10મું પાસ માટે પોસ્ટ વિભાગમાં વેકેન્સી, 63000 રૂપિયા સુધી પગાર

Updated: Jan 11th, 2024


Google NewsGoogle News
10મું પાસ માટે પોસ્ટ વિભાગમાં વેકેન્સી, 63000 રૂપિયા સુધી પગાર 1 - image

India Post Recruitment 2024 Details : દેશના ડાક વિભાગમાં સરકારી નોકરી મેળવવાની સોનેરી તક આવી છે. જો તમે ધોરણ-10 પાસ છો અને સરકારી નોકરી (Sarkari Naukri) કરવામાં માંગો છો, તે ભારતીય ડાગ વિભાગ (India Postal Department) દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે.

જાણો, ભારતીય ડાગ વિભાગ માટેની તમામ માહિતી

ઉત્તર પ્રદેશ સર્કલમાં ડ્રાઈવરોના 78 પદ ભરવામાં આવશે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવારો વિભાગની સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર લૉગઈન કરી ઑનલાઈન અરજી કરી શકે છે. નોટિફિકેશન જારી થતા જ અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 16 ફેબ્રુઆરી અરજી કરાવની છેલ્લી તારીખ છે.

  • ઉંમર : ભરતી માટેની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષ હોવી જોઈએ. જુદા જુદા વર્ગોના અરજીકર્તાઓને સરકારી નિયમો મુજબ ઉંમરના છુટછાટ અપાશે.
  • શૈક્ષણિક લાયકાત : અરજીકર્તા માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા સંસ્થામાંથી ધોરણ-10 પાસ હોવો જરૂરી છે. અરજીકર્તા પાસે હેવી મોટર ડ્રાઈવિંગનું માન્ય લાયસન્સ અને ઓછામાં ઓછા 3 વર્ષનો ડ્રાઈવિંગનો અનુભવ હોવો જોઈએ.
  • પગાર અને ભથ્થાં : ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારને પે-સ્કેલ લેવલ-2 મુજબ મહિને 19900 રૂપિયાથી લઈને 63200 રૂપિયા પગાર મળશે.
  • પસંદગી પ્રક્રિયા : • રિટન એક્ઝામ • ડ્રાઇવિંગ ટેસ્ટ • પ્રેક્ટિકલ ટેસ્ટ • ડૉક્યૂમેન્ટ વેરિફિકેશન • મેડિકલ એક્ઝામિનેશન • મેરિટ લિસ્ટ

ફોર્મ ક્યાં સબમિટ કરવું

અરજીકર્તાઓએ પહેલા એપ્લિકેશન ફૉર્મની પ્રિન્ટ કાઢવાની રહેશે, ત્યારબાદ તેમાં તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ જોડી મેનેજર (GRA), મેલ મોટર સર્વિસ કાનપુર, જીપીઓ કમ્પાઉન્ડ, કાનપુર-208001, ઉત્તર પ્રદેશના સરનામે પોસ્ટ કરવાની રહેશે.


Google NewsGoogle News