Get The App

Good Bye 2023 : તૂર્કેઈ, સીરિયા, મોરક્કો, નેપાળમાં ભૂકંપ... કેલિફોર્નિયા-લિબિયામાં ભિષણ પૂર... કુદરતી આફતોએ 2023માં આ દેશોમાં સર્જ્યુ મોતનું તાંડવ

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
Good Bye 2023 : તૂર્કેઈ, સીરિયા, મોરક્કો, નેપાળમાં ભૂકંપ... કેલિફોર્નિયા-લિબિયામાં ભિષણ પૂર... કુદરતી આફતોએ 2023માં આ દેશોમાં સર્જ્યુ મોતનું તાંડવ 1 - image

- રશિયા-યુક્રેન યુદ્ધથી જાણે વિશ્વ ટેવાઈ ગયું હોય તેમ તેની માહિતીમાં જ રસ નથી

- ઇરાનના કટ્ટર પંથી શાસકો જનાક્રોશને દમનના કોરડાથી દબાવી રહ્યા છે : ફાંસીની સજા સહજ બની

- અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને જર્મની જેવા દેશો પર વધતું જતું દેવાનું દબાણ

- ધરતીકંપની ઘટનાઓ અને પર્યાવરણની સમતુલા ખોરવવાની સજા ભોગવતું વિશ્વ

- અમેરિકાના દેવાની કબૂલાત કરી વધુ રાહત માંગતા પ્રમુખ બાઈડેન

- ચીનના પ્રમુખ જિનપિંગ સરમુખત્યારી મજબુત બનાવતા ત્રીજી ટર્મમાં ચૂંટાયા

- હમાસે સૌપ્રથમ હુમલો કરી ઈઝરાયલને છંછેડયુ તે ભારે પડયુ

જાન્યુઆરી

  • નૂતન વર્ષના જાન્યુઆરીના મધ્યાહને ન્યૂઝીલેન્ડના ૪૨ વર્ષીય મહિલા વડાપ્રધાન જેસિન્ડા આર્ડને પરિવાર સાથે સમય પસાર કરવાના હેતુથી વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું. બ્રાઝિલમાં લૂઈઝઈનાસિયો લુલાદ સિલ્વાના નવા રાષ્ટ્રપતિ બન્યા.   નેપાળમાં પુષ્પકમલદહલ પ્રચંડને કોંગ્રેસનો સાથ મળતા બહુમતી સાબિત થઈ.
  • પૂર્વપોપ બેનોડિક્ટ-૧૬ માં જેઓ ૬૦૦ વર્ષના ઈતિહાસમાં રાજીનામું આપનાર પ્રથમ પોપ હતા તેમના અંતિમ સંસ્કારમાં એક લાખ લોકોએ શ્રદ્ધાંજલિ આપી.
  • કેલિફોર્નિયામાં વાવાઝોડા પૂરથી ૧૭ ના મોત થતા ઈમરજન્સી જાહેર કરાઈ.
  • બ્રિટનમાં પાંચ દાયકા પછી હિન્દુઓને પ્રથમ કાયમી સ્મશાન મળ્યું.
  • ઓસ્ટ્રેલિયાના મેલબોનમાં હિન્દુ મંદિરો પર હુમલાઓ થયા.

ફેબ્રુઆરી

  • ફેબુ્રઆરી મહિનો ભૂકંપ, ચક્રવાતી તોફાન અને બરફના તોફાનનો રહ્યો. માસના પ્રથમ સપ્તાહે તૂર્કિયે-સીરિયામાં ભયંકર ૭.૮ની તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો અને ૪૧૦૦૦થી વધુ લોકોને ભરખી ગયો. સંખ્યાબધ શહેરો સંપૂર્ણ તબાહ થયા. આખો દેશ ૧૦ ફુટ ખસ્યો.   અમેરિકાના કેલિફોર્નિયામાં બરફનું ભીષણ તોફાન. છેલ્લા ૩૦ વર્ષનું સૌથી ભયંકર તોફાન ચીનના જંગલમાં ભયંકર આગથી ૨૪ના મોત  યુદ્ધમાં ૨.૮ લાખ જવાનો, ૭,૧૧૯ નાગરિકો- ૪૩૮ બાળકો સહિતના મોત થયા. પાકિસ્તાને દેવાળું ફુંક્યું. મોંઘવારીનો દર ૩૮.૪% ભૂખમરાનું સંકટ,  રિપબ્લિકન પાર્ટીના નિક્કી હેલીની પ્રમુખ પદની ચૂંટણી લડવાની જાહેરાત-ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ સાથે રસાકસી થશે.  
  • પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશરફનું ૭૯ વર્ષની વયે દુબઈમાં અવસાન થયું. પાકિસ્તાનમાં તહરીક-એ-ઈન્સાફ- PTIના વડા ઈમરાનખાનની જામીન અરજી ફગાવી દેતા તેમની ધરપકડ રોકવા હજારો સમર્થકોનો પોલિસ વિરૂધ્ધ દેખાવો થયો.

માર્ચ

  • માર્ચ મહિનામાં ચીનની સંસદે રાષ્ટ્રપતિ શી જિનપિંગના ત્રીજા કાર્યકાળને બહાલી આપી. દુનિયાના સૌથી મોટા શિયા-સુન્ની દેશો સાઉદી અને ઈરાન વચ્ચે ચીને મધ્યસ્થી કરીને રાજકીય સંબંધો પુન:સ્થાપિત કર્યા. ચીને સરક્ષણ બજેટ ૨૨૪ અબજ ડોલરનું રાખ્યું. પાકિસ્તાનમાં ભૂ.પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ધરપકડથી બચવા શરણે થયા. ઈઝરાયલમાં કોર્ટના અધિકારને ઘટાડવાની વિરૂધ્ધ લાખો લોકો સડકો પર ઉતર્યા.  નેતન્યાહૂ બીલ રોકવા મજબૂર. જર્મનીમાં દસકાની સૌથી મોટી હડતાળ પડી. ૨૫ લાખ કર્મચારીઓએ કામ બંધ કર્યું.  અમેરિકામાં નોકરી છૂટયા પછી ઈમિગ્રાન્ટસ અમેરિકામાં ૧૮૦ દિવસ રોકાઈ શકશે. અમેરિકાની બીજી બેન્ક સિગ્નેચર બેન્ક ફડચામાં ગઈ. 
  • માઈક્રોચીપના જનક, ઈન્ટેલના સહ સ્થાપક ગોર્ડન મૂટેનું ૯૪ વયે અવસાન રશિયામાં કોરોનાની સ્પુતનિક રસી શોધનાર વિજ્ઞાાની આંદ્રે બોતિકોવની હત્યાથી અવસાન.
  • રશિયા-યુક્રેન યુધ્ધમાં ૧૩૦ રશિયન ટેન્ક નષ્ટ. માત્ર ૧૪ દિવસમાં ૫૦૦૦ જવાનોના મોત. રશિયાએ ૮૧ મિસાઈલ ઝીંડી. પાવર પ્લાન્ટ ખોરવાયો.  

એપ્રિલ

  • એપ્રિલમાં વિશ્વની વસતી ૮૦૦ કરોડની થઈ ! અમેરિકામાં પ્રથમવાર પૂર્વ પ્રમુખ સામે ક્રિમિનલ કેસ, પોર્ન સ્ટારે કરેલા કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે કેસ ચલાવવાનો આદેશ. ટ્રમ્પ સામે છેતરપીંડી સહિત ૨૪ મામલે આરોપ મૂક્યા. ટ્રમ્પનું ન્યૂયોર્કની મેનહટ્ટન કોર્ટમાં આત્મ સમર્પણ. ૭૬ વર્ષના ટ્રમ્પ, ફોજદારી કેસનો સામનો કરનાર પ્રથમ અમેરિકી પ્રમુખ બન્યા.  બ્રિટનમાં આંઠ વર્ષ બાદ ૧૫૦૦ જેટલી શાળાઓમાં હિન્દી ભાષાનો અભ્યાસ શરૂ કરાયો.
  •  ભારતીય અમેરિકન શેફ અને લેખક રાઘવન ઐય્યરનું, મૂળ પાકિસ્તાની લેખક તારેક ફતેરુનું અવસાન થયું.
  • રશિયામાં યુવાનોને દેશ છોડવા પર પ્રતિબંધ, સૈન્યમાં ફરજીયાત ભરતી માટે કઠોર વલણ.  

મે

  • મે માસના પ્રારંભે બ્રિટનમાં ચાર્લ્સ તૃતીયની કિંગ તરીકે તાજપોશી થઈ. બ્રિટનનાં સિંહાસન પર બેસનાર કિંગ ચાર્લ્સે સૌથી મોટી ૭૪ વર્ષની વયના બ્રિટીશ સમ્રાટ બન્યા. ૧૯૩૭ પછી બ્રિટનને કિંગ મળ્યા.  
  • પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની આર્મી રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી.  ધરપકડ થતાં પાકિસ્તાન ભડકે બળ્યું. 
  • અમેરિકામાં ''દેવાળુ ફુંકવા''નો ખતરો ટળ્યો. આખરે ડેબ્ટ સીલીંગની મર્યાદા વધારવા બન્ને પક્ષ સંમત થયા. સરકારને ૭૨૬ બિલિયન ડોલરનું ઉધાર જોઈએ છે ! 
  •  પાણીની વહેંચણીના મુદ્દે તાલિબાન-ઈરાન વચ્ચે યુધ્ધ. ઓસ્ટ્રેલિયામાં મોદીનું ભવ્ય સ્વાગત કરતા વડાપ્રધાન એલ્બેનીઝે કહ્યું મોદી ઈઝ ધ બોસ. સિડનીના હેરિ પાર્કનું નામ ''લિટલ ઇન્ડિયા'' જાહેર કર્યું.  
  • બલ્ગેરિયન ભાષામાં લખાયેલ નવલ કથા ''ટાઈમશેલ્ટર''ને 'બુકર પ્રાઈઝ', બ્રિટનમાં પત્રકારત્વ કરતાં પિતા-પૂત્ર-જોન આર્ચી બાલ્ડ અને રૈમસે આર્ચી બાલ્ડને પુલત્ઝર પ્રાઈઝ, શેરપા કામી રીતા વિશ્વમાં સૌથી વધુ ૨૮ વખત એવરેસ્ટ સર કરવાની સિધ્ધિ નોંધાવી.  
  • પાકિસ્તાનમાં એક પણ જૈન ન હોવા છતાં ભારતના જૈન મુનીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફ્રાન્સમાં ૧૦૦ વર્ષ પછી નદીઓ બેક્ટેરીયા મુક્ત કરાઈ. 

જૂન

  • ભારતના વડાપ્રધાન મોદી પ્રથમ એવા વડાપ્રધાન બન્યા કે જેમણે અમેરિકાના ત્રણ પ્રમુખોની યજમાની માણી. અમેરિકી સંસદને બીજી વખત સંબોધન કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા.   ઈલોન મસ્કએ કહ્યું 'હું મોદીનો ફેન છું' ભારતમાં રોકાણ કરશે. ગુગલના CEO પિચાઈની ભારતમાં ૧૦ અબજ ડોલર રોકાણની જાહેરાત. ગિફટ સીટીમાં ગ્લોબલ ફિનટેક સેન્ટર શરૂ કરશે. ન્યૂયોર્કમાં મોદીની યોગશાળામાં ૧૮૦ દેશના પ્રતિનિધિ જોડાયા.
  • રશિયામાં વેગનર સેનાના વડા યેવગેનીએ રશિયન પ્રમુખ પુતિન સામે બળવો કરી દીધો. પુતિન ક્રેમલીન છોડીને સેન્ટ પીટર્સબર્ગના સેઈફ હાઉસમાં ગયા.  બેલારસના પ્રમુખ લુકાશેમ્કોની પુટિન અને યેવગેની વચ્ચે બેઠક કરી સૈનિક કૂચ અટકાવી.  
  • ટાઈનેનિક ટુરિઝમના ૫ અબજોપતિ પ્રવાસીઓના સમુદ્રના પેટાળમાં પ્રચંડ વિસ્ફોટથી મોત નીપજ્યા. સ્વિડનમાં ઈદના દિવસે ૪ મસ્જિદ સામે મંજૂરીથી કુરાન સળગાવ્યું. પેરિસમાં પોલિસ ફાયરીંગમાં ૧૭ વર્ષના નેહલનું મૃત્યુ થતા - ફ્રાન્સ માસાન્તે ભડકે બળ્યું. કેનેડામાં ૪૭ લાખ હેકટર જંગલ સળગીને રાખ થવાનો રેકોર્ડ નોંધાયો.
  • ઈટાલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો ફ્લુર્સ્કોનીનું અવસાન થયું. મોબાઈલ લેપટોપના જનક, નોબલ પારિતોષિક વિજેતા ગુડઈનફનું અવસાન.

જુલાઈ

  • જુલાઈ મહિનામાં વિશ્વની વસ્તી ૮,૦૪,૯૬,૬૮,૦૯૫ ની થઈ ! ટ્વિટર સામે મેટાની નવી એપ ''થ્રેડસ'' લોન્ચ થઈ. હોલીવૂડમાં સૌથી મોટી હડતાલ પડી.  વડાપ્રધાન મોદીએ ફ્રાન્સની મુલાકાત લીધી.
  • સ્વિત્ઝર્લેન્ડના જિનિવામાં ''એ.આઈ. ફોર ગુડ ગ્લોબલ સમિટ''નું આયોજન થયું. ઈતિહાસમાં પ્રથમવાર માનવ-રોબર્ટની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. અમેરિકાના હોલીવુડમાં ૧૯૬૦ પછી એટલે કે ૬૩ વર્ષ પછી ૧.૭૧ લાખથી વધુ લોકો હડતાળમાં જોડાયા. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વધતો ઉપયોગ અને કલાકાર કસબીઓનું ઘટતું વળતર સામે હડતાલ થઈ.   

ઓગસ્ટ

  • ઓગસ્ટ મહિનામાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થઈ. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાનની ધરપકડ થઈ. પાકિસ્તાનમાં નવાઝશરીફે વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા પછી અનવર ઉલહુક્ક કાકર વચગાળાના વડાપ્રધાન બન્યા. રાષ્ટ્રપતિ અલવી નજરકેદ થયા. જ્હોનિસબર્ગમાં બ્રિકસની બેઠક યોજાઈ. સ્પેનએ સૌ પ્રથમવાર મહિલા વર્લ્ડકપ ફૂટબોલમાં ચેમ્પિયનશિપ મેળવી.
  • અમેરિકાના ઈતિહાસમાં પ્રથમવાર પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ કરાઈ. કેદી નં. ઁર્ ૧૧૩૫૮૦૯, ૨૦ મીનીટ બાદ છૂટકારો થયો. ૨૦૧૬ ની પ્રમુખપદની ચૂંટણીમાં અન્ય લોકો સાથે મળીને પરિણામોમાં ફેરફાર કરવાનું કાવત્રું ઘડયાનો આરોપ હતો. ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ ૯૧ આરોપો છે. હવે પછી પ્રમુખપદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના મજબુત ઉમેદવાર વિવેક રામાસ્વામીએ કહ્યું હું હિન્દુ છું.
  • પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાનની ગિફટમાં મળેલા પાંચ કરોડનો સામાન ચાંઉ કરી જવા બદલ ધરપકડ કરાઈ. ખૂંખાર ગુનેગારોની ''સી'' ગ્રેડની જેલમાં કેદ કરાયા. અટકની સી ગ્રેડની જેલમાં પ્રથમ વખત કોઈ પૂર્વ વડાપ્રધાનને કેદ કરવામાં આવ્યા. નવમી ઓગસ્ટે સંસદ ભંગ થયા પછી વડાપ્રધાન નવાઝશરીફે રાજીનામું આપ્યું. વચગાળાના વડાપ્રધાન તરીકે બલોચ નેતા અનવર ઉલ હક્ક કાકરની નિમણુંક કરાઈ. તેમના એડવાઈઝસ તરીકે કાશ્મીરના આતંકી યાસિન મલિકના પત્ની મુશાલહુસૈન બન્યા. પાકિસ્તાન સૈન્યના વડા આસિમમુનિરના નવમાંથી ચાર કમાન્ડરે બળવો કર્યો.
  • યુક્રેન યુદ્ધ માટે પુતિને ઉત્તર કોરિયાના કિમજોગ સાથે શસ્ત્ર કરાર કર્યા. યુક્રેને રશિયાના ચાર કાર્ગો વિમાન ફૂંકી માર્યા, કિવ શહેર પર રાતભર સતત હવાઈ હુમલો કર્યા. રશિયામાં સૈન્યમાં ભરતી વધારવા સેના જવાનોની પત્નીઓની ટી.વી. પર અપીલ. હિંમત હોય તો યુદ્ધમાં ઉતરો, ત્રણ ગણો પગાર મળશે. અપીલથી ૩ લાખ નાગરિકો જોડાયા.
  • ઈઝરાયલમાં વડાપ્રધાન નેતન્યાહુના ન્યાયિક સુધારા બિલનો ઉગ્ર વિરોધ. ત્રણમાંથી એક નાગરિક દેશ છોડવા તૈયાર. ઈરાનમાં હિજાબ વિરોધ સામે ૧૦ વર્ષની સજા, ૭૦૦૦૦ દંડ. તહેરાનમાં હિજાબ સામે મહિલાઓનો ખુલ્લો વિરોધ, શબઘરમાં કામ કરવાની સજા સામે પણ વિરોધ. ઈટાલીમાં ગરીબી પર કાબુ લાવવા ૨૦૧૯ થી શરૂ કરાયેલ એક લાખ સુધીની નાણાકીય સેવા બંધ. તાઈવાનમાં એગશિગીંગ કરનારી મહિલાઓ વધી. કેનેડાના વડાપ્રધાન ટુડોના ૧૮ વર્ષના લગ્નજીવન અંત પત્ની સોફિથી અલગ થયા. ત્રણ બાળકો છે.
  • બ્રિટનમાં વિખ્યાત કેમ્બ્રિજ યુનિ. ખાતે પ.પૂ. મોરારી બાપુની ૯૨૧મી માનસ વિશ્વવિદ્યાલય રામકથા યોજાય. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ખાસ પધાર્યા.

સપ્ટેમ્બર

  • સપ્ટેમ્બર મહિનામાં મોરકકોમાં ભયંકર ભૂકંપ આવ્યો અને લિબિયામાં વિનાશકારક પૂર આવ્યું. બે ડેમ તૂટતાં હાહાકાર મચી ગયો. ભારત-કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધોમાં કડવાશ જસ્ટિન ટ્રડોના નિવેદનથી થઈ. ઈરાનમાં હવે હિજાબ ન પહેરવા બદલ ૧૦ વર્ષ જેલનો કાયદો પસાર જર્મનીમાં કાયદો બદલાયો. ભારતીય કર્મચારીઓ માતા-પિતાને લાવી શકશે. મિસ યુનિવર્સ બનવાની વય મર્યાદા દૂર કરાઈ. કૃત્રિમ ગર્ભાશયમાં શિશુનો વિકાસ થયો.
  • મોરકકોમાં છેલ્લા ૧૨૦ વર્ષનો ભયાનક ભૂકંપ આવ્યો. રિકટર સ્કેલ પર ૬.૮ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. ૨૦ સેકન્ડ સુધી ધરતી ધુ્રજી. ૩૫૦ કિ.મી. સુધી આંચકા આવ્યા. પહાડો પરથી ખડકો તૂટયા, રસ્તાઓ બંધ થયા. મૃત્યુાંક ૨૫૦૦ સુધી પહોંચ્યો. ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો. લિબિયામાં ડેનિયલ વાવાઝોડાથી ભયંકર પૂર આવ્યું. આ સાથે બે ડેમ તૂટતાં વિનાશ વેરાયો. ૧૧૦૦૦ થી વધુના મૃત્યુ થયા. હજારોનું સ્થળાંતર કરાયું.
  • કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે ''કેનેડામાં શીખનેતા હરદિપસિંગ નિજ્જરની હત્યા ભારતે કરાવી હતી.'' આ નિવેદનથી ભારત-કેનેડાના સંબંધોમાં કડવાશ આવી. કેનેડામાં ખાલિસ્તાની આતંકી સુખ્ખાની હત્યા માટે લાંરેન્સ ગેંગએ જવાબદારી સ્વીકારી ડિપ્લોમેટિક સ્ટ્રાઈક, ભારતીય વિદ્યાર્થીઓને સર્તક રહેવા સૂચન અપાયું.
  •  પાકિસ્તાનમાં ડબલ બ્લોક આઈ એસ કમાન્ડરની હત્યા બાદ આત્મઘાતી હુમલો જેમાં ડી.એસ.પી. સહિત ૬૧નામો.
  • ચીનના હાંગઝોઉ શહેરમાં એશિયાડ રમતોત્સવ યોજાયો. ચીનની ''આત્મ નિર્ભરપ્રાંત'' યોજના નિષ્ફળ, ૪૭૩ લાખ કરોડનું દેવું વધ્યું. શ્રીલંકામાં ભારતનું વર્ચસ્થ ઘટાડવા ચીન હવે બૌદ્ધ ધર્મના સહારે. ''મેઈક ઈન ઈન્ડિયા''ના સમર્થક ભારતીય મૂળના અર્થશાસ્ત્રી થર્મનષ્ણમુગરત્નમ સિંગાપોરના નવા રાષ્ટ્રપતિ બન્યા. ફિનલેન્ડના યુવા રાજકારણી અને પૂર્વ વડાપ્રધાન સનામારિને રાજકારણ છોડયું. 
  • વિશ્વમાં પ્રથમ વખત કૃત્રિમ ગર્ભાશયમાં શિશુનો વિકાસ થયો. બ્રિટનમાં માઈગ્રેનની દવાને પ્રથમવાર મંજુરી અપાઈ. ભારતીય વિજ્ઞાાની ડૉ. સ્વાતિ નાયકની વર્લ્ડ ફૂડ પ્રાઈઝના પ્રતિષ્ઠિત આ.રા. સન્માન નોર્મન ઈ.બોલોગ એવોર્ડ. અમેરિકાના ૪૦ શહેરમાં ''ઓકટોબર'' હિન્દુ હેરિટેજ મન્થ જાહેર થયો.

ઓકટોબર

  • ઓકટોબર મહિનો એ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધનો મહિનો રહ્યો. નોબેલ પ્રાઈઝ જાહેર થયા. અફધાનિસ્તાનમાં ભયંકર ભૂકંપ આવ્યો. ગાઝાની હોસ્પિટલ પર ઈઝરાયલી એર સ્ટ્રાઈકમાં ૫૦૦ ના મોત. આરબ દેશો ઈઝરાયલના વિરોધમાં. પાકિસ્તાનમાં ત્રણ વખત વડાપ્રધાન બનેલ નવાઝશરીફ ચાર વર્ષ બાદ પાકિસ્તાન પરત ફરતા અને શક્તિ પ્રદર્શન કરતા કહ્યું ''દેશને સંકટમાંથી અમે જ બહાર કાઢીશું''   ચીનના પૂર્વ વડાપ્રધાન લિ-કિયાંગનું ૬૮ વર્ષની વયે અવસાન સાહિત્યમાં નોબેલ પારિતોષક મેળવનાર અમેરિકન સાહિત્યકાર લૂઈગ્લુકનું ૮૦ વર્ષની વયે અવસાન.
  • નોબલ પ્રાઈઝમાં શાંતિનું નોબલ પ્રાઈઝ ઈરાનમાં મહિલાઓના હક્ક માટે આંદોલન કરતી, ચળવળકાર, પત્રકાર એવા નરગિસ મોહમ્મદીને, સાહિત્યમાં નોર્વેના લેખક જોન ફોસ્સેને મળ્યું. ભારતીય મૂળના પ્રોફેસર જોઈતા ગુપ્તાને ''સ્પિનોઝા'' પુરસ્કાર.
  • અફધાનિસ્તાનમાં ૬.૩ ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો. ભૂકંપમાં ૪૦૦૦ થી વધુના મોત થયા. મ્યાનમારમાં ૭.૮ ઈંચ વરસાદથી તબાહી મચી.
  • સ્લોવેકિયામાં ૫૯ વર્ષના રોબર્ટ ફિકો વડાપ્રધાન બન્યા. બ્રિટનના વડાપ્રધાન સુનકે ''ફ્રેન્ડસ ઓફ ઈન્ડિયા'' ગુ્રપ બનાવ્યું. અમેરિકામાં હ્યુસ્ટન ખાતે ગાંધીજીના જીવનને સમર્પિત ''ધ ઇંટરનલ ગાંધી મ્યુઝિયમ'' ખુલ્લું મુકાયું. બાપુનું પ્રથમ મ્યુઝિયમ બન્યું. અમેરિકામાં રોબિન્સવિલે ખાતે ''અક્ષરધામ'' ખુલ્લું મુકાયું. ગાઝા વેસ્ટ બેન્ક માટે બાઈડેનની ૮૩૦ કરોડના પેકેજની જાહેરાત. ઈટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન ર્જ્યોજિવા મેલોની પતિ એન્ડ્રિયા જિયોમ્બુથી અલગ થયા. ચીને વિદેશમંત્રી બાદ ''લાપત્તા'' થયેલા સંરક્ષણ મંત્રીની પણ હકાલપટ્ટી કરી. ચીનના રક્ષામંત્રી લી શાંગકૂને હટાવાયા.

નવેમ્બર

  • અમેરિકામાં ફિલ્મ અને ટી.વી. ઉદ્યોગ વચ્ચે છ મહિનાથી ચાલતી હડતાલનો અંત, પાકિસ્તાનના પૂર્વ પ્રમુખ નવાઝ શરીફ ભ્રષ્ટાચારના બે કેસમાં નિર્દોષ, નકારા ગુઆની શેનિસ પલાશિયેસ મિસ યુનિવર્સ અને આયરલેન્ડના સાહિત્યકાર પોલ લિન્ચને નવલકથા 'પ્રોફેટ સોંગ' માટે બુકર પારિતોષિક.
  • મહિનાના પ્રારંભે ઇઝરાયલે ૧.૧૬ લાખ શરણાર્થીઓના કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. ગાઝામાં ૯૦૦૦ના મોત, ૧૮ વર્ષથી ઓછી વયના મૃતકોની સંખ્યા ૩૭૬૦. ગાઝા પર પરમાણુ બોંબ ઝીંકવાનો વિકલ્પ છે.  
  • ઓપન એ.આઈ.ના સીઈઓ ઓલ્ટમેનની ઓનલાઈન મીટીંગમાં હકાલપટ્ટી કરવામાં આવી અને પાંચ દિવસમાં પુન:સી.ઈ.ઓ. તરીકે નિમણુંક આપી.
  • આઈસલેન્ડમાં માત્ર ૧૪ કલાકમાં ૮૦૦ ભૂકંપ નોંધાયા. નેપાળમાં ૬.૪ના ભૂકંપમાં ૧૬૦ના મોત થયા.
  • નેધરલેન્ડસમાં કટ્ટરવાદી પાર્ટી ફોર ફ્રીડમ એ ૩૭ સીટ જીતને સૌથી મોટી પાર્ટી બની. 
  • અમેરિકા અબજોપતિ વોરેન બફેટના ભાગીદાર અને જમણા હાથ મનાતા ચાર્લી મંગરનું ૯૯ વર્ષની વયે નિધન થયુું. 

ડિસેમ્બર

  • યુધ્ધવિરામ સમાપ્ત થયા પછી હમાસ વિરૂદ્ધ ઇઝરાયલી દળોએ હુમલા તેજ કર્યા. ૨૪ કલાકમાં ૧૯૩ પેલેસ્ટિયનોના મોત. દુબઇમાં કોપ-૨૮ યોજાય. વર્લ્ડ કલાઇમેટ સમિટમાં કાર્બન ઉત્સર્જનના ઘટાડા વિશે ચર્ચા થઇ. બ્રિટનમાં ગેરકાયદે ઇમિગ્રેન્ટસના મુદ્દે સુનકની કેબિનેટમાંથી ઇમિગ્રેશન મંત્રી રોબર્ટ જેનરીકે રાજીનામું આપ્યું. અમેરિકામાં ભારતીયોની સામે હંટક્રાઇમની તપાસ માટે ૧૨ રાજ્યોમાં પંચ. અમેરિકામાં રહેતા ભારતીયોનું પ્રભુત્વ વધ્યું. પાકિસ્તાનમાં આર્મી બેઝ પર આત્મઘાતી હુમલો. ૨૫ના મોત. શરીફ ભ્રષ્ટાચારના આરોપમાંથી મુક્ત. કેનેડાએ પીજી વર્કપરમિટ એકસટેન્સન પર પ્રતિબંધ મૂક્યો.
  •  ઇન્ડોનેશિયાના પશ્ચિમ ક્ષુમાત્રા સ્થિત માઉન્ટ મેરાપી  જવાળામુખીનો વિસ્ફોટ થતાં ૧૧ પર્વતા રોહક સહિત ૨૨ના મોત થયા. યુરોપીય સંઘના ૨૩ દેશોની તમામ સરકારી ઓફિસોમાં ધાર્મિક પ્રતીક પર પ્રતિબંધ. પોપ સ્ટાર ટેયલર સ્વિફ્ટ બીજી વખતે (૨૦૧૭) ટાઇમ મેગેઝીન ધાર 'પર્સન ઓફ ધ યર' બની. અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હેમ્નરી કિસિન્જરનું ૧૦૦ વર્ષની વયે અવસાન થયું.

Google NewsGoogle News