તમારા રસોડાની સુરક્ષા માટે સરકારે લીધો મોટો નિર્ણય, ઉલ્લંઘન કરનારને થશે દંડ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
તમારા રસોડાની સુરક્ષા માટે સરકારે લીધો મોટો નિર્ણય, ઉલ્લંઘન કરનારને થશે દંડ 1 - image


Image Source: Twitter

ISI Mark: કેન્દ્ર સરકારે રસોડાની સુરક્ષા, ગુણવત્તા અને કાર્યક્ષમતા વધારવાની દિશામાં એક મોટો નિર્ણય લીધો છે. સરકારે સ્ટેનલેસ સ્ટીલ (Stainless Steel) અને એલ્યુમિનિયમના વાસણો (Aluminium Utensils) માટે ભારતીય માનક બ્યૂરો (BIS)ના દિશા-નિર્દેશોને ફરજિયાત બનાવી દીધા છે. સરકારે કહ્યું કે આ નિર્ણયથી ઉપભોક્તાનો વિશ્વાસ વધશે અને ઉત્પાદકોને શ્રેષ્ઠ પ્રક્રિયાને અપનાવવા માટે પ્રોત્સાહિત થશે.

રસોડાનાં આ વાસણો માટે ISI માર્ક ફરજિયાત

ભારતીય માનક બ્યૂરો (BIS) એ આ જાણકારી આપી છે અને કહ્યું કે, આ પગલું ઉપભોક્તા સુરક્ષા અને ઉત્પાદનની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ઉઠાવવામાં આવ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) એ 14 માર્ચે ક્વોલિટી કંટ્રોલ આદેશ જારી કરીને રસોડાનાં આ વાસણો માટે ISI માર્ક ફરજિયાત કરી દીધો હતો.

ઉલ્લંઘન કરનારને થશે દંડ 

BIS એ ભારતીય માનક સંસ્થાન (ISI) માર્કને નિર્ધારિત કર્યો છે. આ ઉત્પાદનની ગુણવત્તા અને સુરક્ષાની ખાતરી આપે છે. BISના જણાવ્યા પ્રમાણે આદેશમાં એવા કોઈ પણ કોઈપણ સ્ટેનલેસ સ્ટીલ અથવા એલ્યુમિનિયમ વાસણોના ઉત્પાદન, આયાત, વેચાણ, વિતરણ, સંગ્રહ અથવા પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવામાં આવે છે જેના પર BIS માનક ચિહ્ન ન હોય. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આદેશનું ઉલ્લંઘન કરનારને દંડ ફટકારવામાં આવશે, જે ગ્રાહક સુરક્ષા અને ઉત્પાદન અખંડિતતા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.

સ્ટેનલેસ સ્ટીલ વાસણ: મજબૂતી અને સુંદરતા

સ્ટેનલેસ સ્ટીલના વાસણો લાંબા સમયથી વિશ્વભરના રસોડામાં પોતાની મજબૂતી, વિવિધ ઉપયોગો અને આકર્ષક દેખાવને કારણે પસંદ કરવામાં આવે છે. ક્રોમિયમ અને નિકલ, મોલિબ્ડેનમ અને મેંગનીઝ જેવી અન્ય ધાતુઓ સાથે સ્ટીલના મિશ્ર ધાતુથી બનેલ સ્ટેનલેસ સ્ટીલ પોતાના સંરક્ષણ પ્રતિકાર અને મજબૂત યાંત્રિક ગુણો માટે જાણીતું છે. BIS એ આ વિશેષતાઓને ભારતીય સ્ટાન્ડર્ડ IS 14756:2022માં સૂચિબદ્ધ કરી છે, જે રસોઈ બનાવવામાં, ભોજન કરવા પીરસવામાં અને સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના વાસણોની જરૂરિયાતોને સ્પષ્ટ કરવામાં આવ્યા છે. 

એલ્યુમિનિયમના વાસણ: હળવા અને ઉપયોગી

એલ્યુમિનિયમના વાસણો ઘરેલું અને વ્યાપારી રસોડા બંનેનો મુખ્ય આધાર છે. તે હળવા, શાનદાર ઉષ્મા વાહકતા, પોષણક્ષમતા અને મજબૂતી માટે ઓળખાય છે. BIS એ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ IS 1660:2024 તૈયાર કર્યો છે, જે હાર્ડ એનોડાઈઝ્ડ અને નોન-સ્ટીક અનરિન્ફોર્સ્ડ પ્લાસ્ટિક કોટિંગ સહીત 30 લિટર સુધીની ક્ષમતા સુધી નિર્મિત અને કાસ્ટ એલ્યુમિનિયમ વાસણો માટે સ્પષ્ટીકરણને રેખાંકિત કરે છે. આ માનક સુનિશ્ચિત કરે છે કે, એલ્યુમિનિયમના વાસણો ઉચ્ચતમ સામગ્રીની ગુણવત્તા અને પ્રદર્શન ધોરણોને પૂર્ણ કરે છે.

ગુણવત્તા અને ગ્રાહક વિશ્વાસની ખાતરી કરવી

સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો માટે BISના કડક ધોરણો એ સુનિશ્ચિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે કે દેશભરમાં ઘરો અને વ્યાપારી એકમોમાં ઉપયોગમાં લેવાતા રસોડાનાં વાસણો ઉચ્ચતમ સુરક્ષા અને ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરે છે. સખત પરીક્ષણ અને પ્રમાણપત્ર પ્રક્રિયાઓ લાગુ કરીને, BIS ઉપભોક્તાઓને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનોથી બચાવવામાં સહાયતા પ્રદાન કરવાની સાથે-સાથે એ સુનિશ્ચિત કરે છે કે, વાસણ ઉપયોગ કરવા માટે સુરક્ષિત અને લાંબા સમય સુધી ટકી રહે છે.

આ કાર્યવાહી ગ્રાહકોના વિશ્વાસમાં વધારો કરે છે અને ઉત્પાદકોને ઉત્પાદનમાં શ્રેષ્ઠ કાર્યપ્રણાલીઓને અનુસરવા પ્રોત્સાહિત કરે છે, જેનાથી ઉદ્યોગમાં સમગ્ર સુધારો થાય છે. BIS સ્ટાન્ડર્ડ માર્ક ગુણવત્તાના વિશ્વસનીય સૂચક તરીકે કામ કરે છે, ગ્રાહકોને સૂચિત વિકલ્પ બનાવવામાં માર્ગદર્શન આપે છે અને રસોડાના વાસણમાં શ્રેષ્ઠતા અને સુરક્ષાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. 



Google NewsGoogle News