વંદે ભારત મેટ્રોને લઈને સારા સમાચાર, આ રૂટ પર ટ્રાયલ રન પૂર્ણ, જાણો શેડ્યૂલ
Vande Bharat: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સંબંધિત અપડેટ જાણવા લોકો આતુર છે. વંદે ભારત સાથે જોડાયેલા વધુ એક સારા સમાચાર આવ્યા છે, જેને વાંચીને રેલવે મુસાફરો ખુશ થઈ જશે. હવે કેરળના ચેન્નાઈ બીચથી કટપડી રૂટ પર વંદે ભારત મેટ્રોનું ટ્રાયલ શનિવારે (ત્રીજી ઓગસ્ટ) પૂર્ણ થયું હતું. આ ટ્રેનના કોચ ICF પેરમ્બદુરમાં તૈયાર કરવામાં આવ્યા છે. આ ટ્રેન 130 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
વંદે ભારત ટ્રેન (ત્રીજી ઓગસ્ટ) સવારે 9.30 વાગ્યે ચેન્નાઈ બીચ સ્ટેશનથી નીકળી હતી અને વિલીવાક્કમ થઈને 11.55 વાગ્યે કટપડી સ્ટેશન પહોંચી હતી. બપોરે 12.15 વાગ્યે પરત ફરી અને બપોરે 2 વાગ્યે ચેન્નાઈ બીચ સ્ટેશન પહોંચી. આ ટ્રેનની ખાસિયતો વિશે વાત કરીએ તો તેમાં તમામ એસી કોચ છે અને તેમાં 100 લોકો મુસાફરી કરી શકે છે.
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિક : હોકીમાં બ્રિટનને હરાવી ભારતની સેમીફાઇનલમાં શાનદાર નેત્રી, શૂટઆઉટ 'હીરો' બન્યો શ્રીજેશ
કેરળમાં 10 વંદે મેટ્રો ટ્રેન સેવા શરૂ થઈ શકે છે
કેરળમાં 10 વંદે મેટ્રો ટ્રેન સેવાઓ શરૂ થવાની અપેક્ષા છે. જે એર્નાકુલમ-કોઝિકોડ, કોઝિકોડ-પલક્કડ, કોઝિકોડ-મેંગલુરુ, પલક્કડ-કોટ્ટાયમ, એર્નાકુલમ-કોઈમ્બતુર, મદુરાઈ-ગુરુવાયુર, તિરુવનંતપુરમ-એર્નાકુલમ, કોલ્લમ-તિરૂનેલવેલી, કોલ્લમ- થ્રિસૂર, મેંગલુરુ-કોઝિકોડ અને નીલામ્બુર-મેટ્ટુપલયમ માર્ગો પર શરૂ થવાની ધારણા છે. વંદે મેટ્રોનું માળખું MEMU જેવું જ છે, જેને નવનિર્માણ આપવામાં આવ્યું છે.
વંદે ભારત, રાજધાની, શતાબ્દી પૂરપાટ ઝડપે દોડશે
ઉલ્લેખનીય છે કે, ભારતીય રેલવે 15મી ઓગસ્ટથી વંદે ભારત તેમજ રાજધાની, ઓગસ્ટ ક્રાંતિ રાજધાની, તેજસ અને શતાબ્દી એક્સપ્રેસ જેવી ટ્રેનોની સ્પીડ વધારવા જઈ રહી છે. 130 કિ.મી. પ્રતિ કલાકના બદલે હવે આ ટ્રેનો 160 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડતી જોવા મળશે. એક અંદાજ મુજબ સ્પીડ વધતાં મુસાફરોનો 45 મિનિટથી લઈને 4 કલાક સુધીનો સમય બચી શકે છે. આનો અર્થ એ થયો કે હવે દિલ્હીથી મુંબઈની મુસાફરી માત્ર સરળ જ નહીં પરંતુ સમયની પણ બચત કરાવશે.