Get The App

જાપાન સરકારે STEPમાં ભાગ લેવા માટે ઈન્ડિયા ફાઉન્ડેશનના શૌર્ય ડોભાલને આપ્યું આમંત્રણ, જાણો વધુ વિગતો

Updated: Apr 3rd, 2023

GS TEAM


Google News
Google News
જાપાન સરકારે STEPમાં ભાગ લેવા માટે ઈન્ડિયા ફાઉન્ડેશનના શૌર્ય ડોભાલને આપ્યું આમંત્રણ, જાણો વધુ વિગતો 1 - image


નવી દિલ્હી, તા. 03 એપ્રિલ 2023, સોમવાર

ઈન્ડિયા ફાઉન્ડેશનના સ્થાપક નિયામક શૌર્ય ડોભાલને જાપાનના વિદેશ મંત્રાલય દ્વારા સ્ટ્રેટેજિક એક્સચેન્જ ઓન પ્રેક્ટિકલ લેવલ (STEP) કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. પોતાની યાત્રા દરમિયાન શૌર્ય ડોભાલે જાપાનના રાજકીય, શૈક્ષણિક, ખાનગી ક્ષેત્ર અને અર્થશાસ્ત્રના નિષ્ણાતો સાથે મુલાકાત કરી હતી. તેમણે  જાપાનના અર્થતંત્રમાં સરકાર અને ખાનગી ક્ષેત્ર કેવી રીતે સાથે મળીને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે કામ કરી રહ્યા છે તે અંગે અર્થતંત્રના દૃષ્ટિકોણથી પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. 

શૌર્ય ડોભાલ દિલ્હીમાં ઈન્ડિયા ફાઉન્ડેશન થિંક ટેક ચલાવે છે. જે રાજકીય, શૈક્ષણિક અને આર્થિક નિષ્ણાતો માટે એક મંચ તરીકે કાર્ય કરે છે. આ સિવાય તે ધર્મા લાઈફ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાખંડના ગ્રામીણ વિસ્તારોમાં પણ કામ કરી રહ્યા છે. શૌર્યની જાપાન મુલાકાત ઉત્તરાખંડ માટે એક સકારાત્મક અને દૂરંદેશી વિકાસ અને અર્થતંત્રની ખાતરી કરશે. 

STEP કાર્યક્રમ એ શૌર્ય ડોભાલ માટે જાપાનના આર્થિક અને રાજકીય વાતાવરણના સંદર્ભમાં સમજ મેળવવાની અને ભારતના વિકાસ પર તેમના જ્ઞાન અને કુશળતાને શેર કરવાની તક છે. તેમણે આ તક બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, 'હું જાપાનની નવીન નીતિઓ અને પ્રથાઓ વિશે જાણીને ઉત્સાહિત છું જેણે તેને વિશ્વની સૌથી સફળ અર્થવ્યવસ્થાઓમાંની એક બનાવી છે. મારુ માનવું છે કે આ પ્રકારના વિચારોના આદાન-પ્રદાનથી આપણા દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં અને ભારત અને જાપાનના વિકાસમાં યોગદાન આપવામાં મદદ કરશે.' 

શૌર્ય ડોભાલને જાપાન સરકાર દ્વારા આ આમંત્રણ તેમના પ્રયાસોની પ્રશંસા છે. ઈન્ડિયા ફાઉન્ડેશન ભારત માટે વધુ સારું ભવિષ્ય બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે અને શૌર્ય ડોભાલની જાપાનની મુલાકાત એ લક્ષ્ય મેળવવા માટે એક મહત્વપૂર્ણ પગલું હશે.

Tags :