પાણી વહી ગયા પછી પાળ: NEETની પરીક્ષામાં કોઈ ગરબડ ન થાય માટે સરકારે બનાવ્યો પ્લાન

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
NEET exam Candidate



Government Plan for NEET Exam: NEET પરિક્ષા વિવાદ પછી લાંબા સમય રાહ જોયા બાદ આખરે NEET-PG પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાઇન્સએ જાણકારી આપી છે કે, આ વખતની NEET-PG પરીક્ષા 11 ઓગસ્ટ 2024ના રોજ કરવામા આવશે. આ પરીક્ષા એક જ દિવસમાં બે શિફ્ટમાં યોજાશે. અગાઉ ગત પરીક્ષામાં ગરબડ થયાની આશંકાથી પરીક્ષાના 12 કલાક પહેલા જ આ પરીક્ષાને રદ કરી દેવામાં આવી હતી. આ વખતે કોઇ સમસ્યા ન થાય તે માટે સરકારે માસ્ટર પ્લાન બનાવ્યો છે. આ વખતે ગૃહ મંત્રાલય સાયબર સેલ સાથે મળીને પરીક્ષાની સુરક્ષાની વ્યવસ્થા કરશે.


શિફ્ટ અંગે બાદમાં અપાશે જાણકારી

NEET-PG પરીક્ષા શિફ્ટ અંગે બાદમાં જાણકારી આપવામાં આવશે. જે ઉમેદવાર આ વર્ષની પરીક્ષામાં સામેલ થવા જઇ રહ્યા છે. તેઓ પરીક્ષા અંગેના નવા અપડેટ્સ માટે  natboard.edu.in વિઝિટ કરી શકે છે. કટ-ઓફ ડેટમાં 15 ઓગસ્ટ 2024 જ નક્કી કરવામાં આવી છે તેમાં કોઇ ફેરફાર કરાયો નથી.


ગૃહ મંત્રાલયની દેખરેખમાં થશે એક્ઝામ

આ વખતની NEET-PG પરીક્ષા હવે ગુહ મંત્રાલયની દેખરેખમાં યોજાશે. પેપર લીક જેવી સમસ્યાઓથી બચવા માટે પરીક્ષાના બે કલાક પહેલા પેપર તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય ઘણી સરકારી એજન્સીઓ કોઇ ગરબડ ન થાય તે જોવાનું કામ કરશે. આ અંગે ગૃહ મંત્રાલયની સાઇબર સેલ અને ટાટા કન્સલ્ટન્સી સાથે મિટીંગ પણ યોજાઇ હતી અને પરીક્ષાની સુરક્ષા માટે મજબુત આયોજન કરવામાં આવ્યું છે.


પેપર પેટર્ન બદલાયો

આ વખતની NEET-PG પરીક્ષામાં પેપર પેટર્ન પણ બદલવામાં આવ્યો છે. પરીક્ષાના થોડાક દિવસો પહેલા જ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પરીક્ષાને સમયમર્યાદામાં પણ બાંધવામાં આવ્યો છે . આ નિર્ણય પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

હવે પેપર મલ્ટીપલ ટાઇમ બાઉન્ડ સેક્શનમાં વહેંચવામાં આવશે. જેમ કે, પાંચ સેક્શન છે તો દરેક સેક્શન માટે 42 મિનીટનો ટાઇમ આપવામાં આવશે જેમાં 40 સવાલ પુછવામાં આવશે. નવા નિયમ મુજબ જ્યાં સુધી એક સેક્શન પૂરો નહી થાય એટલે કે નક્કી કરાયેલા સમય પૂર્ણ નહી થાય ત્યાં સુધી નવો સેક્શન આપવામાં આવશે નહી. એકવાર અપાયેલો સમય પૂર્ણ થઇ જાય તે પછી કેન્ડિડેટ ન તો પોતાના લખેલા જવાબ જોઇ શકશે કે ન તેમા કોઇ ફેરફાર કરી શકશે.


પરીક્ષાના દિવસ માટે ગાઇડલાઇન

કેન્ડિડેટે પરીક્ષા શરૂ થવાના ઓછામાં ઓછા 1.5 કલાક પહેલા કેન્દ્ર પર હાજર થવું પડશે. અગાઉ પરીક્ષાનો સમય સવારે 9 થી બપોરે 12:30 વાગ્યાનો હતો. જો કે, આ વખતની શિફ્ટનો સમય થોડા દિવસમાં જાહેર કરવામાં આવશે.

કોઇપણ પ્રકારનો ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પોતાની સાથે ના લઇ જશો. સાથે-સાથે કોઇપણ પ્રકારની કોપી કે પુસ્તક પણ પોતાની સાથે ના લઇ જશો.

પોતાની સાથે એડમિટ કાર્ડ તેમજ વેલિડ ફોટો આઇડી અવશ્ય લઇ જજો. નવા એડમિટ કાર્ડ ફરી જાહેર થઇ શકે છે. અપડેટ્સ જાણવા માટે natboard.edu.in વેબસાઇટની મૂલાકાત લેતા રહેજો.


Google NewsGoogle News