Get The App

કેન્દ્ર સરકારે સ્ક્રેપ વેચીને 1163 કરોડની કમાણી કરી, બે ચંદ્રયાન-3 મિશન જેટલા રૂપિયા એકત્ર કર્યા

કેન્દ્ર સરકારે ભંગાર ફાઈલો, ખવાઈ ગયેલા ઓફિસના સાધનો અને જૂના વાહનો વેચીને રૂપિયા એકઠા કર્યા

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
કેન્દ્ર સરકારે સ્ક્રેપ વેચીને 1163 કરોડની કમાણી કરી, બે ચંદ્રયાન-3 મિશન જેટલા રૂપિયા એકત્ર કર્યા 1 - image


india earned crore by selling scrap : ભારતનું ત્રીજું ચંદ્રયાન મિશન ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થતા સફળ થયું હતું. ચંદ્રયાન-3નું લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું અને તે સાથે જ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવામાં ભારત પ્રથમ દેશ બન્યો હતો. આ સમગ્ર મિશનનો ખર્ચ લગભગ 600 કરોડ રૂપિયા થયો હતો. જો કે કેન્દ્ર સરકારે સ્ક્રેપ વેચીને કોરોડની કમાણી કરી લીધી છે.  

કેન્દ્ર સરકારે સ્ક્રેપ વેચીને આટલા કરોડની કમાણી કરી 

કેન્દ્ર સરકારે ભંગાર ફાઈલો, ખવાઈ ગયેલા ઓફિસના સાધનો અને જૂના વાહનો વેચીને ચંદ્રયાન-3 જેવા બે મિશનની કિંમત જેટલી રકમ એકત્ર કરી લીધી છે. સરકારે ઓક્ટોબર 2021થી અત્યાર સુધીમાં સ્ક્રેપ વેચીને અંદાજે રૂપિયા 1,163 કરોડની કમાણી કરી છે જ્યારે આ વર્ષે સરકારે માત્ર ઓક્ટોબર મહિનામાં જ રૂપિયા 557 કરોડની કમાણી કરી છે. આ રીતે સરકારે માત્ર ભંગાર વેચીને 1200 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 

સરકારી ઓફિસમાં ફિઝિકલ ફાઈલો દૂર કરીને 355 ચોરસ ફૂટ જગ્યા ખાલી કરી

તાજેતરના સરકારી અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારની કચેરીઓમાં ઓક્ટોબર 2021થી 96 લાખ ફિઝિકલ ફાઈલોને દૂર કરવામાં આવી છે અને કચેરીઓમાં લગભગ 355 ચોરસ ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી છે જેને કારણે ખાલી જગ્યાનો ઉપયોગ  મનોરંજન કેન્દ્રો તેમજ અન્ય ઉપયોગી હેતુઓ માટે થઈ રહ્યો છે. જે ફાઈલો દૂર કરવામાં આવી છે તેની તમામ વિગતો પહેલેથી જ કમ્પ્યુટર પર અપલોડ કરવામાં આવી છે.

રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહી આ વાત

અંતરીક્ષ રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે રશિયન મૂન મિશનનો ખર્ચ લગભગ 16,000 કરોડ રૂપિયા હતો અને મિશન નિષ્ફળ રહ્યું હતું, જ્યારે આપણા મિશનનો ખર્ચ 600 કરોડ રૂપિયા હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે હોલિવૂડ ફિલ્મોનું બજેટ પણ ભારતના ચંદ્રયાન-3 મિશન કરતા વધુ હોય છે ત્યારે કેન્દ્ર સરકારે સ્ક્રેપ વેચીને 1163 કરોડની આવકનો આંકડો દર્શાવે છે કે સ્વચ્છતા અંગેનો સરકારી કાર્યક્રમ કેટલો મોટો અને મહત્વપૂર્ણ રહ્યો છે.

કેન્દ્ર સરકારે સ્ક્રેપ વેચીને 1163 કરોડની કમાણી કરી, બે ચંદ્રયાન-3 મિશન જેટલા રૂપિયા એકત્ર કર્યા 2 - image


Google NewsGoogle News