Get The App

કેન્દ્રએ તબીબોને હડતાળ સમેટી લેવા કરી અપીલ, સુરક્ષા સુનિશ્ચિત કરવા બનાવાશે પેનલ

Updated: Aug 17th, 2024


Google NewsGoogle News
Doctor Protest



Government Appeal to Doctors : કોલકાત્તામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે અને દેશભરના ડૉક્ટરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન દ્વારા 17 ઑગસ્ટે 24 કલાકની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. હવે આ મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક પ્રેસ રિલીઝ દ્વારા ડૉક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની બાહેંધરી આપી છે. આ સિવાય જરૂરી પગલાં લેવા માટે એક કમિટી બનાવી સૂચનો માંગવામાં આવશે. ડેન્ગ્યુ અને મલેરિયાના વધી રહેલા કેસના કારણે મંત્રાલય દ્વારા ડૉક્ટર્સને ફરજ પર હાજર રહેવા વિનંતી પણ કરવામાં આવી છે.

24 કલાકની હડતાળનું એલાન

ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન દ્વારા 17 ઑગસ્ટે 24 કલાકની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ હડતાળ શનિવાર સવારે 6 વાગ્યાથી રવિવાર સવારે 6 વાગ્યા સુધી ચાલશે. વિરોધ દરમિયાન, આવશ્યક સેવાઓ અને ઇમરજન્સી સારવાર સિવાય તમામ સ્વાસ્થ્ય સેવાઓ બંધ રખાશે. તબીબો ન્યાય અને તાત્કાલિક સુધારાની માંગ કરી રહ્યા છે. રેસિડેન્ટ ડૉક્ટરો કામ કરવાના સ્થળે અને રહેઠાણ સ્થળે હિંસાથી બચાવવા કેન્દ્રીય કાનૂનની માંગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ NDAમાં ભાજપના સહયોગી નેતાની ચોંકાવનારી કબૂલાત, કહ્યું - 'વિપક્ષે પૂરી તાકાત લગાવી અને...'

સ્વાસ્થ્ય મંત્રીની તબીબો સાથે મુલાકાત

ડૉક્ટરોની હડતાળ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ દિલ્હીમાં ફેડરેશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સ ઍસોસિયેશન (FORDA), ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન (IMA) અને સરકારી મેડિકલ કૉલેજો અને હૉસ્પિટલોના રેસિડેન્ટ ડૉક્ટર્સ ઍસોસિયેશનના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં સ્વાસ્થ્ય સેવા સંઘોએ કાર્યસ્થળો પર સ્વાસ્થ્ય સેવા કર્મીઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને સ્વાસ્થ્ય સેવા કર્મીઓને સુરક્ષા પૂરી પાડવા ઝડપી અને નિર્ણાયક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો હતો.

આ પણ વાંચોઃ 'દેશમાં દરરોજ 86 દુષ્કર્મના કેસ, મહિલાઓ સુરક્ષાની આશા કોનાથી રાખે..' પ્રિયંકા ગાંધીની આકરી પ્રતિક્રિયા

સરકારે આશ્વાસન આપ્યું

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્વાસ્થ્ય સેવા સંઘોની માંગ સંદર્ભે પ્રેસ રિલીઝ મારફતે આશ્વાસન આપતાં કહ્યું કે, સરકાર સ્વાસ્થ્ય સેવા કર્મીઓ સામે આવતાં પડકારોથી ખૂબ સારી રીતે વાકેફ છે અને આ મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે. 26 રાજ્યોમાં પહેલાંથી જ સ્વાસ્થ્ય સેવા કર્મીઓની સુરક્ષા માટે કડક કાયદા બનાવવામાં આવ્યા છે, જે આ મામલે સરકારની સંવેદનશીલતા દર્શાવે છે. વધુમાં સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ડેન્ગ્યુ અને મલેરિયાના વધી રહેલા કેસના મુદ્દાને ધ્યાનમાં લઈને વિરોધ કરી રહેલા ડૉક્ટર્સને ફરજ પર હાજર રહેવા વિનંતી પણ કરવામાં આવી છે.



કેન્દ્રએ તબીબોને હડતાળ સમેટી લેવા કરી અપીલ, સુરક્ષા સુનિશ્ચિત કરવા બનાવાશે પેનલ 2 - image


Google NewsGoogle News