Get The App

Good Bye 2023 : એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારતનું નામ ઉજળું કરનાર મહિલા ખેલાડીઓ

Updated: Dec 26th, 2023


Google NewsGoogle News
Good Bye 2023 : એશિયન ગેમ્સ ૨૦૨૩માં ભારતનું નામ ઉજળું કરનાર મહિલા ખેલાડીઓ 1 - image

મહિલા ક્રિકેટ ટીમે સોનું કમાવ્યું :

આ વર્ષની એશિયન ગેમ્સમાં અસામાન્ય ટીમ વર્કનો પરિચય આપીને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ટિટાસ સધુની જબરદસ્ત બૉલિંગને પગલે ૩/૬ સથે માત્ર બે ઓવરમાં ત્રણ વિકેટ પડી હતી એ સિધ્ધિ નાનીસુની ન ગણાય. અઘરી પીચ પર પણ રાજેશ્વરી ગાયકવાડે શ્રીલંકાનું મોઢું હાર તરફ વાળ્યું હતું. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે લાજવાબ બૉલિંગ કરીને સુવર્ણ પદક ઘરભેગું કર્યું હતું. 

નિખત ઝરીન બની ગોલ્ડની હકદાર :

એશિયન ગેમ્સના ૫૦ કિ.ગ્રામ વિભાગમાં ભારતીય મહિલા બોક્સર નિખત ઝરીને ૫-૦થી જીત મેળવીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે પ્રીતિ પવારે પણ ખાસ્સી પ્રગતિ સાધી હતી. બીજી તરફ ઑલિમ્પિક્સમાં કોનેરુ હમ્પી અને ડી. હરિકાએ ચેસમાં વિજયી થઈને ભારતીય મહિલા એથ્લેટોની બુધ્ધિમત્તાનો પરચો આપ્યો હતો.

વુશુ (કુંગ ફૂ)માં રોશિબિના દેવીને બ્રોન્ઝ : 

વર્ષ ૨૦૨૩ની હેંગઝોઈ એશિયન ગેમ્સમાં મહિલાઓની ૬૦ કિ.ગ્રામ વુશુ સ્પર્ધામાં નાઓરેમ રોશિબિના દેવીએ બ્રોન્ઝ (કાંસ્ય) પદક મેળવીને ભારત માટે મેડલ જીતવા આગળ વધવાનો માર્ગ મોકળો કર્યો હતો. તેની સેમી-ફાઈનલ તરફની આગેકૂચ યાદગાર બની રહી હતી.

૧૦ એમ એર પિસ્તોલમાં કન્યા ત્રિપુટી લાવી રૂપું :

એશિયન ગેમ્સની આ વર્ષની ૧૦ એમ એર પિસ્તોલમાં તરૂણ વયની શૂટર એશા સિંહે પોતાની ૧૮ વર્ષની સહસ્પર્ધક પલક અને દિવ્યા ટીએસનું નેતૃત્વ કરીને ભારત માટે સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. આ કન્યા ત્રિપૂટીએ સાથે મળીને ૧૭૩૧નો સ્કૉર કર્યો હતો. જોકે ગોલ્ડ મેડલ ચીનની મહિલા ખેલાડીઓને ફાળે ગયો હતો. આમ છતાં એશા અને પલકે પોતાના લાજવાબ હુન્નરનો પરિચય આપવામાં પાછીપાની નહોતી કરી.

આ વર્ષની એશિયન ગેમ્સમાં ભારતની મહિલા શૂટરોએ પોતાની એકાગ્રતા અને નિશાનબાજીનો પરચો બતાવ્યો હતો. ૨૫એમની પિસ્તોલ ટીમ કમ્પીટિશનમાં મનુ ભાકેર, એશા સિંહ અને રાયથમ સાંગવાન સુવર્ણ પદકોની હકદાર બની હતી. જ્યારે અશી ચૌક્સી, માનીની કૌશિક તેમ જ સિફત કૌર સામ્રાએ ૫૦એમ રાઈફલ ૩ પોઝિશન ટીમ કમ્પીટિશનમાં સિલ્વર મેડલ મેળવ્યાં હતાં.

સ્વીમિંગ, સાઈકલિંગ અને ફેન્સિંગમાં મુશ્કેલીનો સામનો કરવા છતાં ભારતની મહિલા ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં ચાર ગોલ્ડ, પાંચ સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ મેળવીને પોતાની આગેકૂચ જારી રાખી હતી.


Google NewsGoogle News