ભારતીય આર્મીમાં પરીક્ષા વગર ઓફિસર બનવાની સોનેરી તક, જાણો સિલેક્શન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી
Image Web |
Indian Army Recruitment 2024 Notification : ભારતીય સેનામાં જોડાવું ઘણા યુવાનોનું સ્વપ્ન હોય છે. અને જો તમે પણ ભારતીય સેનામાં ઓફિસર બનવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. જો તમારી પાસે એન્જિનિયરિંગની ડિગ્રી હોય તો ભારતીય સેનામાં ઓફિસર બનવા માટે આ એક સારી તક છે. ભારતીય સેનાએ તેના માટે 140મા ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-140) માટેની જગ્યાઓ બહાર પાડી છે. એટલ તેના માટે યોગ્ય લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા હોય તેમને અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. તેમજ હાલમાં આ જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ભારતીય સેનાએ આ ભરતી માટે કુલ 30 જગ્યાઓ ભરવામાં આવનાર છે. જે પણ કોઈ ઉમેદવાર જે આ પોસ્ટ પર નોકરી મેળવવા ચાહે છે, તેઓ 9 મે સુધી અરજી કરી શકે છે. આ સિવાય આ પોસ્ટ પર કામ કરવા ઈચ્છુક ઉમેદવારોએ આ બાબતો ધ્યાન રાખવું જરુરી છે.
ભારતીય સેનામાં આ જગ્યાઓ ભરવા માટે જાહેરાત કરી
સિવિલ- 07 જગ્યાઓ
કોમ્પ્યુટર સાયન્સ- 07 જગ્યાઓ
ઇલેક્ટ્રિકલ- 03 જગ્યાઓ
ઈલેક્ટ્રોનિક્સ- 04 જગ્યાઓ
મિકેનિકલ- 07 જગ્યાઓ
વિવિધ એન્જિનિયરિંગ સ્ટ્રીમ- 02 જગ્યાઓ
વય મર્યાદા
જે ઉમેદવારો ભારતીય આર્મીની આ ભરતી હેઠળ અરજી કરવા માંગતા હોય તેઓએ ઓછામાં ઓછા 20 વર્ષ પુરા કરેલા હોવા જોઈએ તેમજ વધુમાં વધુ 27 વર્ષ હોવા જોઈએ.
લાયકાત
અધિકૃત જાહેરાત પ્રમાણે આ જગ્યા પર અરજી કરવા માંગતા તમામ ઉમેદવારો પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સંબંધિત વિષયમાં એન્જિનિયરિંગની ડિગ્રી હોવી જોઈએ.
પગાર ધોરણ
ભારતીય સેનામાં જે પણ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે, તેને નીચે મુજબનો પગાર આપવામાં આવશે.
ભારતીય આર્મીની ભરતી નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો
ભારતીય આર્મી ભરતી 2024 માટે અરજી કરવા માટેની લિંક
સિલેક્શન પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી SSB ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. તેના માટે કટઓફ ટકાવારીના આધારે માત્ર શોર્ટલિસ્ટેડ થયેલા ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.