હોળીના તહેવાર પર ગુજરાત-મહારાષ્ટ્રથી દોડશે સ્પેશિયલ ટ્રેન, ભારતીય રેલવેએ કરી તૈયારી

ભારતીય રેલવે દ્વારા હોળીના 15 દિવસ પહેલા કેટલીક સ્પેશિયલ ટ્રેન શરુ કરવાની જાહેરાત કરી

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
હોળીના તહેવાર પર ગુજરાત-મહારાષ્ટ્રથી દોડશે સ્પેશિયલ ટ્રેન, ભારતીય રેલવેએ કરી તૈયારી 1 - image


Special Train:  થોડા દિવસો પછી હોળીનો તહેવાર આવી રહ્યો છે. તેવામાં બીજા રાજયોમાંથી નોકરી-ધંધા માટે ઘરથી હજારો કિલોમીટર દૂર રહેતા હોય છે તેવા લોકો હોળીના સમયે પોતાના ઘરે જતા હોય છે. પરંતુ મોટાભાગે આવા સમયે ટ્રેનોમાં ભારે ભીડ હોવાથી ટિકિટ કંફર્મ નથી મળતી. જેના કારણે પરિવાર સાથે દરેક લોકોને ઘણી મુશ્કેલી પડે છે. પરંતુ હવે તમારે તેના માટે ચિંતા કરવાની જરુર નથી, કારણ કે ભારતીય રેલવે દ્વારા હોળીના 15 દિવસ પહેલા કેટલીક સ્પેશિયલ ટ્રેન શરુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

બાંદ્રા ટર્મિનસથી લક્ષ્મીબાઈ JHS સ્ટેશન માટે સ્પેશિયલ ટ્રેન

ભારતીય રેલવેએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એકાઉન્ટ પર આ માહિતી આપી છે. ભારતીય રેલ્વેએ મહારાષ્ટ્રના બાંદ્રા ટર્મિનસથી વી લક્ષ્મીબાઈ JHSસુપરફાસ્ટ  09 માર્ચ 2024 થી 30 માર્ચ 2024 સુધી એક અઠવાડિયા સુધી ચલાવવામાં આવશે. આ સુપરફાસ્ટ ટ્રેન કુલ 4 વખત રવાના થશે. ટ્રેન નંબર 02200 શનિવારે સવારે 5.10 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. જ્યારે બીજા દિવસે એટલે કે રવિવારે વી. લક્ષ્મીબાઈ સવારે પાંચ વાગ્યે JHS સ્ટેશન પહોંચશે. આ ટ્રેન બોરેવલી, વાપી સુરત, ભરૂચ જંકશન, વડોદરા જંકશન, ગોધરા જંકશન, દાહોદ, રતલામ જંકશન, નાગદા જંકશન, ઉજ્જૈન જંકશન, મક્સી, ભૈયાવારા રાજગઢ, રૂતિયાળ સહિતના ઘણા સ્ટેશનો પર ઉભી રહેશે.

આ રુટ્સ પર પણ સ્પેશિયલ ટ્રેનો પણ દોડાવાશે

ઉધના જંક્શનથી મેંગલુરુ જંક્શન સુધી ચાલતી સ્પેશિયલ ટ્રેન (09057) બુધવાર, 20 માર્ચ, 2024 અને રવિવાર, 24 માર્ચ, 2024ના રોજ ઉપડશે. આ ટ્રેન ઉધના જંકશનથી રાત્રે 8 વાગ્યે ઉપડશે. જ્યારે મેંગલુરુ જંક્શન પહોંચવાનો સમય બીજા દિવસે 7 વાગ્યાનો છે. સુરતથી કરમાલી સ્પેશિયલ ટ્રેન (09193) સુરત રેલવે સ્ટેશનથી 21 માર્ચ 2024 અને 28 માર્ચ 2024ના રોજ સાંજે 07.50 વાગ્યે ઉપડશે અને મધ્યરાત્રિ 12 વાગ્યે કરમાલી પહોંચશે.


Google NewsGoogle News