Get The App

...તો નહીં મળે ‘ફ્રી રાશન’, બે મહિનામાં બદલાઈ જશે રાશનકાર્ડનો આ નિયમ, કેન્દ્ર સરકારે શરૂ કરી તૈયારી

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
...તો નહીં મળે ‘ફ્રી રાશન’, બે મહિનામાં બદલાઈ જશે રાશનકાર્ડનો આ નિયમ, કેન્દ્ર સરકારે શરૂ કરી તૈયારી 1 - image


Ration Card Update: જો તમે પણ રેશનકાર્ડ ધારક છો અને મફત રાશનના લાભાર્થી છો, તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે આગામી બે મહિનામાં રાશન સંબંધિત કેટલાક ફેરફારો થવા જઈ રહ્યા છે. જે તમારે જાણવા જરુરી છે. નવા નિયમ પ્રમાણે સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન તમારા માટે મુશ્કેલી બની શકે છે. તેથી, જો તમે પણ રાશન કાર્ડ ધારક છો, તો તમારે અહીં બતાવવામાં આવેલા સ્ટેપ્લ ફોલો કરવા જરુરી છે. જે તમને મુશ્કેલીઓનો સામનો ઓછો કરવો પડશે. અને સાથે સાથે તમને તમારું રાશન પણ નિરતંર મળતું રહેશે.

આ પણ વાંચો : વકફ બિલ મુદ્દે JPCની બેઠકમાં હંગામો, ખડગે પર ગંભીર આક્ષેપ કરાતા વિપક્ષી સાંસદો ભડક્યા

આ નિયમોમાં કરવામાં આવ્યો છે ફેરફાર

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોનું E-KYC કરવામાં આવ્યું હતું, જેનો અર્થ એ થયો કે જેમની KYC થઈ ગઈ છે, માત્ર તેઓ જ મફત રાશનનો લાભ મેળવી શકશે, જેનાથી રાશન વિતરણ વ્યવસ્થામાં થતા ગોટાળાને ઘણી હદ સુધી અટકાવી શકાય. હવે સરકારે E-KYCની છેલ્લી તારીખ વધારીને 31 ડિસેમ્બર કરી દીધી છે, એટલે કે તમારે કોઈપણ સંજોગોમાં 31 ડિસેમ્બર સુધીમાં E-KYC કરાવવું પડશે, જો તમે આમ નહીં કરો તો તમને મફત રાશનનો લાભ નહીં મળે. અત્રે ઉલ્લેખનીય છે કે, આધાર કાર્ડ વિના E-KYC શક્ય નથી, તેથી તમારું આધાર કાર્ડ અપડેટ કરાવો અને તમારો મોબાઈલ નંબર તેની સાથે લિંક કરવાનું ભૂલશો નહીં.

આ રીતે કરાવો ઈ-કેવાયસી

તમારે ઈ-કેવાયસી માટે બાયોમેટ્રિક્સ કરાવવાનું રહેશે, જેની મદદથી તમારા રાશનની KYC પ્રક્રિયા પૂરી થઈ જશે. સરકાર કેવાયસી દ્વારા એવા રેશનકાર્ડ ધારકોની ઓળખ કરી રહી છે, જેઓ ખરેખર મફત રાશન માટે પાત્ર છે. જો તમે પણ ઈ-કેવાયસી કરાવવા માંગો છો, તો તમે ઘરે બેઠા-બેઠા પણ  કરાવી શકો છો. અથવા તમે તમારા નજીકના રેશન સેન્ટરમાંથી તેને પૂર્ણ કરાવી શકો છો. જો તમે ઓનલાઈન પ્રક્રિયા અપનાવવા માંગો છો, તો રાજ્ય સરકારની અધિકૃત વેબસાઈટ પર જઈને E-KYC નો વિકલ્પ પસંદ કરો અને તમારા આધાર નંબર દ્વારા ત્યાં બાયોમેટ્રિક વેરિફિકેશન કરી શકો છો. 

ઇ-કેવાયસી કરાવવું શા માટે જરૂરી છે?

અત્રે નોંધનીય છે, કે છેલ્લા ઘણા વર્ષોથી મફતમાં રાશન મળી રહ્યું છે. જેમા કેટલાક લોકો આ રાશનનો લાભ લઈ રહ્યા છે, જેઓ ખરેખર તેના માટે લાયક નથી. સરકાર દ્વારા તેમની છટણી કરવા અને તેમની પાસેથી વસૂલી કરવા માટે ઇ-કેવાયસીનો વિકલ્પ રજૂ કર્યો છે. એનો અર્થ એ થયો કે હવે ફક્ત તે જ વ્યક્તિ રાશન મેળવી શકશે, જેમની કેવાયસી થઈ ગઈ છે, અને રાશનની દુકાન પર પણ તમારે પહેલા તમારા અંગૂઠાથી બાયોમેટ્રિક પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે અને તમારી ઓળખ કરવી પડશે, તો જ તમને રાશન મળી શકશે.



Google NewsGoogle News