશે. રોજગાર મળ્યા પછી આ સમાજના લોકોની પણ આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ ઉપરાંત રાજ્યમાં રખડતા પ્રાણીઓની સંખ્યામાં પણ ઘટાડો થશે.

રાજ્યમાં દૂધ ઉત્પાદન વધારવા પહેલા પણ લેવાયા છે આવા નિર્ણય 

એમપી સ્ટેટ કોઓપરેટીવ ડેરી ફેડરેશન અને સ્ટેટ બેંક ઓફ ઇંડિયાના એમઓયૂ મુજબ મધ્ય પ્રદેશના ખેડૂતોને હવે દુધાળા પશુઓ ખરીદવા માટે 10 લાખની લોન કોઈપણ ગેરંટી વગર આપવામાં આવશે. જેથી રાજ્યમાં દૂધનું ઉત્પાદન વધશે. એમઓયૂ મુજબ 2,4,6, અને 8 દુધાળા પશુઓ ખરીદવા માટે રાજ્યના દરેક જિલ્લામાં પસંદગીની 3 થી 4 બેંક શાખાઓ દ્વારા લોન આપવામાં આવશે.


Google NewsGoogle News