ભારત સરકારે તાત્કાલિક આ 2 એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ, ડાઉનલોડ કરી હોય તો અત્યારે જ હટાવી દો

Updated: Jan 8th, 2024


Google NewsGoogle News
ભારત સરકારે તાત્કાલિક આ 2 એપ્લિકેશન પર મૂક્યો પ્રતિબંધ, ડાઉનલોડ કરી હોય તો અત્યારે જ હટાવી દો 1 - image


Image Source: Freepik

નવી દિલ્હી, તા. 08 જાન્યુઆરી 2024 સોમવાર

ગૂગલ અને એપલએ ભારતમાં પોતાના એપ સ્ટોરથી બે એપ્સ હટાવી દીધી છે. જે વિદેશી સિમ કાર્ડ (ઈ-સિમ) સર્વિસ આપતી હતી. આ એપ્સ પ્લે સ્ટોર અને એપ સ્ટોરથી હટાવી દેવાયા છે. ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગએ આ એપ્સને હટાવવાનો આદેશ આપ્યો હતો. સરકારને લાગે છે કે આ એપ્સનો ઉપયોગ સાઈબર ફ્રોડ માટે કરવામાં આવી રહ્યો હતો. સરળ શબ્દોમાં આ બે એપ્સ જેનાથી વિદેશી સિમ કાર્ડ મળી જતા હતા તેને ભારતમાં હવે ડાઉનલોડ કરી શકાશે નહીં. સરકારને ડર છે કે આ એપ્સનો ઉપયોગ લોકો સાથે ફ્રોડ કરવા માટે કરવામાં આવી શકે છે. સરકારે ભારતીય ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ અને ટેલિકોમ્યુનિકેશન કંપનીઓને પણ આ બે એપ્સની વેબસાઈટને ભારતમાં બ્લોક કરવા માટે કહ્યુ છે.

કઈ બે એપ્સ પર પ્રતિબંધ મૂકાયો

બે એપ્સ જેને બ્લોક કરી દેવાઈ છે. તે એરાલો (Airalo) અને હોલાફ્લાઈ (Holafly) છે. આ એપ્સ હવે ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરી શકાશે નહીં. આ બંને એપ્સ દુનિયાના અલગ-અલગ દેશોમાં સિમ કાર્ડ જેવી સેવાઓ આપતી હતી. જોકે એપલ અને ગૂગલે અત્યાર સુધી સત્તાવાર રીતે આ વિશે કોઈ નિવેદન આપ્યુ નથી. તેમણે ગુરુવારે સરકારના આદેશ બાદ આ એપ્સને હટાવી દીધી. 

શા માટે પ્રતિબંધ મૂકાયો

સરકારના અધિકારીઓએ કહ્યુ કે સાયબર ગુનેગારોએ ભારતમાં સાયબર ગુના કરવા અને નિર્દોષ નાગરિકો સાથે ફ્રોડ કરવા માટે અનધિકૃત ઈ-સિમનો ઉપયોગ કર્યો હતો. આ ઈ-સિમમાં આંતરરાષ્ટ્રીય ફોન નંબર રહેતા હતા, જેનાથી સાયબર ગુનાને સરળતાથી ઓળખવા મુશ્કેલ થઈ જતા હતા. 

આ એપ્સનો કરી શકો છો ઉપયોગ

ઈ-સિમ પ્રોવાઈડર, જે ફિઝિકલ સિમ કાર્ડની જરૂર વિના વોઈસ કોલિંગ અને ઈન્ટરનેટ ડેટા પેક માટે ડિજિટલ સિમ કાર્ડ આપે છે. તેમને ટેલિકોમ્યુનિકેશન વિભાગથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટની જરૂર હોય છે. જોકે, અન્ય ઈ-સિમ પ્રોવાઈડર જેમ કે નોમાડ ઈ-સિમ (Nomad eSIM), એલોએસઆઈએમ (aloSIM) હજુ પણ ભારતીય યૂઝર્સ માટે આ એપ સ્ટોર પર ડાઉનલોડ અને ઉપયોગ કરવા માટે ઉપલબ્ધ છે. 


Google NewsGoogle News