અશ્લીલ કન્ટેન્ટ સામે કેન્દ્રની ડિજિટલ સ્ટ્રાઈકઃ 18 OTT, 19 વેબ, 10 એપ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલ બ્લોક

આ પ્લેટફોર્મ્સ IT એક્ટના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરી રહ્યા હતા

Updated: Mar 14th, 2024


Google NewsGoogle News
અશ્લીલ કન્ટેન્ટ સામે કેન્દ્રની ડિજિટલ સ્ટ્રાઈકઃ 18 OTT, 19 વેબ, 10 એપ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલ બ્લોક 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 14 માર્ચ 2024, ગુરૂવાર

કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટ સામે ફરી એકવાર આક્રમક કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે આ પ્રકારનું કન્ટેન્ટ પીરસતા 18 OTT પ્લેટફોર્મ, 19 વેબસાઈટ, 10 એપ અને 57 ઓટીટી સોશિયલ મીડિયા હેન્ડલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ પ્લેટફોર્મ અનેક વખત ચેતવણી આપી હતી. આમ છતાં, તેઓ દ્વારા આઈટી એક્ટના નિયમોનું વારંવાર ઉલ્લંઘન થતું હતું. 

માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું કે, ‘આ ઓટીટી પ્લેટફોર્મ પર વાંધાજનક કન્ટેન્ટ પ્રસારિત કરાઈ રહ્યું હતું. આ એપ્સને Gooogle Play Store અને Apple App Store પરથી હટાવી દેવાઈ છે.’ એક અહેવાલ પ્રમાણે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ 18 OTT પ્લેટફોર્મને અશ્લીલ કન્ટેન્ટ હટાવવા માટે અનેક વખત ચેતવણી આપી હતી. 

આ 18 OTT એપ્સ પર લગાવ્યો પ્રતિબંધ

જે 18 ઓટીટી એપને હટાવી દેવાઈ છે, જેમાં Dreams Films, Voovi, Yessma, Uncut Adda, TriFlicks, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, Xtramood, Nuefliks, MoodX, Mojflix, Hot Shots VIP, Fugi, Chikooflix અને PrimePlay સામેલ છે. કેન્દ્ર સરકારે આ 18 OTT એપ સાથે 19 વેબસાઈટ અને 10 એપ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ 10માંથી સાત એપ Gooogle Play Store પર અને ત્રણ Apple App Store પરથી હટાવી દેવાઈ છે. 

સરકારનું કહેવું છે કે આ પ્લેટફોર્મ અને એપ્સ પર આ પ્રતિબંધ IT એક્ટ 2000ની કલમ 67 અને 67A, IPCની કલમ 292 અને IRWA (Indecent Representation of Women Prohibition Act) 1986ની કલમ 4 હેઠળ લગાવાયો છે.

સોશિયલ મીડિયા ચેનલ્સ પણ કરાઈ બ્લોક

પ્રતિબંધ લાદવામાં આવેલા આ એપમાંથી એકને ગૂગલ પ્લે સ્ટોર પર એક કરોડથી વધુ ડાઉનલોડ કરાઈ હતી. બીજી તરફ બે એપ્સ 50 લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ હતી. આ એપ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, X અને YouTube પર અશ્લીલ સામગ્રીવાળી ફિલ્મોના ટ્રેલર પ્રસારિત કરી રહી હતી. આવા 57 સોશિયલ મીડિયા હેન્ડલ પણ બ્લોક કરાયા છે. આ કન્ટેન્ટ ધરાવતી હોય તેવી ફેસબુક પર 12, ઈન્સ્ટાગ્રામ પર 17, એક્સ પર 16 અને યુ-ટ્યુબ પર 12 ચેનલ બ્લોક કરાઈ છે.



Google NewsGoogle News