Good Bye 2023 : બિઝનેસ અને કોર્પોરેટ ક્ષેત્રની 8 ઘટનાઓથી 2023માં જોવા મળ્યો હડકંપ

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
Good Bye 2023 : બિઝનેસ અને કોર્પોરેટ ક્ષેત્રની 8 ઘટનાઓથી 2023માં જોવા મળ્યો હડકંપ 1 - image


એમેઝોનનું જોબ કટ

એમેઝોન એટલા માટે વિવાદમાં આવ્યું હતું કે કંપનીએ ૧૮,૦૦૦ જેટલા કર્મચારીઓના લેઓફ આપી દીધો હતો. (એટલેકે નોકરી પર બેસવા દીધા નહોતા). કંપનીએ સ્ટાફ ઓછો કરવાના પગલાં લેવાનું વર્ષ પહેલાં કહ્યું હતું પણ પછી અચાનક ૧૮,૦૦૦ લોકોને ના પાડી દીધી હતી.૨૦૨૧માં એમેઝોનમાં ૧.૬ મિલીયન લોકો કામ કરતા હતા. આટલા મોટા જોબ કટે એમેઝોનને વિવાદના કેન્દ્રમાં લાવી દીધું હતું.

ક્રેડીટ સૂઇસનો ફિયાસ્કો

માર્ચ ૨૦૨૩માં યુબીએસ ગૃપ એજીએ ૩.૩ અબજ ડોલરમાં ક્રેડીટ સુઇસ હસ્તગત કરી હતી. કેમકે ક્રેડીટ સુઇસ સામે અનેક કૌભાંડોના આરોપો હતા અને બેંકીંગ સેક્ટરે પ્રેશર વધાર્યું હતું તો લીડરશીપના પણ ધાંધીયા શરૂ થયા હતા. જાસુસી સ્કેન્ડલના પગલે સીઇઓએ રાજીનામું આપ્યા બાદ ક્રેડીટ સુઇસની પડતી શરૂ થઇ હતી. નવી લોન અને નવા રોકાણો મારફતે કંપનીએ આત્મ વિશ્વાસ ઉભો કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ ફાવી શકી નહોતી.

AIને ટેમ્પરરી સ્લોડાઉન કરવું

ઇલોન મસ્ક, એપલના કો ફાઉન્ડર સ્ટીવ વોઝનીક અને ઇઝરાયલના ભવિષ્ય વાદી યુવલ નોહાએ એક સંયુક્ત ઓપન લેટરમાં અનુરોધ કર્યો હતો કે છૈં પરના સંશોધનો પર છ માસ માટે બ્રેક મારી દેવા કે તેને મંદ પાડી દેવા જોઇએ. ચેટ જીપીટી  સહીતના પ્લેટફોર્મે એટલી ઝડપી પ્રગતિ કરી છે કે તેના સેફ્ટી સ્ટાન્ડર્ડ હજુ વિચારાયા નથી.ટેકનોલોજી બનાવનાર પણ તેના પર કંન્ટ્રોલ કરી શકે એમ નથી એમ પણ લેટર માં જણાવ્યું હતું. 

સિલિકોન વેલી બેંક ફડચામાં 

સિલિકોન વેલી બેંક તૂટી તે અહેવાલો જંગલમાં પ્રસરેલી આગની જેમ પ્રસરી ગયા હતા. ખુદ અમેરિકાના પ્રમુખ જો બાઇડને અમેરિકાના લોકોને કહેવું પડયું હતું કે અમેરિકાની બેંકીંગ સિસ્ટમ મજબૂત છે અને કોઇને પણ વાંધો આવે તેમ નથી. બેંક નબળી પડી છે તેવા અહેવાલના ૪૮ કલાકમાં તો ડિપોઝીટ પરત મેળવવા મોટી લાઇનો લાગી ગઇ હતી.જોકે પ્રમુખ બાઇડને ખાત્રી આપ્યા બાદ લોકો શાંત પડયા હતા.

અઠવાડિયે ૭૦ કલાક કામ

નામાંકીત આઇટી કંપની ઇન્ફોસિસના કો ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિએ ભારતના યુવાનોને અઠવાડીયે ૭૦ કલાક કામ કરવાનું કહીને વિવાદ ઉભો કર્યો હતો. આ વાતની તરફેણ કરતો મોટો વર્ગ છે તો વિરોધ કરતો પણ વર્ગ છે. આપણે ત્યાં કામચોરી વધુ થાય છે. ઉત્પાદન ક્ષમતા વધારવી હશે તો વધુ કામ કરવું પડશે જેવી વાતનો કોર્પેરેટ ક્ષેત્રે આવકાર મળ્યો હતો જ્યારે યુવાનો એ કહ્યું હતું કે વધુ પૈસા મળતા હોય તો કોઇ વાંધો નથી.

સેમ અલ્ટમેનની હકાલપટ્ટી

ઓપન એઆઇના સેમ અલ્ટમેનની અચાનક હકાલપટ્ટી કરાયા પછી ફરી જોબ પર લેવાની વાતે મોટો વિવાદ ઉભો થયો હતો. સેમ અલ્ટમેનની હકાલપટ્ટી કરાયા પછી તરતજ માઇક્રોસોફ્ટે તેમને જોબ પર લેવાની ઓફર કરી હતી. જોકે સેમ સાથે કામ કરતા ૭૦૦ જેટલા લોકોએ તેમને ફરી જોબ પર લેવા આંદોલન કરવાની શરૂઆત કરતા હતા તે પહેલાંજ ઘીના ઠામમાં ઘી ઢળ્યું જેવો ઘાટ જોવા મળ્યો હતો.

રેમન્ડ ફેઇમ સિંઘાનિયા કપલ

રેમન્ડના ગૌતમ સિંઘાનિયાએ તેમની પત્ની સાથે છૂટાછેડા જાહેર કર્યા બાદ પત્ની નવાઝે પતિ પર અનેક આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે હું તો અંગૂઠા છાપ છું. મને મારવામાં આવતી હતી વગેરે વગેરે. છૂટાછેડાની આ કહાની અખબારોમાં બહુ ચગી હતી કેમકે દેશનું તે સમૃધ્ધ કોર્પોરેટ કુટુંબ છે. જોકે ગૌતમ સિંઘાનીયા ઘરમાં પત્ની સાથે અયોગ્ય વ્યવહાર કરે છે તે વાત કોઇને પસંદ નહોતી પડી.

ગૌતમ અદાણી અને હિન્ડનબર્ગ..

હિન્ડનબર્ગ રીસર્ચે વર્ષની શરૂઆતમાં છાપેલા રિપોર્ટ અનુસાર અદાણી ગૃપ સ્ટોકનું મેનીપ્યુલેશન કરે છે, ટેક્સ હેવનનો ઉપયોગ કરે છે વગેરે વગેરે આક્ષેપો કરીને વિવાદ ઉભો કર્યો હતો. જોકે સામે છેડે અદાણી ગૃપે આખો અહેવાલ પાયા વિનાનો ગણાવ્યો હતો. પરંતુ ભારતની સપ્રીમ કોર્ટે આવા અહેવાલો અર્થહીન છે એમ કહીને અદાણી ગૃપ તરફી ચુકાદો આપ્યો હતો.


Google NewsGoogle News