Google ઍલર્ટ! આ પાંચ રીતે તમે પણ Scamનો શિકાર બની જશો, જાણો કેવી રીતે બચી શકાય
Google Alerts For Digital Frauds: ગૂગલે વધતાં સાયબર ફ્રોડના કારણે યુઝર્સ માટે ઍલર્ટ જાહેર કર્યા છે. સ્કેમર્સ લોકોને ઠગવા માટે સતત નવા પેંતરા અપનાવી રહ્યા છે. વધતાં ડિજિટલ ટ્રાફિકના કારણે સ્કેમર્સ રોજ નવા દાવ સાથે લોકોને છેતરી રહ્યા છે. જેમાં સોશિયલ એન્જિનિયરિંગ, ઑફર્સ જેવા ફ્રોડ મારફત લાખો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે. ગૂગલે હાલમાં જ પાંચ મોસ્ટ રિસેન્ટ ઓનલાઇન સ્કેમ ટ્રેન્ડ વિશે જણાવ્યું છે, જે ગૂગલની ટ્રસ્ટ ઍન્ડ સેફ્ટી ટીમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ટેક કંપનીએ આ રિસેન્ટ ઓનલાઇન સ્કેમ ટ્રેન્ડ વિશે લોકોને ઍલર્ટ રહેવા અપીલ કરી છે.
ડીપફેક
ડીપફેક ફ્રોડનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હેકર્સ જનરેટિવ એઆઇનો ઉપયોગ કરી રિયાલિસ્ટિક પબ્લિક ફિગર બનાવે છે, જેમાં ઓરિજિનલ ટોનનો ઉપયોગ કરી લોકોને છેતરવામાં આવે છે. જેમાં લોકોને નકલી રોકાણ, ગીવ અવે જેવી ઑફર્સ જેવી લાલચ આપે છે. તેમજ લોકોને મેસેજ, ઈ-મેઇલ મારફત લિંક પર ક્લિક કરી પૈસા પડાવી લેવામાં આવે છે.
ગૂગલે પોતાની વોર્નિંગમાં જણાવ્યું કે, આ પ્રકારના કૌભાંડ જટિલ હોય છે. જેમાં એક જ અભિયાન મારફત અનેક લોકોને છેતરવામાં આવે છે. આ પ્રકારના ફ્રોડથી બચવા કોઈપણ એઆઇ જનરેટેડ વીડિયોમાં પબ્લિક ફીગરના અનરિયાલિસ્ટિક હાવભાવ પર ધ્યાન આપો તેમજ પ્રમોશન ઑફર પર પણ ધ્યાન આપવાથી આ પ્રકારના ફ્રોડથી બચી શકો છો.
આ પણ વાંચોઃ અદાણી ગ્રૂપ વિરૂદ્ધ લાંચના આરોપો નિરાધારઃ મુકુલ રોહતગી-જેઠમલાણીએ કર્યો બચાવ
ક્રિપ્ટો ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ
ગૂગલે જણાવ્યું કે, ક્રિપ્ટો કરન્સીના નામ પર હાલ મોટા-મોટા ફ્રોડ થઈ રહ્યા છે. ક્રિપ્ટો કરન્સી સસ્તામાં ખરીદવાની તક અને મબલક રિટર્નની લાલચ આપી લોકો પાસેથી મોટું રોકાણ કરાવવામાં આવે છે. જેમાં ફસાઈને રોકાણકાર રિટર્ન તો દૂર પણ મૂડી પણ ગુમાવે છે.
નકલી એપ્સ
સાયબર ગુનેગારો યુઝર્સને નકલી એપ્સ ડાઉનલોડ કરાવી ફ્રોડ કરે છે. જેમાં મોટી બ્રાન્ડના નકલી એપ્સ લેન્ડિંગ પેજ ક્લોનિંગ કરાવી ડાઉનલોડ કરાવે છે. જેમાં યુઝર પાસે લોગઈન કરવા માટે અંગત વિગતો માગવામાં આવે છે. હેકર્સ આ વિગતો મેળવી યુઝરની બૅન્કિંગ વિગતો મેળવી ફ્રોડ કરે છે. જેનાથી બચવા યુઝરે ક્યારેય પણ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવી જોઈએ નહીં. અજાણી લિંક કે યુઆરએલ પર પણ ક્લિક કરવી જોઈએ નહીં.
લેન્ડિંગ પેજ ક્લોકિંગ
આ ટેક્નિકનો ઉપયોગ કરી સિસ્ટમમાં નકલી વેબસાઇટ બતાવવામાં આવે છે. આ પ્રકારના લેન્ડિંગ પેજની મદદથી તેઓ અંગત વિગતો ચોરી લે છે. જેમ કે, નકલી ઈ-કોમર્સ વેબસાઇટ પર રિડાયરેક્ટ કરી ગ્રાહકને કોઈપણ પ્રોડક્ટ અત્યંત સસ્તી કે ગિફ્ટની ઑફર્સ આપવામાં આવે છે. જેમાં ભરમાઈને ગ્રાહક ખરીદી કરે છે. જેમાં પેમેન્ટ વિગતો ઉમેરતાં જ ફ્રોડનો શિકાર બને છે. આ પ્રકારના ફ્રોડથી બચવા માટે યુઝર્સે વેબસાઇટના યુઆરએલ પર ધ્યાન આપવું જોઈએ. httpsથી શરુ ન થતાં યુઆરએલ સિક્યોર ન હોવાથી તેના પર ક્લિક કરવી જોઈએ નહીં.
મોટા રોકાણના નામે છેતરપિંડી
સાયબર દુનિયામાં કૌભાંડ કરનારા લોકોને મોટા સામાજિક કાર્યક્રમો, કુદરતી આફતો પર દાન કરવા ચેરિટી ફંડને પ્રમોટ કરે છે. જેમાં ચેરિટીના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે.