Google Mapsનું પ્રદૂષણનું લેવલ બતાવતું જોરદાર ફીચર, ઘરેથી નીકળતા પહેલા આવી રીતે કરો ચેક
Google Maps hidden Feature : ગૂગલ મેપ્સમાં કેટલાક એવા ફીચર્સ છુપાયેલા છે, જેના વિશે ઘણા યુઝર્સ જાણતા નથી. ગૂગલની આ ખૂબ જ ઉપયોગી એપ છે, જેનો આપણે સૌ ડેઈલી લાઈફમાં ઉપયોગ કરીએ છીએ. આપણે ક્યાંય પણ જવું હોય તો અમે તરત જ Google Maps પર ત્યાં પહોંચવા માટેના રૂટ ચેક કરીએ છીએ અને સરળતાથી આપણા ગંતવ્ય સ્થાન પર પહોંચી જઈએ છીએ. Google Maps એ આપણેને ગમે ત્યાં મુસાફરી કરવાનું ખૂબ જ સરળ બનાવ્યું છે. ગૂગલ મેપ્સમાં એક એવું જ અદભૂત ફીચર છે, જે તમને તમારી આસપાસની હવાની ગુણવત્તા વિશે પણ જણાવી આપે છે.
હાલ દિલ્હીમાં હવાની ક્વોલિટી અતિશય ખરાબ
હાલમાં દિલ્હી અને NCRમાં પ્રદૂષણે ખતરનાક રુપ ધારણ કર્યું છે. હવાની ગુણવત્તા (AQI) એટલી ખરાબ થઈ ગઈ છે કે, શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ ગયું છે. એવામાં ઘરની બહાર નીકળતા પહેલા હવાની ગુણવત્તા તપાસવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. જેમાં ગૂગલ મેપ્સ તમારી મદદ કરશે. તેના માટે તમારે તમારા સ્માર્ટફોનમાં ગૂગલ મેપ્સ ખોલવાનું રહેશે અને તેમાં કેટલાક સેટિંગ્સ ચાલુ કરવાના છે. એ પછી તમે જ્યાં જઈ રહ્યા છો અને જ્યાં નિવાસ કરો છો તે બંને સ્થળોની હવાની ક્વોલિટી ચેક કરી શકો છો.
ગુગલ મેપમાં AQI ચેક કરવાની સુવિધા ઉમેરાઈ
Google Mapsમાં રિયલ ટાઈમ ટ્રાફિકની સાથે સાથે રિયલ ટાઈમ AQI ચેક કરવાની સુવિધા પણ Google Mapsમાં ઉમેરવામાં આવી છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે તમારી Google Maps એપ્લિકેશનને અપડેટ કરવી પડશે. ત્યાર બાદ તમને રીઅલ ટાઇમ ટ્રાફિક અને દિશા તેમજ હવાની ગુણવત્તા તપાસવાનો વિકલ્પ મળશે. જો કે, આ એક છુપાયેલ ફીચર છે, જેના કારણે ઘણા યુઝર્સ તેનો ઉપયોગ કરી શકતા નથી.
કેવી રીતે ચેક કરવું AQI
- સૌથી પહેલા તમારા ફોનમાં ગૂગલ મેપ્સ એપને લેટેસ્ટ સોફ્ટવેરથી અપડેટ કરો.
- એ પછી તમારે જ્યાં જવાનું છે તે સ્થાનનું એડ્રેસ દાખલ કરી સર્ચ કરો.
- હવે તમને અહીં લેયર્સ પેનલ જોવા મળશે, જેમાંથી AQI ફીચર સિલેક્ટ કરો.
- તમે જ્યાં જઈ રહ્યા છો, ત્યાં હવાની ગુણવત્તા ચેક કરવા માટે એ વિસ્તાર પરના મેપને ટેપ કરો.
- હવે તમે ત્યાં તે જગ્યાની હવાની ક્વોલિટી જોવા મળશે.
- જોકે હવાની ગુણવત્તા દર્શાવવા માટે રંગબેરંગી કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
AQIનું કલર ઈન્ડિકેટર