રામલીલા મેદાનમાં હુંકાર... શું કરશે કેન્દ્ર સરકાર? જાણો OPS કરતા કેટલી અલગ છે NPS

1 ઓક્ટોબરથી દિલ્લીના રામલીલા મેદાનમાં સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં થયા એકઠા

સરકારી કર્મચારીઓની માંગ છે કે જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવામાં આવે

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
રામલીલા મેદાનમાં હુંકાર... શું કરશે કેન્દ્ર સરકાર? જાણો OPS કરતા કેટલી અલગ છે NPS 1 - image


Government Employees Pension: કેન્દ્ર સરકાર અને નોન બીજેપી શાસિત રાજ્યો વચ્ચે લાંબા સમયથી નવી અને જૂની પેન્શન યોજનાને લઈને ટકરાવની સ્થિતિ છે. આ બાબતે દિલ્લીના રામલીલા મેદાનમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. રામલીલા મેદાનમાં સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. આથી આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આખરે આ જૂની પેન્શન યોજના (OPS) શું છે અને તે નવી પેન્શન યોજનાથી (NPS) કઈ રીતે અલગ છે? 

રામલીલા મેદાનમાં હુંકાર... શું કરશે કેન્દ્ર સરકાર? જાણો OPS કરતા કેટલી અલગ છે NPS 2 - image

જૂની પેન્શન યોજનાને આ રીતે સમજો 

આ પેન્શન યોજના અંતર્ગત નિવૃત કર્મચારીને ફરજીયાત પેન્શનો અધિકાર મળે છે. જે નિવૃત્તિ સમયે મળતા મૂળ પગારના 50 ટકા હોય છે. એટલે કે કર્મચારી જેટલા બેઝીક-પે પર પોતાની નોકરી પૂરી કરીને નિવૃત થાય છે, એતેનો અડધો ભાગ તેને નિવૃત્તિ સમયે પેન્શનના રૂપમાં મળે છે. આ યોજનાનો લાભ 2004 પહેલા નિવૃત થયેલા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળે છે. તેમજ 2004 પછી નિવૃત્તિ થતા સરકારી કર્મચારીઓને આ નવી પેન્શન યોજનાનો લાભ મળશે. 

જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના વચ્ચે અંતર શું છે?

જૂની પેન્શન યોજના 

- આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ સમયે મળતા પગારની અડધી રકમ પેન્શન રૂપે આપવામાં આવતી હતી

- OPS અંતર્ગત કર્મચારીઓના પગારમાંથી પેન્શન માટે કોઈ રકમ કાપવામાં આવતી નથી

- જૂની પેન્શન યોજનામાં સરકાર પેન્શનનું પેમેન્ટ તેના ખજાનામાંથી કરે છે 

- આ યોજનામાં 20 લાખ સુધીની ગ્રેચ્યુટી મળે છે 

- આમાં જનરલ પ્રોવિડંડ ફંડની જોગવાઈ છે 

- 6 મહિના પછી મોંઘવારી ભથ્થું વધારવની જોગવાઈ પણ છે 

નવી પેન્શન યોજનામાં શું છે ?

- કર્મચારીની બેઝીક સેલેરી અને મોંઘવારી ભથ્થુંમાંથી 10 ટકા હિસ્સો કપાશે 

- આવી પેન્શન યોજના શેર બજાર પર આધારિત છે, આથી તે સુરક્ષિત નથી 

- આમાં 6 મહિના બાદ મોંઘવારી ભથ્થું વધવાની કોઈ જોગવાઈ નથી

- નિવૃત્તિ બાદ નિશ્ચિત પેન્શનની કોઈ ગેરેંટી નથી 

- આ યોજનામાં ટેક્સ પણ કપાઈ છે

- નિવૃત્તિ બાદ પેન્શન મેળવવા માટે તમારે 40 ટકા NPSના હિસ્સાને એન્યુટીમાં રોકાણ કરવાનું રહશે

ક્યાં રાજ્યમાં છે હાલ જૂની પેન્શન યોજના 

નવી પેન્શન યોજનાનો વિરોધ દર્શાવવા માટે પાંચ રાજ્યોમાં જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જેમાં સૌથી પહેલા રાજસ્થાનમાં તેને અમલમાં મુકવામાં આવી. ત્યારબાદ છતીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં આ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેનો મતલબ એવો થાય કે આ રાજ્યોના સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના અંતર્ગત  દર મહીને કોઈપણ કપાત વગર પેન્શનનો લાભ મળશે.  

સરકારી ખજાના પર બોજની ગણતરી 

સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે જૂની પેન્શન યોજના સરકારના ખજાના પર બોજા રૂપ છે. જે બાબતે સપ્ટેમ્બર મહિનામાં RBI એ એક રીપોર્ટ રજુ કર્યો હતો. જેમાં તેણે આંકડાકીય માહિતી રજુ કરી હતી. જે મુજબ જૂની પેન્શન યોજના અમલમાં લાવવાથી રાજકોષીય સંસાધનો પર વધુ દબાવ જોવા મળશે અને રાજ્યની બચત પર પણ અસર દેખાશે. RBI મુજબ તેના આ અભ્યાસમાં એવું જણાવવામાં આવ્યું છે કે જૂની પેન્શન યોજના ફરી અમલમાં લાવવાથી ટૂંક સમયમાં રાજ્યના પેન્શન ખર્ચમાં ઘટાડો જોવા મળશે, પરંતુ ભવિષ્યમાં અનફંડેડ પેન્શન દેવામાં મોટો વધારો જોવા મળશે. જૂની પેન્શન યોજનાના કરને વધતા પેન્શન બોજ 2030 સુધી રાજ્યોની નવી પેન્શન યોજનામાં આપવામાં આવતા યોજ્ડાણથી વધુ હશે.  


Google NewsGoogle News