Get The App

Good Bye 2023 : કુદરતનો કહેર, રાજકીય ખેલ, કૌભાંડોની વણઝાર, માફીયાઓનો સફાયો, જાણો કેવું રહ્યું 2023નું વર્ષ

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
Good Bye 2023 : કુદરતનો કહેર, રાજકીય ખેલ, કૌભાંડોની વણઝાર, માફીયાઓનો સફાયો, જાણો કેવું રહ્યું 2023નું વર્ષ 1 - image

- ''વસુધૈવ કુટુંબકમ''ના મંત્ર સાથે G-20નું આયોજન પ્રભાવી રીતે પાર પડયું

- કોંગ્રેસ પાસે હવે ત્રણ જ રાજ્યો હિમાચલ, કર્ણાટક અને તેલંગાણા રહ્યાં

- ૩૭૦મી કલમ રદ્દ કરવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટની મહોર : હવે પી.ઓ.કે. પર નજર

- મોદીના પ્રભાવ સામે ઝીંક ઝીલવા હતાશ વિરોધ પક્ષોના હવાતીયા

- મથુરા કૃષ્ણ જન્મભૂમિ અને જ્ઞાાનવાપીનો મૂળ માલિકીની તપાસ જારી

જાન્યુઆરી

  • નૂતનવર્ષના પ્રારંભે સુપ્રીમ કોર્ટની બેન્ચે ''નોટબંધી''ના નિર્ણયને કાયદેસર ઠેરવ્યો. હેલ્થ, ઓટો, હોમ ઈન્સ્યુરન્સ માટે કે.વાય.સી. ફરજીયાત કરવું. કોંગ્રેસની ''ભારત જોડો યાત્રા'' સમાપ્ત થઈ, રાહુલ ગાંધીએ શ્રીનગરના લાલ ચોકમાં તિરંગો ફરકાવ્યો. જોશીમઠમાં જમીન ધસી જવાના કારણે સંખ્યાબંધ મકાનોમાં તિરાડ અને તૂટવાની ગંભીર સમસ્યા ઊભી થઈ.
  • સ્ટાર સિલેક્શન કમિશન પ્રથમવાર જ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સહિત ૧૩ પ્રાદેશિક ભાષામાં પરીક્ષા, સુપ્રીમ કોર્ટનાં ચુકાદા સ્થાનિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ થશે.
  • કેપ્ટન શિવા ચૌહાણ દુનિયાના ઊંચા અને જટિલ યુદ્ધ ક્ષેત્ર સિયાચીન ગ્લેશિયર પર તહેનાત થનાર પ્રથમ મહિલા અધિકારી બન્યા. રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુઘલ ગાર્ડનનું નામ ૯૫ વર્ષે બદલાતા હવે અમૃત ઉધાન થયું.
  • બિહારમાં જાતિ આધારિત વસતી ગણતરી શરૂ થઈ. જાહેર ક્ષેત્રની બેન્કોમાં ૧૨૪ ડિરેક્ટરો છે જેમાં મહિલા ડિરેક્ટરીની સંખ્યા માત્ર ૧૩ છે કેરળની તમામ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીનિઓને માસિક ધર્મમાં રજા અપાશે સૈન્યમાં ૧૦૮ મહિલાઓને રેન્ક અપાશે. ભારતમાં સિંગલ મહિલાઓની વસતી ૧૦ કરોડની થઈ.

ફેબુ્રઆરી

  • ફેબુ્રઆરી મહિનામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજુ કર્યું. વાર્ષિક સાત લાખ સુધીના પગાર પર હવે ટેક્સ નહીં. ૯૦% જેટલા નોકરિયાતો કરમુક્ત થયા. રમતક્ષેત્રે ૩૩૯૭ કરોડ સાથે ઈતિહાસનું સૌથી મોટું બજેટ, શિક્ષણ ક્ષેત્રે ૧,૧૨,૮૯૯.૪૭ કરોડ, કોંગ્રેસનું ૮૫મું રાષ્ટ્રીય અધિવેશન છતીસગઢના રાયપુરમાં યોજાયું. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મની લોન્ડરીંગ-લિકર કાયદામાં ફાયદા અંતર્ગત ધરપકડ કરાઈ અને સીબીઆઈએ રિમાન્ડ મેળવ્યા. પંજાબમાં ખાલિસ્તાનોએ માથું ઊંચક્યું. અમૃતસરમાં ખાલિસ્તાન સમર્થક નેતા અમૃતપાલના ટેકેદારોને છોડાવવા હજારોના ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. દેશના ઉડ્ડયન ઈતિહાસમાં સૌ પ્રથમવાર તાતાનો એરબસ બોઈંગ સાથે ૪૭૦ વિમાન ખરીદવા રૂ. ૬.૪૦ લાખ કરોડનો સોદો. સૌપ્રથમ વખત ફુલ્લી સબક્રાઈબ છતાં ૨૦,૦૦૦ કરોડનો અદાણીનો એફ.પી.ઓ. પાછો ખેંચાયો, દેવું હળવું કરવા FPO  લવાયો હતો. અદાણીની માર્કેટ કેપ ૪૭% ઘટી. સંસદમાં હોબાળો થયો. જેપીસીની માંગ થઈ. જમ્મુ કાશ્મીરમાં ૫૦,૦૦૦ કરોડની પ્રોપર્ટી પરના દબાણો દૂર થયાં, ૫૯ લાખ ટન લિથિયમનો જથ્થો મળ્યો.
  • શિવ સેનાનું તીર-કમાન ચિહ્ન ચૂંટણીપંચે શિંદેને ફાળવ્યું. કાશ્મીરમાં ૩૨ વર્ષ પછી ખાનગી સ્કુલોમાં પણ હિન્દી ભણાવાશે. દેશના ૧૧ રાજ્યોમાં ૨૦% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલનું વેચાણ શરૂ થયું.

માર્ચ

  • રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય પદેથી ગેરલાયક જાહેર કરવામાં આવ્યા. ૧૩૮ વર્ષ જુની કોંગ્રેસ પાર્ટીના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં મોદી માનહાની કેસમાં ૨ વર્ષની જેલની સજા થતાં લોકસભાના સભ્યપદે ગેરલાયક જાહેર કરાયા. ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ત્રિપુરા અને નાગાલેન્ડમાં ભાજપે બહુમતી મેળવી. ઈસરોએ  LVM3 રોકેટ દ્વારા ૩૬ સેટેલાઈટ અંતરિક્ષમાં સફળતાપૂર્વક લોન્ચ કરાયા.
  • ઉત્તર પ્રદેશની પ્રયાગરાજની વિશેષ કોર્ટે માફિયામાંથી નેતા બનેલા અતિક અહેમદને આજીવન કેદની સજા આપી.
  • ચૂંટણી કમિશનરની નિમણૂક વડાપ્રધાન, વિપક્ષના નેતા, અને CJI મળીને કરશે તેવું સુપ્રીમે કહ્યું.
  • મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં કમોસમી વરસાદના કારણે પાકને થયેલ નુકસાનના વળતર માટે ૧૫૦૦૦થી વધુ ખેડુતો રસ્તા ઉપર ઉતર્યા. ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ ફરાર.

એપ્રિલ

  • એપ્રિલ મહિનામાં ભારતે ૧૪૨.૮૬ કરોડની વસતી સાથે વિશ્વમાં પ્રથમ નંબર મેળવ્યો. ૧૪૨.૫૭ કરોડની વસતી સાથે ચીને દ્વિતીય સ્થાન મેળવ્યું. માફિયા અતિક અને એના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરાઈ. પત્રકારના વેશમાં ત્રણ હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરાઈ. આ ઘટનાના એક દિવસ પહેલાં જ અતિકના પુત્ર અસદનું ઉત્તર પ્રદેશના STF એ એન્કાઉન્ટર કર્યું હતું. ઉત્તર પ્રદેશમાં માફિયારાજનો અંત. પંજાબમાં પાકિસ્તાનના ઈશારે આંતકવાદનું કાવતરું રચનાર અમૃતપાલની ૩૬ દિવસ બાદ શરણાગતિથી ધરપકડ કરાઈ. છત્તીસગઢના દંતેવાડામાં નકસલવાદીઓના હુમલામાં ૧૧ જવાનો શહિદ થયા. સુદાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવા ''ઓપરેશન કાવેરી'' શરૂ કરાયું. માસાન્તે વડાપ્રધાનશ્રીએ ''મનકી બાત''નો ૧૦૦મો એપિસોડ રજુ કર્યો. યુ.એન. મથક સહિત ૪ લાખ સ્થળોએ આ રેડિયો કાર્યક્રમ પ્રસારિત થયો.

મે

  • મે મહિનો ભારતના ઈતિહાસમાં એક ઐતિહાસિક પ્રકરણ આલેખનારો રહ્યો. ભારતની સ્વતંત્રતાના ૭૫ વર્ષ પછી ભારતને પોતાની ''નવી સંસદ'' સેન્ટ્રલ વિસ્ટા મળી. ૨૮મી મે ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું ''નવું ભવન આત્મનિર્ભર ભારતના નવા સૂર્યનું સાક્ષી બનશે.'' હવે લોકસભામાં પ૪૩ ના સ્થાને ૮૮૮ અને રાજયસભામાં ૨૫૦ ના બદલે ૩૮૪ સભ્યો બેસી શકશે. આ પ્રસંગ નિમિત્તે ખાસ ૭૫ રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો. સ્વતંત્રતાના ૭૫ વર્ષ પછી પ્રથમવાર ''સેંગોલ''ને લોકસભા કક્ષમાં સ્પીકરની બેઠકની બાજુમાં સ્થાપિત કરવામાં આવ્યો હતો. વિપક્ષોએ રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ધાટનનો આગ્રહ રાખતા આ ઐતિહાસિક પ્રસંગનો બહિષ્કાર કર્યો હતો.
  • ભારતીય ચલણમાંથી ૨૦૦૦ની કિંમતની ગુલાબી રંગની નોટ પાછી ખેંચવામાં આવી. ૨૩મી મે થી ૩૦મી સપ્ટેમ્બર દરમ્યાન ૧૩૦ દિવસમાં નોટ બેન્કમાં જમા કરવા-બદલવા માટે રિઝર્વ બેન્કે જણાવ્યું. ૭.૪૦ લાખ કરોડની ૩૭૦ કરોડ નોટ બેન્કે છાપી હતી.
  • કર્ણાટકની ૨૨૪ બેઠકો માટે વિધાનસભાની ચૂંટણી યોજાય, ૬૯ % મતદાન થયું. ૩૪ વર્ષ પછી કર્ણાટકમાં કોંગ્રેસે વિજય મેળવ્યો. કોંગ્રેસ સ્પષ્ટ બહુમત્ત સાથે ૧૩૭ બેઠકો મેળવી. ભાજપને ૬૪ જેડી.એસ ને ૨૦ અને અન્યને ૩ બેઠકો મળી. સિદ્ધિ રમૈયા મુખ્યમંત્રી બન્યા.
  • મણિપુરમાં મેઈતેઈ અનામતના વિવાદે હિંસા ફેલાઈ, સૈન્ય તહેનાત, અથડામણમાં ૪૦ કુકી ઉગ્રવાદી ઠાર.
  • રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી -  NCPના અધ્યક્ષ પદેથી શરદ પવારનું રાજીનામું અને પછી પાછુ ખેંચતા પુન: અધ્યક્ષ પદે યથાવત રહ્યા.
  • દિલ્હીના મનિષ સિસોદિયાએ લિકર પોલિસીમાં ૬૩૩ કરોડનું કૌભાંડ કર્યું. ગોફર્સ્ટ એરલાઈનની નાદારીના પગલે અન્ય એરલાઈન્સે ભાડા વધાર્યા.

જૂન

  • જૂન મહિનાના પ્રારંભે જ ઓડિશામાં ત્રણ ટ્રેન ટકરાય અને ગમખ્વાર અકસ્માતમાં ૨૮૮ લોકોએ જાન ગુમાવ્યા. ઓડિશાના બાલાસોરમાં શુક્રવાર (૨.૦૬.૨૩)ની સાંજે ત્રણ ટ્રેન વચ્ચે ભીષણ અકસ્માત થયો. ૧૧૧૬ ઘાયલ થયા હતા.
  • મણિપુરમાં લોહિયાળ સંઘર્ષ, સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ, મૈતેઈના ગામો પર ઉગ્રવાદીઓના હુમલા, મૈતેઈ સમુદાયને અનામત આપવાના વિરોધમાં નગા-કુકાઓ તોફાન-હિંસાના માર્ગે.
  • ભાજપને પરાસ્ત કરવા ૧૫ વિપક્ષો એક થયા. નેતૃત્વ અને રણનીતિ ઘડાશે. મિશન-૨૦૨૪ માટે પ્રથમવાર વિપક્ષના ૬ મુખ્યમંત્રી, ૧૪ પક્ષના અધ્યક્ષો બેઠકમાં મળ્યા. ભારતનું અર્થતંત્ર ૨૭૩ લાખ કરોડનું થયું. ગેંગસ્ટર મુખ્તાર અન્સારીને હત્યા કેસમાં ૩૨ વર્ષ બાદ આજીવન કેદ.

જુલાઈ

  • ભારતનું સ્પેસ ડ્રીમ ''ચન્દ્રયાન-૩'' ૧૪મી જુલાઈના રોજ શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળ લોન્ચ થયું. ૩,૮૪,૪૦૦ કિ.મી.નું અંતર કાપતા લગભગ ૪૨ દિવસ લાગશે. ચન્દ્રની સપાટી પર સંભવત: ૨૩, ૨૪ ઓગસ્ટના રોજ ઉતરશે.
  • ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા કોંગ્રેસ સહિત ૨૬ પક્ષોએ ''ઈન્ડિયા'' યાને ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લ્યુઝીવ અલાયન્સ નામનો પક્ષ રટયો. મણીપુરમાં મહિલાની નગ્ન પરેડ, મૈતેઈ અને કુકી જુથના સામસામે ફાયરિંગ.
  •  NCPના વરિષ્ઠ અને વિપક્ષી નેતા અજીત પવાર, કાકા શરદ પવાર સામે બળવો કરી નાયબ મુખ્યમંત્રી બન્યા. 
  • શરદ પવારને પાર્ટીમાંથી કાઢી પોતાને અધ્યક્ષ જાહેર કર્યા. જ્ઞાાનવાપી કેસમાં છજીૈં ને સર્વેની મંજૂરી.
  • હિમાચલ પ્રદેશમાં વરસાદે ૫૦ વર્ષનો રેકોર્ડ તોડયો. તો યમુનાજીના પાણી લાલ કિલ્લા સુધી આવી ગયા.

ઓગષ્ટ

  • વડા પ્રધાન મોદી સરકાર સામેનો અવિશ્વાસ પ્રસ્તાવનો અસ્વિકાર કરાયો. મણિપુર-હરિયાણામાં હિંસા.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ૭૭મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો.
  • ઐતિહાસિક ર૩મી ઓગસ્ટના રોજ ભારતનું ચન્દ્રયાન-૩ ચન્દ્રના દક્ષિણ ધૃવ પર સહી સલામત પહોચ્યું. આ સ્નાન પર પહોંચનાર ભારત પ્રથમ દેશ બન્યો. ૪૧ દિવસમાં પપ લાખ કિ.મી.નું અંતર કાપીને સોફ્ટ લેન્ડિંગ કર્યું. જ્યાં લેન્ડ થયું તે પોઈન્ટ હવે ''શિવશક્તિ પોઈન્ટ'' બન્યું. હવેથી ૨૩ ઓગષ્ટ ''નેશનલ સ્પેસ ડે'' તરીકે ઉજવાશે.
  • મોદી અટક બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે-પદ ૧૩૭ દિવસ પછી રાહુલ ગાંધીનો લોકસભામાં પ્રવેશ - સરકારી બંગલો પાછો મળ્યો. નહેરૂ મેમોરિયલનું નામ હવે ''પ્રધાન મંત્રી સંગ્રહાલય'' રહેશે. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ હેઠળ હવે વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષા થશે.
  • મણિપુરમાં હિંસા ભયાનક મૃતદેહોને દફન કરવા મુદ્દે તોફાન, હરિયાણામાં શિવયાત્રા પર હુમલો - નૂહની ઘટનામાં ભારે હિંસા - હિમાચલમાં સદીની સૌથી મોટી આફત, ૧૦પ વર્ષ જૂનો પૂલ તૂટયો. ભારે પૂર-વરસાદથી ૭૧૦૦ કરોડનું નુકશાન.

સપ્ટેમ્બર

  • સપ્ટેમ્બર મહિનામાં નવા સંસદભવનમાં મંગલ પ્રવેશ, સૂર્ય મિશન આદિત્ય એલ-૧ લોન્ચ થયું. નવી દિલ્હીમાં ભારતની અધ્યક્ષતામાં ય્-૨૦ શિખર સંમેલન સંપન્ન થયું. મહિલા અનામત બિલ લોકસભામાં પસાર થયું. સમગ્ર મણિપુર અશાંત જાહેર. એક દેશ એક ચૂંટણી માટે સમિતિ રચાઈ.
  • ભારતની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે નવમી સપ્ટેમ્બર ના રોજ ય્-૨૦ શિખર સંમેલન યોજાયું. આફ્રિકન યુનિયન નવું કાયમી સભ્ય બન્યું. ''ભારત મંડપ'' માં બાઈડેન સુનક સહિત ૨૧ થી વધુ રાષ્ટ્ર અધ્યક્ષો આવ્યા. વડાપ્રધાન મોદીએ ''વનફેમીલી'' ની ઘોષણા જાહેર કરી. હવે પછીની અધ્યક્ષતા બ્રાઝિલ ને સોંપી. વડાપ્રધાન મોદીએ વર્ચ્યુલી નવવંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી.

ઓક્ટોબર

  • ઓક્ટોબર મહિનામાં ગગનયાન મિશન હેઠળ માનવીને અંતરિક્ષમાં મોકલવાની ઉડાનનું પ્રથમ પરીક્ષણ સફળ રહ્યું. ''ગગન યાન'' એ ભારતનું પ્રથમ સ્વદેશી સમાનવ સ્પેસ મિશન છે. દેશની પ્રથમ રેપિડ ટ્રેન નમો ભારત લોન્ચ થઈ. સજાતિય લગ્નને કાયદાકીય રીતે માન્યતા આપવાનો સુપ્રીમકોર્ટએ ઈન્કાર કર્યો. બાળક દત્તક પણ ના લઈ શકે. ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા. ''ઓપરેશન અજય''. કેનેડાએ ભારતમાંથી ૪૧ રાજધારીઓને ખસેડવા પડયા. મણિપુરમાં સ્થિતિ બે કાબુ અને મરાઠા આંદોલન હિંસક બન્યું.
  • રિઝર્વ બેન્કે જણાવ્યું કે હવે પછી એક કરોડ રૂપિયા સુધીની ફિક્સ્ડ ડિપોઝીટ ગમે ત્યારે તોડી શકાશે.
  • નિઠારા કાંડમાં નક્કર પુરાવાના અભાવે બન્ને આરોપી દોષ મુક્ત જાહેર કરાયા. ૧૭ વર્ષ બાદ ફેંસલો આવ્યો.

નવેમ્બર

  • ઉત્તર કાશીમાં આવેલી 'સિલ્કયારા' ટનલમાં ફસાયેલા ૪૧ શ્રમિકોને એનડીઆરએફની ટીમે સહી સલામત બચાવી લીધા. આ પહેલાં ૧૨મી નવેમ્બરના રોજ નિર્માણાધીન ટનલ ધસી પડતાં આ શ્રમિકો ૪૦૦ કલાક પછી બહાર આવ્યા. સૌ પ્રથમ વખત બી.એસ.ઇ. માર્કેટ કેપ ચાર લાખ કરોડ ડોલરને પાર થતાં ઇતિહાસ રચાયો, વિશ્વનું સૌથી મોટું ચોથાક્રમનું શેરમાર્કેટ બન્યું. કેન્દ્રિય કેબિનેટે પ્રધાનમંત્રી, ગરીબ કલ્યાણ યોજનાની મુદત પાંચ વર્ષ વધારી, મણિપુરના સૌથી જૂના હથિયારધારી જૂથ યુનાઇટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ અને શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા. બિહાર ૭૫% સુધી અનામતનો લાભ આપશે. ડીપ ફેક ખૂબ મોટો ખતરો બની ઉભરી આવ્યો.
  • ઉત્તરાખંડની ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવાનું દેશનું સૌથી મોટું ટનલ રેસ્ક્યુ ઓપરેશન સતત ૪૦૦ કલાકમાં છેલ્લા ૨૧ કલાક તો હાથથી ખોદકામ કરીને ૪૦૦ જવાનો અને ૫૦ એક્સપર્ટની મદદથી ૪૧ શ્રમિકો સહી સલામત બહાર આવી શક્યા.
  • હલાલ વસ્તુઓના ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ. ઉત્તર પ્રદેશમાં યોગી સરકારનો આદેશ. હલાલના નામે સર્ટિફિકેટ આપવું હરામ.
  • નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસની સંસ્થાની ૭૫૧ કરોડની સંપત્તી ઇ.ડી.એ ટાંચમાં લીધી.
  • કેશ ફોર ક્વેરી મામલે અનૈતિક સવાલો પૂછી પજવણી કરાઈ. ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાનો એથિક્સ કમિટિમાંથી વોકઆઉટ. મહિલા સૈનિકોને મેટરનીટી ચાઇલ્ડ કેર લીવ મળશે. સંરક્ષણ મંત્રાલયે મંજૂરી આપી. કેન્દ્ર હવે લોટ પણ 'ભારત આટા'ના નામે રૂ. ૨૭.૫૦ના ભાવે વેચશે. કેન્દ્ર મૃત્યુદંડની સજાની જોગવાઈ યથાવત રાખશે.
  • વડાપ્રધાન મોદીએ હિમાચલમાં જવાનો સાથે દિવાળી મનાવી. સરહદે તૈનાત સૈનિકોને કહ્યું 'હવે હથિયારો આપણા અને હિંમત પણ આપણી' તેજસમાં મોદીએ પ્રથમ સફર કરી. મનકી બાતમાં મોદીએ કહ્યું યુવાનોએ વિદેશમાં નહીં દેશમાં લગ્ન કરો, રોજગારીની તકો સર્જાશે. પ્રલય મિસાઇલનું સફળ પરીક્ષણ
  • દિલ્હીની હવા સૌથી વધુ પ્રદુષિત.
  • આ વર્ષે આપત્તિથી ૨૯૨૩ના મૃત્યુ થયા. ૧૮.૪ લાખ હેક્ટરમાં પાકને અસર થઇ અને ૮૦૫૬૩ ઘરને નુકસાન થયું.
  • હિન્દી ફિલ્મોના ડિરેકટર સંજય ગઢવીનું અને પ્રખ્યાત નેત્ર રોગ નિષ્ણાંત ડૉ. એસ.એસ.બદ્રીનાથનું અવસાન થયું હતું.

ડિસેમ્બર

  • પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો આવ્યા. જેમાં મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે બહુમતી મેળવી. તેલંગણામાં કોંગ્રેસે અને મિઝોરમમાં ઝોરામ પીપલ્સ મૂવમેન્ટએ બહુમતી મેળવી. મધ્યપ્રદેશમાં મોહન યાદવ, રાજસ્થાનમાં ભજનલાલ શર્મા અને છત્તીસગઢમાં વિષ્ણુદેવ મુખ્યમંત્રી બન્યા.
  • સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપીને કલમ -૩૭૦ દૂર કરવાનો કેન્દ્રનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો.
  • સંસદ પર હુમલાની રરમી વરસીના દિવસે જ લોકસભાની પ્રેક્ષક દીર્ધામાંથી બે લોકો ગૃહમાં કુદ્યા અને સ્મોકકેન ફેંકતા અફરા-તફરી મચી ગઇ.
  • સરંક્ષણ માટે ૨.૨૩ લાખ કરોડની ખરીદીને કેન્દ્ર સરકારે મંજૂરી આપી.
  • બંગાળની ખાડીમાં મિચોંગ વાવાઝોડાની આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં ભયાનક પૂર અને વ્યાપક નુકસાન. પુરગ્રસ્ત આ બે રાજ્યો માટે ૯૪૩ કરોડની સહાય જાહેર થઇ.
  • કેશકવેરીના મુદ્દે એથિક્સ કમિટીએ આપેલા અહેવાલ પછી તૃણમુલકોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાને લોકસભામાંથી હાકી કાઢ્યા.
  • ઝારખંડના કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુના ૧૦ ઠેકાણે આવકવેરાના દરોડાથી ૩૫૪ કરોડ રોકડા મળ્યા.
  • જયપુરમાં કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડાની હત્યા થઇ.
  • સેન્સેક્સ નિફ્ટીએ ઐતિહાસિક ઊંચાઇ મેળવી.
  • આર્જેન્ટિનામાં જન્મેલ પિયાનો વાદક અને કંડક્ટર ડેનિયલ બરેન બોઇમ અને અલી અબ્વાદને ઇન્દિરાગાંધી શાંતિ પુરસ્કાર.
  • જુનિયર મહેમુદનું ૬૭ વર્ષની વયે અવસાન.

Google NewsGoogle News