ઈતિહાસમાં પહેલી વાર જેલથી સરકાર! કેજરીવાલ રાજીનામું નહીં આપે તો શું થશે, શું આવું શક્ય છે?

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
ઈતિહાસમાં પહેલી વાર જેલથી સરકાર! કેજરીવાલ રાજીનામું નહીં આપે તો શું થશે, શું આવું શક્ય છે? 1 - image


Image Source: Facebook

નવી દિલ્હી, તા. 22 માર્ચ 2024 શનિવાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુરુવારે સાંજે ઈડીએ ધરપકડ કરી લીધી. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું કે, આ ધરપકડ છતાં કેજરીવાલ પોતાનું પદ છોડશે નહીં અને જેલમાં રહીને જ સરકાર ચલાવશે.

આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને લાંબા સમયથી ધરપકડની આશંકા સતાવી રહી હતી. આનાથી સુરક્ષા મેળવવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક સતત બીજા દિવસે દિલ્હી હાઈકોર્ટના શરણે પહોંચ્યા. ગુરૂવારે હાઈકોર્ટે ઈડીની પુરાવા ધરાવતી ફાઈલ પણ જોઈ અને પછી કેજરીવાલને રાહત આપવાનો ઈનકાર કરી દીધો. 

કોર્ટમાંથી કેજરીવાલને ઝટકો લાગ્યાના થોડા સમય બાદ જ ઈડીની ટીમ તેમના ઘરે પહોંચી ગઈ. લગભગ બે કલાક સુધી પૂછપરછ બાદ કેજરીવાલની ધરપકડ કરી લેવાઈ. કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કરી દીધુ કે તેઓ મુખ્યમંત્રીની ખુરશી છોડવાના નથી. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કહ્યુ કે કેજરીવાલની ધરપકડ કરી દેવાઈ છે પરંતુ તેઓ જેલથી જ સરકાર ચલાવશે. આતિશીએ કહ્યુ, તેઓ દિલ્હીના મુખ્યમંત્રી રહેશે. આતિશીએ કહ્યું કે જરૂર પડી તો સુપ્રીમ કોર્ટમાં કેસ ફાઈલ કરીને વિશેષ મંજૂરી લેવામાં આવશે કે કેજરીવાલ જેલમાં અધિકારીઓ અને કેબિનેટની બેઠક લઈ શકે. 

દિલ્હીમાં અભિયાન ચલાવ્યું હતું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગયા વર્ષે ઓક્ટોબરમાં જ ઈડીએ સમન્સ મોકલ્યુ હતુ. ત્યારથી જ આમ આદમી પાર્ટીએ તેમની ધરપકડની આશંકા વ્યક્ત કરી હતી. તેને જોતા આમ આદમી પાર્ટીએ ‘મૈ ભી કેજરીવાલ’ નામથી એક અભિયાન ચલાવ્યું હતું અને દિલ્હીના લોકોને પૂછ્યું હતું કે ધરપકડ બાદ કેજરીવાલે રાજીનામું આપવું જોઈએ કે જેલમાંથી સરકાર ચલાવવી જોઈએ? ત્યાર પછી આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે દિલ્હીની મોટાભાગની પ્રજા આ પક્ષમાં છે કે કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવે. 

જેલથી સરકાર ચલાવવી શક્ય છે?

લાલુ પ્રસાદ યાદવથી લઈને હેમંત સોરેન સુધી ઘણા મુખ્યમંત્રીઓને ભ્રષ્ટાચારના આરોપોમાં જેલ જવુ પડ્યુ છે. જોકે, આ તમામ નેતાઓએ જેલ ગયા પહેલા પોતાનુ પદ છોડી દીધુ પરંતુ જો કેજરીવાલ રાજીનામુ આપતા નથી તો એ શક્ય છે કે આ પહેલી વખત હશે જ્યારે કોઈ મુખ્યમંત્રી જેલની અંદર બંધ હશે. મોટો પ્રશ્ન એ ઉઠે છે કે શું કેજરીવાલ જેલથી સરકાર ચલાવી શકે છે? જાણકારો અનુસાર કેજરીવાલની સામે એવી કોઈ કાયદાકીય જવાબદારી તો નથી. બંધારણમાં આ વાતનો ક્યાંય ઉલ્લેખ નથી કે જો કોઈ મંત્રી કે મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવે છે તો તેને પદ છોડવુ પડશે કે નહીં. જોકે, આ નૈતિકતાનો પ્રશ્ન જરૂર છે.

મહત્ત્વની વાત એ છે કે કેજરીવાલે પોતાની પાસે કોઈ વિભાગ રાખ્યો નથી. જોકે, તેમને કેબિનેટની બેઠકો લેવાની હોય છે અને અધિકારીઓ સાથે મીટિંગ અને ફાઈલોના ઉકેલ સહિત ઘણાં કામ કરવાના હોય છે. જો કેજરીવાલ જેલમાં રહીને મુખ્યમંત્રી પદ સંભાળે છે તો સરકારના કાર્યમાં અવરોધ જરૂર આવશે. આ પહેલા જ્યારે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી હતી તો તે મહિના સુધી મંત્રી બની રહ્યા હતા. જોકે, તેમના મંત્રાલય અન્ય મંત્રીઓને સોંપી દેવાયા હતા. 


Google NewsGoogle News