સરકારી નોકરી કરવાની મોટી તક, 1930 પદો પર ભરતી, જાણો સંપૂર્ણ વિગત

આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઉપર અને 40 થી વધુ ન હોવી જોઈએ

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
સરકારી નોકરી કરવાની મોટી તક, 1930 પદો પર ભરતી, જાણો સંપૂર્ણ વિગત 1 - image
Image Twitter 

Gove. Job 2024 :  યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)  દ્વારા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયના 'કર્મચારી રાજ્ય વીમા નિગમ' (ESIC)માં નર્સિંગ ઓફિસરના પદો માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમા 1930 પદો પર ભરતી કરવામાં આવશે. જેમા EWS માટે 193, OBCમાટે 446,  SC માટે 235 અને  ST માટે164 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ આર્ટિકલમાં આજે તેના વિશે વિગતે માહિતી આપવામાં આવી છે.

મહત્ત્વપૂર્ણ તારીખો

7 માર્ચ, 2024 આ દિવસથી અરજી પ્રક્રિયા શરુ થશે

27 માર્ચ, 2024  અરજી કરવાની છેલ્લી તારીખ

અરજી ફી

આ પોસ્ટ માટે અરજી માટે સામાન્ય વર્ગ, અન્ય પછાત વર્ગ, આર્થિક રીતે નબળો વર્ગ માટે ફીસ 100 રુપિયા છે. અન્ય કોઈ પણ વર્ગ માટે કોઈ ફી ભરવાની રહેતી નથી. 

કેટલી જગ્યાઓ ભરવામાં આવશે 

આ પોસ્ટ દ્વારા 1930 પદો પર ભરતી કરવામાં આવનાર છે. 

શૈક્ષણિક લાયકાત 

આ પોસ્ટ પર અરજી કરવા માટે તમારી પાસે માન્ય સંસ્થામાંથી બીએસસી નર્સિંગ અથવા જીએનએમ કોર્સની ડિગ્રી અને 1 વર્ષનો અનુભવ હોવો હોવો જરુરી છે. 

વયમર્યાદા

આ પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઉપર અને 40 થી વધુ ન હોવી જોઈએ.

પસંદગીની પ્રક્રિયા

આ પોસ્ટ પર અરજી કરવા માટે સૌથી પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવશે. તેમા પાસ થયા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, તે પછી મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે. આ દરેક પ્રોસેસ પૂરી થયા પછી ફાઈનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. 


Google NewsGoogle News