Get The App

2024ની ચૂંટણી પહેલા ખુશખબરી! પેટ્રોલ-ડિઝલના ભાવમાં 10 રૂપિયા સુધીનો ઘટાડો થવાની શક્યતા

પેટ્રોલિયમ મંત્રાલય અને નાણામંત્રાલયે પેટ્રોલ-ડિઝલની કિંમતો ઘટાડવા ચર્ચા શરૂ કરી

ઓઈલ કંપનીઓ સાથે પણ વાતચીત : ચૂંટણી પહેલા પ્રજાને રાહત મળવાના અણસાર

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
2024ની ચૂંટણી પહેલા ખુશખબરી! પેટ્રોલ-ડિઝલના ભાવમાં 10 રૂપિયા સુધીનો ઘટાડો થવાની શક્યતા 1 - image

નવી દિલ્હી, તા.28 નવેમ્બર-2023, ગુરુવાર

Petrol-Diesel Price Reduce : આગામી વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે, ત્યારે પ્રજાને મોંઘવારી રાહત આપવા કેન્દ્ર સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અહેવાલો મુજબ કેન્દ્ર સરકાર ટુંક સમયમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ઘટાડો કરવાની જાહેર કરી શકે છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં રૂપિયા 6થી 10નો ઘટાડો થવાની સંભાવના છે. કેન્દ્ર સરકાર ભાવ ઘટાડવા ઓઈલ કંપનીઓ સાથે ચર્ચા કરી રહી છે. ગયા વર્ષની 22મી મેથી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. કેન્દ્ર સરકારે છેલ્લે આબકારી જકાતમાં ઘટાડો કર્યો હતો. આ દરમિયાન પ્રતિ લિટર પેટ્રોલમાં 13 રૂપિયાનો અને ડિઝલમાં 16 રૂપિયાનો કાપ મુકાયો હતો.

પેટ્રોલિયમ-નાણા મંત્રાલય વચ્ચે ભાવ ઘટાડવા ચર્ચા

પેટ્રોલ અને ડિઝલની કિંમતો ઘટાડવા પેટ્રોલિયમ મંત્રાલય અને નાણામંત્રાલયે ચર્ચા શરૂ કરી દીધી છે. ઉપરાંત ઓઈલ કંપનીઓ સાથે પણ વાતચીત ચાલી રહી છે. જો બધુ યોગ્યરીતે પાર પડશે તો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં 6 રૂપિયાથી 10 રૂપિયા સુધી સસ્તુ થઈ શકે છે.

દિલ્હીમાં પેટ્રોલ-ડિઝલના ભાવ

ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન (IOCL)ની વેબસાઈટ iocl.com પર જણાવ્યા મુજબ દિલ્હીથી લઈને કોલકતા સુધી પેટ્રોલ-ડિઝલની કિંમતો સ્થિર છે. દિલ્હીમાં આજે પ્રતિલીટર પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડિઝલનો ભાવ 89.62 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલની 106.31, ડિઝલના 94.27, ચેન્નાઈમાં પેટ્રોલના 102.63, ડિઝલના 94.24 રૂપિયા, જ્યારે કોલકાતામાં પેટ્રોલના 106.03 અને ડિઝલના 92.76 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે.

ક્રુડ ઓઈલની કિંમતોમાં ઘટાડો

ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક મહિનામાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલ (Crude oil)ની કિંમતોમાં ઘટાડો થયો છે. તાજેતરમાં પ્રતિ બેરલ ક્રુડ ઓઈલનો ભાવ 80 ડૉલરની આસપાસ છે. હવે પ્રજાને પણ મોંઘવારી થોડી રાહત મળવાની આશા છે.


Google NewsGoogle News