સરકારે સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણો માટે ISIS માર્ક ફરજિયાત કર્યું
સરકારે રસોડામાં ઉપયોગમાં લેવાતા સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણોને રાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણોને અનુરૂપ બનાવવા ફરજિયાત કર્યા છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ કહ્યું કે આ પગલું ઉપભોક્તા સુરક્ષા અને ઉત્પાદનની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)એ 14 માર્ચે ક્વોલિટી કંટ્રોલ સંબંધિત એક આદેશ જારી કર્યો હતો, જેમાં રસોડાનાં આ વાસણો માટે આઈએસઆઈ માર્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. બીઆઈએસએ પ્રોડક્ટની ક્વોલિટી અને સેફ્ટીની ખાતરી માટે ઈન્ડયિન સ્ટાન્ડર્ડ ઈન્સટીટ્યુશન ચિહ્નિત કર્યું છે.
આદેશનું પાલન ન કરવા બદલ દંડ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'ગ્રાહક સુરક્ષા અને ઉત્પાદનોની ગુણવત્તા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરતો આ આદેશ છે. આ નિયમોનું પાલન ન કરવા બદલ દંડ વસૂલવામાં આવશે. સ્ટેનલેસ સ્ટીલ માટે IS 14756:2022 અને એલ્યુમિનિયમના વાસણો માટે IS 1660:2024 માર્ક નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ સ્ટાન્ડર્ડમાં સામગ્રીની આવશ્યકતાઓ, ડિઝાઇન માર્ગદર્શિકા અને પ્રદર્શન માપદંડનો સમાવેશ થાય છે.’