Get The App

પૂર્વ CJI ચંદ્રચૂડને મહત્ત્વનો હોદ્દો મળી શકે છે, PM મોદી સાથેની બેઠકમાં રાહુલ ગાંધી પણ હતા હાજર

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
પૂર્વ CJI ચંદ્રચૂડને મહત્ત્વનો હોદ્દો મળી શકે છે, PM મોદી સાથેની બેઠકમાં રાહુલ ગાંધી પણ હતા હાજર 1 - image


India Former Chief Justice DY Chandrachud : રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)માં નવા અધ્યક્ષની પસંદગી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની આગેવાની હેઠળની સમિતિએ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah), લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ NHRCના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના પૂર્વ સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડની પસંદગી થઈ શકે છે. બીજીતરફ એવા પણ અહેવાલ સામે આવ્યા છે કે, સમિતિમાં સામેલ વિપક્ષના સભ્યોએ સરકાર દ્વારા અધ્યક્ષ અને એક સભ્યની કરેલી પસંદગી મામલે અસંમતી વ્યક્ત કરી છે.

NHRCનું અધ્યક્ષ પદ એક જૂનથી ખાલી

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ અરૂણ કુમાર મિશ્રાનો પહેલી જૂને કાર્યકાળ સમાપ્ત થયો હતો, ત્યારબાદ NHRCનું અધ્યક્ષ પદ ખાલી છે. મિશ્રા બાદ NHRCના સભ્ય વિજયા ભારતી સયાનીની કાર્યવાહન અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

પસંદગી સમિતિના ભલામણ બાદ રાષ્ટ્રપતિ મંજૂરી આપશે

ઉલ્લેખનીય છે કે, સૌપ્રથમ પસંદગી સમિતિના સભ્યો ભારતના પૂર્વ સીજેઆઈ અથવા સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશને એનએચઆરસીના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કરશે. ત્યારબાદ તેઓના નામની ભલામણ રાષ્ટ્રપતિને મોકલાશે અને પછી એનએચઆરસીના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે.

આ પણ વાંચો : કોંગ્રેસે મર્યાદા તોડી, આદિવાસી મહિલા સાથે દુર્વ્યવહાર: શિવરાજ સિંહ ચૌહાણનો ગંભીર આરોપ

વિપક્ષી સભ્યો ટૂંક સમયમાં અસંમતિનો પત્ર મોકલશે

સૂત્રોનો જણાવ્યા મુજબ, પસંદગી સમિતિમાં સામેલ વિપક્ષી સભ્યો ટૂંક સમયમાં અસંમતિનો પત્ર મોકલશે. જોકે બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યો, તે અંગે તેઓએ બોલવાનો ઈન્કાર કરી દીધો છે. રિપોર્ટ મુજબ આ મામલે ટૂંક સમયમાં નોટિફિકિશન જાહેર કરવામાં આવી શકે છે.

ચંદ્રચૂડને NHRCના અધ્યક્ષ બનાવાશે?

તમામ રિપોર્ટો સામે આવ્યા બાદ જે નામોની અટકળો ચાલી રહી છે, તેમાં તાજેતરમાં જ સેવાનિવૃત્ત થયેલા ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડનું નામ પણ સામેલ છે. ચંદ્રચૂડ આઠમી નવેમ્બરના રોજ નિવૃત્ત થયા હતા. આ પહેલા ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એચ.એલ.દત્તૂ અને કે.જી.બાલાકૃષ્ણન પણ એનએચઆરસીના અધ્યક્ષ રહી ચુક્યા છે.

આ પણ વાંચો : યુપી-હરિયાણા-રાજસ્થાનમાં ફટાકડા પર પ્રતિબંધ: દિલ્હીમાં પ્રદૂષણ વધતાં સુપ્રીમ કોર્ટનો આદેશ


Google NewsGoogle News