'પૂજા કરનાર ગજનવીનો સામનો કરવા તૈયાર રહો', નુપુર શર્માને મળી ધમકી
Nupur Sharma: ભારતીય જનતા પાર્ટી (BJP)ના પૂર્વ નેતા નુપુર શર્માને ફરી એકવાર ધમકી મળી છે. આ વખતે ઈસ્લામિક સ્ટેટ-ખોરાસાને તેના અખબાર Voice of Khurasan માં લખીને તેને ધમકી આપી હતી.આ લેટરમાં મોદી સરકાર અને તેના ઘણા નેતાઓના નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ લેટરના પેઝ નંબર 25 પર ઘણા દેવી-દેવતાઓની પૂજા કરનારા ભારતીય રાજાઓને 'મહમુદ ગઝનવીનો સામનો કરવા તૈયાર રહો' શીર્ષકવાળા લેખમાં ધમકી આપવામાં આવી હતી.
છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસે નુપુર શર્માને ધમકી આપવા બદલ ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગયા મહિને ગુજરાતની સુરત પોલીસે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના શહનાઝ ઉર્ફે અલી ધરપકડ કરી હતી, જેણે નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે પાકિસ્તાની સંગઠન સાથે જોડાયેલો હતો.
સુરત પોલીસે ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મૌલવી સોહેલ અબુબકર તિમોલની પણ ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું હતું કે, તે પાકિસ્તાન અને નેપાળના લોકો સાથે શસ્ત્રો ખરીદવાનું કાવતરું રચતો હોવાનું જાણવા મળ્યું હતું.