Get The App

સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા, અમેરિકન પ્રમુખ તરીકે ટ્રમ્પની જીત પણ છે એક કારણ

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા, અમેરિકન પ્રમુખ તરીકે ટ્રમ્પની જીત પણ છે એક કારણ 1 - image


Gold And Silver Price: ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોલર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી છે. તેની અસર વિશ્વના દરેક શહેર અને દેશ પર જોવા મળશે. આ કારણસર આગામી બે મહિનાની અંદર સોનાના ભાવ ખૂબ જ ઘટશે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે સોનાના ભાવમાં 3થી 5 ટકા સુધી ઘટાડો થઈ શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીતથી શેર માર્કેટમાં તેજી જોવા મળી છે, પરંતુ સોનાના માર્કેટમાં એટલી જ મંદી જોવા મળી શકે છે. ભારતીય બજારમાં આ ભાવ 1850 રૂપિયા ઓછા થઈ ગયા છે. બીજી તરફ, ચાંદીની કિંમતમાં પણ 3800 રૂપિયા ઓછા થઈ ગયા છે. વિદેશના માર્કેટમાં પણ આવી જ હાલત જોવા મળી છે.

સોનાના ભાવમાં ઘટાડાના પરિબળો

ડોનાલ્ડ ટ્રમ્પની સાથે અન્ય પણ ઘણાં પરિબળો છે જેના કારણે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી શકે છે. સોનાની કિંમતમાં છેલ્લા ત્રણ મહિનાથી વધારો જોવા મળી રહ્યો હતો. હવે એનું પ્રોફિટ બુક કરવાનો સમય આવી ગયો છે. અમેરિકામાં વ્યાજના દરમાં ઘટાડો કરવામાં આવી શકે છે અથવા તો જે આશા છે, તેનાથી ઓછો દર વધારાઈ શકે છે. તેની સીધી અસર સોના પર પડશે. બીજી તરફ સોનાના ભાવ એટલા વધી ગયા છે કે તેની માગ ઘટી ગઈ છે. આમ, ઓછી માગના કારણે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે.

સોનાના ભાવ તૂટવા માટેના મુખ્ય કારણ

પ્રોફિટ બુકિંગ: છેલ્લા ત્રણ મહિનામાં સોનાની કિંમતમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે. આ વધારો રૂ. 6500ની આસપાસ છે. આ વધારાને કારણે ઘણાં લોકો ઇન્વેસ્ટમેન્ટ તરીકે સોનું ખરીદ્યું હોય એ હવે એને વેચી રહ્યાં છે જેને પ્રોફિટ બુકિંગ કહેવાય છે. સોનામાં રોકાણ કરનારાની સંખ્યા પણ ખૂબ વધુ છે. આથી લોકો સોનું વેચી રહ્યાં હોવાને કારણે પણ તેની કિંમત ઓછી થાય છે. 8 ઓગસ્ટની આસપાસ સોનાની કિંમત 70,134 રૂપિયા હતી, જે 6 ઓગસ્ટે 76,600 રૂપિયા હતી. આ જે કિંમત ઓછી થઈ હતી. એવી જ રીતે, રીતે હાલમાં વિદેશના બજારોમાં તેની કિંમત ઘટી રહી છે.

આ પણ વાંચો: ટ્રમ્પને PM મોદીના અભિનંદન, પરંતુ અમેરિકા જવામાં ગુજરાતીઓને પડશે સૌથી મોટો ફટકો

અમેરિકન ફેડ રિઝર્વની મીટિંગ પહેલાંની અસ્થિરતા: અમેરિકન સેન્ટ્રલ બેંક વ્યાજના દરની જાહેરાત કર્યા બાદ સોનાની કિંમતમાં શું પ્રતિક્રિયા આવે એના પર સૌની નજર છે. ત્યાં સુધી સોનાની કિંમતમાં ઉપર-નીચે થતી જોવા મળશે. ટ્રમ્પ સરકાર વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરશે એવું લાગી રહ્યું છે જેથી સોનાની કિંમત પર તેની અસર થશે.

ડોલર ઇન્ડેક્સમાં ગરબડ: ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશાં ડોલરને વધુ મજબૂત કરાવવાની હિમાયત કરે છે. આથી તેમની જીતથી જ ડોલર ઇન્ડેક્સ દોઢ ટકા વધીને 105.14 પર પહોંચી ગયો હતો. આ કારણસર અમેરિકાથી લઈને ભારત સુધી દરેક જગ્યાએ સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.

સોનાની માગ ઓછી થવી: દિવાળી પૂરી થઈ ગઈ છે. જે પણ વ્યક્તિ સોનું લેવાનું હતું એ ધનતેરસના દિવસે ખરીદી લીધું હતું. આથી હવે સોનાની માગ ન હોવાથી કિંમત ઓછી થવામાં આ પણ એક મહત્ત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ લોકો પ્રોફિટ બૂક કરી રહ્યાં છે. તેથી દુકાનદારો પાસેનું સોનું ગ્રાહકો પાસેથી પણ આવી રહ્યું છે, જેથી તેઓ પણ નવું સોનું નથી ખરીદી રહ્યાં અને ગ્રાહક પાસેથી લીધેલા સોનાનો જ ઉપયોગ કરી રહ્યાં છે.

સોનાના ભાવમાં ઘટાડો થવાની શક્યતા, અમેરિકન પ્રમુખ તરીકે ટ્રમ્પની જીત પણ છે એક કારણ 2 - image

73000 સુધી થઈ શકે છે સોનાની કિંમત

નિષ્ણાતોના મતે, દુનિયાના ઘણાં દેશોમાં સોનાની કિંમત તૂટી રહી છે. આથી સોનાની કિંમત હજી 3થી 5 ટકા તૂટી શકે છે. એ મુજબ સોનાનો ભાવ 75000 કે એનાથી નીચે 73000 સુધી પણ પહોંચી શકે છે. આ સાથે જ વિદેશના માર્કેટમાં પણ સોનાની કિંમત ઓછી જોવા મળી રહી હોવાથી વધુ લોકો પ્રોફિટ બુક કરશે અને તેના કારણે કિંમત હજી નીચે જશે.

આ પણ વાંચો: ટ્રમ્પની જીતથી ચીનને નુકસાન, ઇઝરાયલ બનશે વધુ શક્તિશાળી, જાણો કયા દેશને શું અસર થશે

છઠ્ઠી નવેમ્બરે સોનામાં રૂ. 1852નો ઘટાડો 

બુધવારે દેશના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત ખૂબ જ ઘટી ગઈ હતી. બજાર બંધ થયું ત્યારે તેની કિંમતમાં 1852 રૂપિયા ઓછા થઈ ગયા હતા. એટલે કે એક તોલું એટલે દસ ગ્રામ સોનાની કિંમત 76,655 થઈ ગઈ હતી. આ પહેલાં પણ સોનાની કિંમત 76,367 રૂપિયા સુધી જઈને આવી છે. એક દિવસ પહેલાં આ કિંમત 78,507 રૂપિયા હતી. આ સાથે જ ચાંદી પર પણ અસર પડી છે. તેમાં 3,828 રૂપિયા ઓછા થયા છે અને અત્યારે ચાંદી 90,820 રૂપિયા પ્રતિ કિલો છે. એક દિવસ પહેલાં આ ચાંદીની કિંમત 94,648 કિલોગ્રામ હતી.

વિદેશના બજારમાં પણ સોનું અને ચાંદીની કિંમત તૂટી

ન્યૂયોર્ક કોમેક્સ માર્કેટમાં ગોલ્ડ ફ્યૂચરમાં 3 ટકા એટલે કે 81 ડોલર પ્રતિ 28.34 ગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે. આથી 28.34 ગ્રામ સોનાની કિંમત હાલમાં 2668.70 ડોલર જોવા મળી રહી છે. ચાંદીમાં કોમેક્સ સિલ્વર ફ્યૂચરમાં 4.55 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 28.34 ગ્રામ ચાંદીની કિંમતમાં 31.29 ડોલર ઘટી ગયા છે. બ્રિટિશ માર્કેટમાં પણ ચાંદી અને સોનું બંને તૂટતાં જોવા મળ્યાં છે.


Google NewsGoogle News